jamnagar
ગૂડ ન્યૂઝ: બેટ દ્વારકામાં સિગ્નેચર બ્રિજમાં લાઈટ કેબલની કામગીરી અંતિમ તબક્કા ભણી

જરૂરી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ જતાં સપ્તાહમાં કામ શરૂ થવાની સંભાવના
ઓખા અને બેટ દ્વારકા વચ્ચે સાકાર થઇ રહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ડ્રિમ પ્રોજેક્ટ પૈકીનાં સિગ્નેચર બ્રીજનું નિર્માણ કાર્ય અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે.ત્યારે લાઇટનો કેબલ પણ આ બ્રિજ પરથી જ પસાર કરવાનો હોય જે વાયર 2.8 કિ.મી.લાંબો અને 185 એમ.એમ.નો કેબલ નાંખવામાં આવશે.
લાઇટના કેબલ માટેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. વર્ક ઓર્ડર આપી દેવામાં આવતા આગામી અઠવાડિયામાં જ કાર્ય આરંભ થઇ જવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે સિગ્નેચર બ્રીજને કારણે બેટ દ્વારકાને ઓખા સાથે જમીન માર્ગે જોડી શકાશે જેને પગલે પ્રવાસનને અને બેટ દ્વારકાનાં વિકાસને વેગ મળશે.
દરિયામાંથી પસાર થતા લાઇટના કેબલથી અવાર નવાર લાઇટો ગુલ થય જતી જે ને લય બેટ-દ્વારકાના યુવાનો દ્વારા અવાર નવાર લેખીત, મૌખીક અને શોસયલ મીડિયાના માધ્યમથી આ લાઇટનો કેમલ સિગ્નનેચર બ્રિજ પરથી પસાર કરવા રજૂઆતો કરેલ હોય જે રજૂઆત સફળ રહી હાલમાં સરકાર દ્વારા દરિયાની અંદરથી લાઇટનો કેબલ પસાર કરી બેટ-દ્વારકા લાઇટ પહોંચાડવામાં આવે છે પરંતુ અવાર નવાર આ કેબલ ટુટી જવાના કારણે મહિનામાં લગભગ આઠ દિવસ અંધારપટમા રહેવાની નોબત આવતી હોય છે પરંતુ સરકાર દ્વારા સિગ્નનેચર બ્રિજ પર બીજો કેબલ લગાવવામાં આવતા આવનાર દિવસોમાં બેટ-દ્વારકાનો લાઇટનો પશ્ર હલ થય જાશે તે વાત ચોક્કસ છે દરિયામાંથી પસાર થતા લાઇટના કેબલમા અવાર નવાર ક્ષતિ સર્જાતી હોય જેમની મરમત માટે એક વખત રીપેરીંગના લાખો રૂૂપિયાના બીલો બનવા છતાં પણ થોડા દિવસોમા ફરી કેબલ ટુટવાનો બનાવ બનતા કોન્ટ્રાક્ટરોને લાખો રૂૂપિયાની આવક બંધ થાશે અને સરકારને લાખો રૂૂપિયાનો ફાયદો થશે તે વાત ચોક્કસ છે.
jamnagar
શેખપાટ ગામમાં 70 વર્ષના વૃધ્ધનું વીજઆંચકો લાગતાં અપમૃત્યુ

જામનગર તાલુકાના શેખપાટ ગામમાં રહેતા 70 વર્ષના બુઝુર્ગને પોતાના ઘરે ઈલેક્ટ્રીક લેમ્પ બદલાવતી વેળાએ અચાનક વીજ આંચકો લાગ્યો હતો, અને તેઓનું સ્થળ પર જ મૃત્યુ નીપજયું હતું. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે. આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના શેખપાટ ગામમાં રહેતા ગોકરભાઈ ભીમાભાઇ ચાવડા નામના 70 વર્ષના સતવારા જ્ઞાતિના બુઝુર્ગ કે જેઓ પોતાની વાડીની ઓરડી પાસે લેમ્પ બદલાવવાનું કામ કરતા હતા, જે દરમિયાન પોતાને ઇલેક્ટ્રીક લેમ્પ બદલાવતી વખતે એકાએક વીજ આંચકો લાગતાં તેઓ બેભાન થઈને નીચે પટકાઈ પડ્યા હતા. જેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જયાં ફરજ પરના તબીબે તેઓનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર કરમશીભાઈ ગોકરભાઈ ચાવડાએ પોલીસને જાણ કરતાં પંચકોશી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
jamnagar
સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને ઠેબા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ

સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને જામનગર તાલુકાના ઠેબા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તેઓએ કહ્યું હતું કે, “વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી સમગ્ર દેશ વિકાસ માટે એકજુથ બની રહ્યો છે, અને નાગરિકો પોતાના અધિકારો માટે જાગૃત બની રહ્યા છે”.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ માર્ગદર્શન તળે ગત તા.15મી નવેમ્બરના રોજ જનજાતીય ગૌરવ દિવસ થી સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં 30 લાખ જેટલા નાગરિકો સહભાગી બન્યા છે, અને વિવિધ યોજનાઓ વિષે જાણકારી મેળવી શક્યા છે. જે અંતર્ગત, સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને જામનગર તાલુકાના ઠેબા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અધ્યક્ષ અને સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં 15 દિવસથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં અત્યાર સુધીમાં 30 લાખ લોકો જોડાયા છે, અને તેઓ વિવિધ સરકારી યોજનાઓથી લાભાન્વિત બની રહ્યા છે. કાર્યક્રમમાં સમાવિષ્ટ સંકલ્પ રથનું નામ બદલીને તેને ”મોદીજીની ગેરેન્ટી વાળી ગાડી” આવા નવા નામથી નાગરિકો તેને ઓળખી રહયા છે. વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનું સપનું સૌએ ભેગા મળીને સાકાર કરવાનું છે.
ઉલ્લેખનીય છે કે, કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ માધ્યમ થકી દેશભરના નાગરિકો સાથે જોડાયા હતા. તેમજ દેશભરમાંથી વિવિધ યોજનાઓના 5 લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. વડાપ્રધાનશ્રીના હસ્તે દેશભરમાં 25,000 નવા પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રનું ઈ-લોન્ચિંગ કરવામાં આવ્યું હતું, અને 10,000મા પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રનો ઝારખંડ રાજ્યના દેવઘર જિલ્લામાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાનશ્રી દ્વારા નમો ડ્રોન દીદી કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો છે, જેના થકી મહિલા ખેડૂતોને ડ્રોન ચલાવવા અંગે તાલીમ આપવામાંં આવશે.
સાંસદ અને અન્ય મંચસ્થ મહાનુભાવોના હસ્તે ઠેબા ગ્રામ પંચાયતને હર ઘર જલ યોજના અંતર્ગત હર ઘર જલ અભિનંદન પત્ર અને સ્વામિત્વ યોજના હેઠળ રેકોર્ડ ડીઝીટલાઈઝેશનના પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. તેમજ મહાનુભાવો દ્વારા વિવિધ યોજનાઓની જાણકારી આપતા સ્ટોલ્સની મુલાકાત લેવામાં આવી હતી.
કાર્યક્રમમાં ઠેબા પ્રાથમિક શાળાના વિધાર્થીઓ દ્વારા “ધરતી કરે પુકાર- પ્રાકૃતિક કૃષિ” વિષય પરનું નાટક રજૂ કરવામાં આવ્યું હતું. સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફિલ્મનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મેરી કહાની મેરી જુબાની સાફલ્ય ગાથા કાર્યક્રમમાં લાભાર્થીઓએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ થકી તેઓને મળેલા લાભો અંગે પોતાના અનુભવ વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, સ્વામિત્વ યોજના હેઠળ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ, પ્રધાનમંત્રી ઉજજવલા યોજના, શ્રમિક અન્નપૂર્ણા યોજના અને અન્ય યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી પત્રોનું વિ તરણ કરવામાં આવ્યું હતું.
સમારોહના અંતે આભારવિધિ જામનગર તાલુકા વિકાસ અધિકારીશ્રી સરવૈયાભાઈએ કરી હતી. આ કાર્યક્રમમાં, જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસર, જિલ્લા કલેકટર બી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ગઢવી, પ્રાંત અધિકારી (ગ્રામ્ય) ડોબરીયા, જામનગર તાલુકા પંચાયત પ્રમુખ સંગીતાબેન દુધાગરા, કારોબારી સમિતિના ચેરમેન ચંપાબેન પરમાર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભાયા, નાયબ પશુપાલન નિયામક ડો.તેજસ શુક્લ, આજુબાજુના ગામોમાંથી પધારેલા અગ્રણીઓ, લાભાર્થીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
jamnagar
ધો.11ના છાત્ર પર સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચરી મોતને ઘાટ ઉતાર્યો

જામનગરમાં મોહન નગર આવાસમાં રહેતા અને 11 માં ધોરણમાં અભ્યાસ કરતાં એક વિદ્યાર્થી નું ગઈકાલે અપહરણ થયું હતું આ અંગે તરૂૂણ નાં પિતા દ્વારા અપહરણની ફરિયાદ નોંધાવાઈ હતી. જે મામલામાં પોલીસે સીસીટીવી કેમેરાઓ ચેક કર્યા પછી તપાસ નો ધમધમાટ શરૂૂ કર્યો હતો.દરમ્યાન આજે આ તરૂૂણ નો અર્ધ સળગેલી હાલત મા મૃતદેહ મળી આવ્યો હતો. તેની ગળેટૂંપો આપી હત્યા નીપજાવાયા પછી મૃતદેહ ને સળગાવી નાખવામાં આવ્યો હતો. આખરે સમગ્ર પ્રકરણ નો ભાંડો ફૂટી જવા પામ્યો છે. અને મૃતક નાં જ બે અંગત મિત્રોએ આ કૃત્ય આચર્યું હોવાથી પોલીસે બંને ની ધરપકડ કરી છે.
આ સનસનીખેજ બનાવ ની વિગત એવી છે કે જામનગરમાં મોહનનગર આવાસના બિલ્ડીંગ નંબર 15 માં બ્લોક નંબર 302 માં રહેતા અને કેટરર્સ તરીકે નોકરી કરતા ગોપાલભાઈ વલ્લભભાઈ પીઠડીયા ના 17 વર્ષના પુત્ર હાર્દિક નું ગઇકાલે અપહરણ થયું હતું. 11 માં ધોરણમાં અભ્યાસ કરતો ગોપાલભાઈ નો પુત્ર હાર્દિક સ્કૂલે જવા માટે નીકળ્યો હતો, જે એકાએક લાપતા બન્યો હતો, અને સ્કૂલના ડ્રેસ અને દફતર સાથે જ ગાયબ થયો હતો. પરિવારજનો દ્વારા ભારે શોધખોળ પછી પણ તેનો પતો નહીં સાંપડતા આખરે પોલીસ નો સંપર્ક સાધવામાં આવ્યો હતો, અને માતા ઉષાબેન ગોપાલભાઈ પીઠડિયા ની ફરિયાદ નાં આધારે અપહરણ અંગેનો ગુનો દાખલ કરાવ્યો હતો.
બીજી તરફ આજે સવારે હાર્દિક નો અર્ધ સળગેલી હાલત મા મૃતદેહ સુવરડા અને બે ભાઈ ડુંગર વિસ્તાર માથી મળી આવ્યો હતો. આથી પોલીસ પણ સ્તબ્ધ બની ગઈ હતી.અને તપાસ ને વેગ આપ્યો હતો.પોલીસ તપાસ મા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અને આકર્ષણ નાં કારણે તેના જ બે મિત્રો સુભમ નિલેશભાઈ પરમાર (24) અને ખુશાલ મનીષભાઈ બારડ (22) એ પ્રથમ અપહરણ કર્યું હતું.અને તેની ગળા ટુંપો આપી હત્યા નિપજાવી હતી.
ઉપરાંત તેને કોઈ પ્રવાહી વાળું ઇન્જેક્શન આપી તેના મૃતદેહ ને પેટ્રોલ છાંટી સળગાવ્યો હતો.
આ સમગ્ર પ્રકરણ નો ભેદ ઉકેલવામાં પોલીસ ને સફળતા મળી છે. અને બંને આરોપીઓ ની ધરપકડ કરી લેવામાં આવી છે.
આ મામલાની પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી હતી, અને મોહન નગર આવાસના બિલ્ડીંગના સીસીટીવી કેમેરા ચેક કરતાં ત્યાંથી જ એક બાઈકમાં બાળકનું અપહરણ કરી લેવાયું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.આથી પોલીસે તે દિશા મા તપાસ નો ધમધમાટ શરૂૂ કરી બાઈક ઉપર હાર્દિક ને સાથે લઈ જનાર બંને ની પોલીસે ઓળખ મેળવી તેની શોધી કાઢ્યા હતા.અને બંને ને ઝડપી લેવાયા પછી પુછપરછમાં સમગ્ર બનાવ નો ભાંડો ફૂટી જવા પામ્યો હતો.મૃતક હાર્દિક સાથે તેના બંને મિત્રો આકર્ષણ ધરાવતા હતા અને સૃષ્ટિ વિરૂૂદ્ધ નું કૃત્ય કરતા હોવાનું પણ અનુમાન લગાવાયું છે. ગઇકાલે પણ આ માટે જ હાર્દિક ને પોતાના બાઈક મા ઉપાડી ગયા હતા.જયાં આનાકાની થતા બંને મિત્રો એ જ હાર્દિક ને કોઈ ઈન્જેકશન આપ્યા પછી ગળાટુંપો આપી હત્યા નિપજાવી, પુરાવા નો નાશ કરવા માટે મૃતદેહ ને પેટ્રોલ છાંટી ને સળગાવી નાખ્યો હતો.
આખરે પોલીસે સમગ્ર બનાવ ઉપર થી પડદો ઊંચકી નાખી બંને આરોપીઓ ની ધરપકડ કરી છે.
-
Sports2 weeks ago
કોહલી-રોહિત નહીં આ ખેલાડી છે ઓસ્ટ્રેલિયન ટીમ માટે ખતરનાક, કાંગારુ કેપ્ટને કર્યો ખુલાસો
-
LIFESTYLE1 month ago
દિવાળી પહેલા JIO નો મોટો ધમાકો: ઓછી કિંમત ને વધારે ફિચર્સ સાથે 4G મોબાઇલ કર્યો લૉન્ચ, જુઓ કેવા છે ફીચર્સ
-
પોરબંદર1 month ago
પોરબંદર પંથકના ખેડૂત નાં રૂા. 50 હજાર સેરવી લેનાર ત્રણ ઝડપાયા
-
પોરબંદર1 month ago
સગર સમાજની ભગીરથ જનકલ્યાણ યાત્રાનું ભાણવડ ખાતે આગમન
-
પોરબંદર1 month ago
આરોગ્યની જાળવણી માટે ખેડૂતોએ મિલેટ્સ ધાન્યોનું વાવેતર વધારવું જોઇએ: પર્યાવરણ મંત્રી
-
પોરબંદર2 months ago
ગાંધવી સમુદ્ર કિનારે તથા ભાણવડ પાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ
-
સુરેન્દ્રનગર1 month ago
સુરેન્દ્રનગરમાં રેલવે પાટા ઉપર કુદરતી હાજતે બેઠેલા વૃદ્ધને નીંદર ચડી જતા ટ્રેન અડફેટે ચડ્યા
-
પોરબંદર1 month ago
પોરબંદરની સ્વામિનારાયણ નર્સિંગ કોલેજના વોર્ડનના બીભત્સ શબ્દાના ઉચ્ચારથી ચકચાર