Site icon Gujarat Mirror

ગોંડલ યાર્ડ ધાણાથી ઉભરાયું : બે લાખ ગુણીની વિક્રમી આવક

 

સૌરાષ્ટ્ર ગુજરાતનું અગ્રીમ તથા ખેડૂતોનું આસ્થાનું કેન્દ્ર ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે ધાણાની મબલખ આવક નોંધાઈ હતી. અને હોળીના પર્વના બે દિવસ પહેલા ગોંડલ યાર્ડ ધાણા ની આવકથી ઉભરાયું હતું. યાર્ડના સત્તાધીશો દ્વારા ધાણા ની આવકની જાહેરાત કરતા યાર્ડ બહાર ગઈકાલ સવારથી જ અંદાજે 2500થી વધુ વાહનોની 9 થી 10 કી.મી. લાંબી લાઈનો લાગી જવા પામી હતી અને અંદાજે 2 લાખથી વધુ ગુણી ધાણાની આવક થવા પામી હતી.
માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા એ જણાવ્યું હતું કે ગોંડલ માર્કેટિંગ યાર્ડ એ ધાણાનું હબ ગણવામાં આવે છે. ત્યારે ગોંડકલ માર્કેટિંગ યાર્ડમાં આજે સિઝનની સૌથી મોટી અંદાજે 2 લાખથી પણ વધુ ગુણી ધાણા ની આવક થવા પામી છે. સમગ્ર સૌરાષ્ટ્રભર માંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ યાર્ડમાં આવે છે જેનું કારણ એ છે કે ભારત દેશની કોઈ એવી મસાલા કંપની નથી જે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખરીદીમાં ન આવતી હોય જેની સામે ખેડૂતોને ભાવ સારા મળતા હોય છે. હરરાજીમાં ખેડૂતોને ધાણા 20 કિલોના ભાવ રૂૂપિયા 900/- થી 2150/- સુધીના બોલાયા હતા.તેમજ ધાણી ના ભાવ રૂૂપિયા 1000/- થી 3000 સુધીના બોલાયા હતા. યાર્ડમાં ધાણાની મબલખ આવક થતા યાર્ડમાં જગ્યા ટૂંકી પડી હતી અને યાર્ડના વેપારીઓના દુકાન બહાર ધાણાની ગુણીઓ ઉતારવાની ફરજ પડી હતી. વિશ્વની ટોપ કંપનીઓ અહીં જ્યારે ધાણા ની ખરીદી કરવા આવે એ પણ ખેડૂતોને સારા ભાવ આપી ને જાય તે માટે ખાસ ખેડૂત મિત્રો ને અપીલ છે કે ધાણી સૂકવીને લઈને આવવી જેથી ખેડુતોએ મહા મેહનતે પકવેલ ધાણા નો સારો ભાવ મળે.

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમામ જણસીની સિઝન પ્રમાણે વિપુલ પ્રમાણમાં આવક થતી હોય છે. સમગ્ર સૌરાષ્ટ્ર માંથી જેમકે જામનગર, રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢ, મોરબી, ભાવનગર, અમરેલી સહિતના જિલ્લાઓ માંથી ખેડૂતો ધાણા વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવે છે. યાર્ડના સત્તાધીશો દ્વારા ધાણા ની આવકને લઈને અન્ય કોઈ જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી ધાણા ની આવક સદંતર બંધ કરવામાં આવી છે.

Exit mobile version