ગુજરાત
દિવાળી પહેલાં ફિક્સ પેના કર્મચારીઓ માટે ગુડ ન્યુઝ: ગુજરાત સરકારે પગારમાં 30% વધારો કર્યો, કર્મચારીઓને મળશે આટલો પગાર

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના ફિક્સ પગારના તમામ કર્મચારીઓના હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિવાળી પહેલા સરકાર ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં 30 ટકાના વધારાની જાહેરાત કરી શકે છે. આપને જણાવી દઈએ કે, લાંબા સમયથી પગાર વધારો આપવાનો બાકી હતો .પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યના ફિક્સ-પગાર આધારિત 61,560 કર્મચારીઓના પ્રવર્તમાન વેતનમાં 30 % જેટલો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેની અમલવારી તા.1 લી ઓક્ટોબર 2023ની અસરથી કરવામાં આવશે.
વધુમાં તેમણે ઉમેર્યુ કે, ગુજરાતના વિકાસમાં રાજ્યના કર્મચારીઓનો ખુબ જ મહત્વનો ફાળો રહ્યો છે. દરેક સરકારી યોજનાઓના અમલીકરણ તથા તેના પર યોગ્ય દેખરેખ થકી છેવાડાના માનવી સુધી યોજનાકીય લાભ પહોંચાડવામાં કર્મચારીઓએ હંમેશા ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. ત્યારે દિવાળી પૂર્વે લેવામાં આવેલા આ નિર્ણય રાજ્યના પ્રત્યેક ફિક્સ પગારના કર્મચારીઓ તથા તેમના પરિવારજનો માટે ખુશીની લહેર લાવશે તેવો વિશ્વાસ મંત્રીએ વ્યક્ત કર્યો હતો.
આ નિર્ણયથી વર્ગ-3ના 4400 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 38,090 થી વધીને રૂ. 49,600 થશે. ઉપરાંત વર્ગ-3 ના 4200 અને 2800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 31,340 થી વધીને રૂ. 40,800 થશે. વર્ગ-3 ના 2400, 2000, 1900 અને 1800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 19,950 થી વધીને રૂ. 26,000 થશે. જ્યારે વર્ગ-4 ના 1650,1400 અને 1300 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 16,224 થી વધીને રૂ. 21,100 થશે.
GIR SOMNATH
સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના ત્રિવેણી સંગમ સમા પ્રથમ જ્યોતિર્લિંગ એવા દેવાધિદેવ મહાદેવના ચરણોમાં શીશ ઝૂકાવી ધન્યતા અનુભવી હતી. મહાદેવના દર્શન કરી ગૃહમંત્રીએ સોમેશ્વર મહાપૂજા, ધ્વજાપૂજા અને પાઘપૂજા કરી હતી. તેમણે દેવાધિદેવના ચરણોમાં લોકસુખાકારી તેમજ જનકલ્યાણ માટેની પ્રાર્થના પણ કરી હતી.
સોમનાથ મંદિરના પંડિતો અને ઋષિકુમારોએ શ્ર્લોકોચ્ચાર વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રીને તેમના પત્ની સાથે સોમનાથ મહાદેવની પૂજા-અર્ચના કરાવી હતી. ગૃહમંત્રીએ મહાદેવ સમક્ષ ગંગાજળનો જળાભિષેક કરવા સાથે ધ્વજા આરોહણ કરાવ્યું હતું. આ અવસરે કેન્દ્રીય ગૃહમંત્રીને દર માસની માસિક શિવરાત્રિએ હોમાત્મક લઘુરૂૂદ્ર યજ્ઞનો સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યો હતો.
કેન્દ્રીય ગૃહમંત્રીની સોમનાથ મુલાકાત દરમિયાન સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈ, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયા, જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે, પ્રાંત અધિકારી કે.વી.બાટી, અગ્રણી મહેન્દ્રભાઈ પીઠિયા, દિલિપ બારડ સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
ક્રાઇમ
રાજકોટમાં વ્યાજખોરોએ હદ વટાવી..ઉઘરાણી ન મળતા 14 વર્ષીય બાળકી પર બે-બે વાર દુષ્કર્મ આચર્યુ

રાજ્યમાં દિવસે એન દિવસે વ્યાજખોરોનો ત્રાસ વધતો જાય છે. ત્યારે ફરી એકવાર વ્યાજખોરો દ્વારા ત્રાસની ઘટના પ્રકાશમાં આવી છે, રાજકોટમાં પૈસા પડાવવાની સાથે વ્યાજખોરોએ દુષ્કર્મની પણ ઘટનાને અંજામ આપ્યો છે. રાજકોટમાં વ્યાજખોરોએ 14 વર્ષની બાળકી પર એક નહીં પરંતુ બે વખત દુષ્કર્મની આચર્યું હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. આ ફરિયાદને ધ્યાનમાં લઈને ક્રાઈમ બ્રાન્ચે પાંચ લોકો સામે ફરિયાદ નોંધી છે, જેમાંથી ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા પણ આ વ્યાજખોરોએ 17 વર્ષની બાળકીની છેડતી કરી હતી અને પરિવારના સભ્યોનું પણ અપહરણ કર્યું હતું.
મળતી વિગતો મુજબ, રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં 14 વર્ષની બાળકી પર વ્યાજખોરોએ બે વખત દુષ્કર્મની આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. ક્રાઈમ બ્રાન્ચે આ મામલે ત્રણ લોકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટના કઈક આવી છે કે રાજકોટમાં વ્યાજખોરોએ એક પરિવાર પાસેથી એક લાખ રૂપિયા પડાવ્યા હતાં, આ પરિવારના ચાર સભ્યોનું વ્યાજખોરોએ દ્વારા અપહરણ કરવામાં આવ્યું અને બાદમાં 14 વર્ષની બાળકી પર બે વખત બળાત્કાર ગુજારવામાં આવ્યો. આ વ્યાજખોરોએ ખોટી રીતે એક લાખ રૂપિયાની માંગણી કરી હતી અને આ ઘટનામાં પોલીસ ફરિયાદ કરવા છતાં વ્યાજખોરોએ 14 વર્ષની બાળકી પર તેના પરિવારની સામે જ બે વખત દુષ્કર્મની આચર્યું હતું.
આ સમગ્ર ઘટના બાદ પોલીસે આરોપી હકુભા ઘીયા, તેની પત્ની ખાતુબેન, પુત્ર એઝાદ, પુત્રવધૂ સોનીબેન એઝાદ ખીયાણી અને અન્ય એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધી હતી. આઈપીસીની કલમ 376(2) અને (3), 363, 365, 504, 506, 323, 114, પોક્સો એક્ટની કલમ-6, એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ત્રણની ધરપકડ કરી છે.
ક્રાઇમ
શહેરમાં વધુ એક ક્લબ ઝડપાઈ, વિજય પ્લોટમાં ઘોડીપાસાના પાટલા ઉપર દરોડો

શહેરમાં અગાઉ લીમડાચોક પાસે, અમીન માર્ગ અને કુબલિયા પરામાં પોલીેસે જુગારની રેઈડ પાડી જુગારીઓને પકડી લીધા હતા. ત્યારે પોલીસે વધુ એક રેઈડ કરી છે. જેમાં ગોંડલ રોડ પર આવેલા વિજય પ્લોટમાં ચાલી રહેલા જુગાર પર પોલીસે દરોડો પાડી સાત શખ્સોને ઝડપી લીધા હતા તેઓ પાસેથી રૂૂપિયા 23 હજારની રોકડ જપ્ત કરવામાં આવી હતી.
વધુ વિગતો મુજબ,શહેર ડીસીબી ઝોન-2 સુધીર દેસાઈની એલસીબીની ટીમના પીએસઆઈ આર.એચ.ઝાલા અને ધર્મરાજસિંહ ઝાલા નાઓને ખાનગી રાહે બાતમીના આધારે ગોંડલ રોડ વિજય પ્લોટ શેરી નં.15 ના ખુણેથી જાહેરમાં દરોડો પાડી ધોડીપાસા વતી પૈસાની હારજીતનો જુગાર રમતા મુસ્તાક હુશેનભાઇ સમા(રહે.સાગર રેસીડેન્સી જાલોરી હોલ વાળી ગલી જગાવારા ચોરા જેતપુર),ઇન્દુભાઇ લક્ષ્મણભાઈ મેવાડા(રહે. ગુંદાવાડી શેરી નં.8/12 નો ખુણો ભારત ડેરીની પાછળ રાજકોટ),અજય મનોજભાઈ સોલંકી(રહે. લોહાનગર મ. પરા ગોંડલ રોડ),ભાવેશ વિનોદભાઈ મકવાણા (રહે. લોહાનગર મ પરા રામાપીરના મંદિર પાસે રાજકોટ),હિરેન રસીકભાઇ આડેસરા(રહે. કોઠારીયા રોડ વિવેકાનંદ નગર શેરી નં.14),જાહિદ અબ્દુલભાઈ મીનીવાડીયા (2હે. લેઉવા પટેલ સોસાયટી શેરી નં.2/4 નો ખુણો કોઠારીયા રોડ) અને અશ્વીન મગનભાઇ મકવાણા (રહે. ભુતખાના ચોક વિજય પ્લોટ શેરી નં.25 ગોંડલ રોડ)ને પકડી લીધા હતા. આરોપીઓ પાસેથી રૂૂ.23,160 ની રોકડ જપ્ત કરી હતી.પકડાયેલા તમામની પૂછપરછ કરતા તેઓ બધા મિત્રો સાથે તેઓ ભેગા થયા અને બાદમાં જુગાર રમવાનો પ્લાન બનાવી જુગાર રમવા બેસી ગયા હતા.ઉલ્લેખનીય છે કે,ચારેક દિવસ પૂર્વે રાજકોટના લીમડા ચોક પાસે એવરેસ્ટ બિલ્ડીંગના નવમાં માળે ઘોડીપાસાની કલબ પર એ ડીવીઝન પોલીસે દરોડો પાડી 20 શખ્સોને ઝડપી લીધા હતા.આ જુગારના દરોડામાં ઓફિસની ચાવી આપનાર પારસ ઠેબાને પકડવા તજવીજ ચાલી રહી છે.ત્યારે આ જુગારમાં પોલીસ દ્વારા પહેરો દેવામાં આવતો હોવાની પણ ચર્ચા થઈ રહી છે.
-
Sports2 weeks ago
કોહલી-રોહિત નહીં આ ખેલાડી છે ઓસ્ટ્રેલિયન ટીમ માટે ખતરનાક, કાંગારુ કેપ્ટને કર્યો ખુલાસો
-
LIFESTYLE1 month ago
દિવાળી પહેલા JIO નો મોટો ધમાકો: ઓછી કિંમત ને વધારે ફિચર્સ સાથે 4G મોબાઇલ કર્યો લૉન્ચ, જુઓ કેવા છે ફીચર્સ
-
પોરબંદર1 month ago
પોરબંદર પંથકના ખેડૂત નાં રૂા. 50 હજાર સેરવી લેનાર ત્રણ ઝડપાયા
-
પોરબંદર1 month ago
સગર સમાજની ભગીરથ જનકલ્યાણ યાત્રાનું ભાણવડ ખાતે આગમન
-
પોરબંદર1 month ago
આરોગ્યની જાળવણી માટે ખેડૂતોએ મિલેટ્સ ધાન્યોનું વાવેતર વધારવું જોઇએ: પર્યાવરણ મંત્રી
-
પોરબંદર2 months ago
ગાંધવી સમુદ્ર કિનારે તથા ભાણવડ પાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ
-
સુરેન્દ્રનગર1 month ago
સુરેન્દ્રનગરમાં રેલવે પાટા ઉપર કુદરતી હાજતે બેઠેલા વૃદ્ધને નીંદર ચડી જતા ટ્રેન અડફેટે ચડ્યા
-
પોરબંદર1 month ago
પોરબંદરની સ્વામિનારાયણ નર્સિંગ કોલેજના વોર્ડનના બીભત્સ શબ્દાના ઉચ્ચારથી ચકચાર