Connect with us

આંતરરાષ્ટ્રીય

‘ગુડ ફ્રેન્ડ્સ…#Melodi’,પીએમ મોદી સાથે સેલ્ફી શેર કરી ઈટાલીના પ્રધાનમંત્રી જોર્જિયા મેલોનીએ લખી આ વાત

Published

on

 

UAEમાં વર્લ્ડ ક્લાઈમેટ એક્શન સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સમિટમાં ભાગ લેવા માટે દુનિયાભરના ઘણા મોટા નેતાઓ દુબઈ પહોંચ્યા છે. ત્યારે આ દરમિયાન આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે ઈટલીના પીએમ જોર્જિયા મેલોનીની એક સેલ્ફી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ઇટલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ તેમના ભારતીય સમકક્ષ પીએમ નરેન્દ્ર મોદી સાથે એક સેલ્ફી શેર કરી છે. આ સેલ્ફી ઈટલીના પીએમએ COP28 Summit વખતે ક્લિક કરી હતી. બાદમાં PM મેલોનીએ આ સેલ્ફીને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી કહ્યું કે COP28માં સારા મિત્ર. #Melodi. જણાવી દઈએ કે આ સમયે PM મોલોનીએ હેશટેગ મેલોડીનો ઉપયોગ કર્યો છે. આ ફોટોમાં બન્ને સ્માઈલ કરતાં જોવા મળી રહ્યા છે.

આ સેલ્ફી પીએમ મેલોનીએ શેર કરતાની સાથે જ વાયરલ થઈ ગઈ હતી. આ અંગે મોટી સંખ્યામાં યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, સંયુક્ત આરબ અમીરાતના દુબઈમાં આયોજિત વર્લ્ડ ક્લાઈમેટ એક્શન સમિટ (COP28 સમિટ)ના અવસર પર ઈટાલીના પીએમ મેલોનીએ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી.


ભારત અને ઈટાલી વચ્ચે સહયોગી પ્રયાસોની આશા – PM મોદી

આ પહેલા પીએમ મોદીએ હેન્ડલ પર મેલોની સાથેની તસવીર શેર કરી હતી ટકાઉ અને સમૃદ્ધ ભવિષ્ય માટે ભારત અને ઇટાલી વચ્ચેના સહયોગી પ્રયાસોની રાહ જુઓ.PM મોદી COP28 સમિટમાં ભાગ લીધા બાદ વતન જવા રવાના થઈ ગયા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર રહ્યું કે દુબઈ તમારો ધન્યવાદ. સીઓપી28 સમિટ શાનદાર રહી. એક સારી પ્લેનેટ બનાવવા માટે મળીને કામ કરતા રહીશું. દિવસ દરમિયાન, પીએમ મોદીએ વર્લ્ડ ક્લાઈમેટ એક્શન સમિટના ઉદ્ઘાટન સત્ર, રાજ્ય અને સરકારના વડાઓનું ઉચ્ચ સ્તરીય સત્ર, COP28 ખાતે ‘ટ્રાન્સફોર્મિંગ ક્લાઈમેટ ફાઇનાન્સ’ પરના સત્ર અને લીડઆઈટી (ઉદ્યોગ પરિવર્તન માટે નેતૃત્વ)ના એક કાર્યક્રમને સંબોધિત કર્યું. .

 

આંતરરાષ્ટ્રીય

મોરેશિયસમાં શિવરાત્રિ પર્વ પહેલાં આગ: 6નાં મૃત્યુ

Published

on

By

ગઇકાલે મોરેશિયસમાં હિંદુ તહેવાર નિમિત્તે ધાર્મિક વિધિ દરમિયાન આગ ફાટી નીકળતાં છ તીર્થયાત્રીઓના મોત થયા હતા, પોલીસે જણાવ્યું હતું.પોલીસ કમિશનર અનિલકુમાર દિપે રાષ્ટ્રીય ટેલિવિઝન પર જણાવ્યું હતું કે, જ્યારે હિન્દુ દેવતાઓની મૂર્તિઓ દર્શાવતી લાકડાની અને વાંસની ગાડી ખુલ્લી ઇલેક્ટ્રિક વાયરના સંપર્કમાં આવતાં આગ લાગી ત્યારે આગ ફાટી નીકળી હતી.

અકસ્માતમાં છ લોકોના મોત થયા હતા અને સાત ઘાયલ થયા હતા, જેમાં એકની હાલત ગંભીર છે, તેમણે જણાવ્યું હતું. 8 માર્ચના રોજ શિવરાત્રિ ઉત્સવ પહેલા, યાત્રિકો ગ્રાન્ડ બેસિન તળાવની પગપાળા મુસાફરી કરી રહ્યા હતા, જે પૂર્વ આફ્રિકન ટાપુ રાષ્ટ્રના હિન્દુ સમુદાય દ્વારા પવિત્ર માનવામાં આવે છે. વિદેશમંત્રી એસ.જયશંકરે આ ઘટના બાબતે સોશિયલ મિડીયા પોસ્ટ દ્વારા દુ:ખ વ્યકત કર્યું છે.

Continue Reading

આંતરરાષ્ટ્રીય

દુબઇમાં યોજાઇ વિશ્ર્વની સો પ્રથમ જેટ સૂટ રેસ

Published

on

By

  • સુપરહીરો ફિલ્મ જેવા દ્દશ્યો સર્જાયા

દુબઈમાં વિશ્વની પ્રથમ જેટ સૂટ રેસ યોજાઈ હતી જેણે કોઈ સુપરહીરો ફિલ્મનાં દૃશ્યોની યાદ અપાવી દીધી હતી. ગ્રેવિટી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા દુબઈ સ્પોર્ટ્સ કાઉન્સિલના સહયોગથી આયોજિત આ સ્પર્ધામાં ભાગ લેનારાઓએ તેમના હાથ અને પીઠ પર જેટ એન્જિન લગાવ્યાં હતાં અને દુબઈ મરીનાની ગગનચુંબી ઇમારતોની સ્કાયલાઇન સામે અદ્ભુત પ્રદર્શન કર્યું હતું. આ સ્પર્ધા દુબઈ મરીના રનવે પર યોજાઈ હતી, જેનો ઉપયોગ સ્કાયડાઇવ દુબઈ કંપની કરે છે.
આ કંપની ક્રાઉન પ્રિન્સ હમદાન બિન મોહમ્મદ અલ મકતૂમ સાથે જોડાયેલી છે અને રોમાંચક અનુભવો માટે જાણીતી છે. પાઇલટે પહેરેલો જેટ સૂટ 1500 હોર્સપાવરની ક્ષમતા ધરાવે છે જે કોઈ લક્ઝરી સ્પોર્ટ્સકારની ક્ષમતા કરતાં વધારે છે. દરેક જેટ 128 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે. યુનાઇટેડ કિંગડમના પાઇલટ ઇસા કાલફોને ફિનિશ લાઇન પાર કરીને આ સ્પર્ધા જીતી હતી અને ગોલ્ડન જેટ ટર્બાઇન મેળવ્યું હતું.

Continue Reading

આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં ભારે વરસાદથી ખાનાખરાબી: 29નાં મૃત્યુ

Published

on

By

પાકિસ્તાનમાં છેલ્લા 48 કલાક દરમિયાન ભારે વરસાદને કારણે ઓછામાં ઓછા 29 લોકોના મોત થયા છે અને 50 લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ રવિવારે મીડિયાને આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે વરસાદને કારણે અનેક મકાનો પડી ગયા અને ભૂસ્ખલનથી રસ્તાઓ બંધ થઈ ગયા, ખાસ કરીને ઉત્તર પશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા (કેપી) પ્રાંતમાં ભારે વરસાદથી વધુ અસર થઇ છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે ગુરુવારે રાતથી ખૈબર પખ્તુનખ્વામાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 23 લોકોના મોત થયા છે, જ્યારે દક્ષિણ-પશ્ચિમ બલૂચિસ્તાન પ્રાંતમાં પૂરને કારણે પાંચ લોકોના મોત થયા છે. દક્ષિણ-પશ્ચિમ બલૂચિસ્તાન પ્રાંતના દરિયાકાંઠાના શહેર ગ્વાદરમાં પૂરમાં પાંચ લોકોના મોત થયા છે. અધિકારીઓએ લગભગ 10 હજાર લોકોને બોટ દ્વારા બહાર કાઢ્યા હતા.

Continue Reading

Trending