Site icon Gujarat Mirror

ગોંડલમાં હડકાયા શ્ર્વાનોનો આતંક : 22થી વધુ લોકોને બચકાં ભરી લીધા

શ્ર્વાનના ખસીકરણ માટે નગરપાલિક ઘોર નિંદ્રામાં

ગોંડલ માં છેલ્લા બે ત્રણ મહીનાથી શહેર નાં જુદા જુદા વિસ્તારોમાં બાળકોથી લઇ ને મહીલાઓ અને વૃધ્ધોને હડકાયા શ્વાનોએ બચકા ભરી લોહીલુહાણ કરી મુકતા લોકોમાં ભયનો માહોલ છવાયોછે.આજે નાનીબજાર, ભગવતપરા,કોર્ટ વિસ્તાર માં 22 જેટલા લોકોને બચકાભરી ઇજાગ્રસ્ત કરતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા.નગરપાલિકા તંત્ર ની હાલત પબંધેહાથથ હોય લોકો રામભરોસે મુકાયા છે.

ગોંડલ માં છેલ્લા બે ત્રણ મહીનાથી વિવિધ લતાવિસ્તારોમાં શ્ર્વાન ટોળકી નાં તરખાટ નો અંદાજે એક હજાર થી વધુ લોકો ભોગ બન્યાછે. અને હડકાયા શ્વાન નો શિકાર સો થી વધુ લોકો બન્યાછે.બાઇક કે સ્કુટર ચાલકો પાછળ શ્ર્વાન દોટ મુકી બચકા ભરવાની ઘટનાઓ રોજીંદી બનીછે.કેટલાક વિસ્તારોમાં શ્ર્વાન નાં ડર થી જવાનું ટાળી રહ્યા છે.એનિમલ એક્ટને લીધે તંત્ર લાચારી અનુભવી રહ્યુ છે.તો બીજી બાજુ પ્રજા નો ખો બોલી રહ્યોછે.સિવિલ હોસ્પિટલ માં શિવમ સાર્વજનિક ટ્રસ્ટ ની ટીમ શ્ર્વાન નાં આતંક નો ભોગ બનેલા લોકો ની સારવાર માટે દોડાદોડી કરી રહીછે.

શિવમ સાર્વજનિક ટ્રસ્ટ નાં પ્રમુખ દિનેશભાઈ માધડે જણાવ્યુ કે સિવિલ હોસ્પિટલ માં ડોગબાઇટ ની માત્ર 17 જેટલી વેકશીન પડીછે.જો હડકાયા શ્ર્વાન નો આતંક ચાલુ રહ્યો તો વધારે વેકશીન ની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવી પડશે.

શ્ર્વાન કરડવાનાં બનાવો રોજીંદા બની રહ્યાછે. ત્યારે નગરપાલિકાનાં ચિફ ઓફિસર અશ્ર્વીનભાઇ વ્યાસે જણાવ્યું કે પાલીકા તંત્ર દ્વારા શ્ર્વાન ને પકડી ખસીકરણ માટે જાળી (નેટ)નો ઓર્ડર આપી દેવાયોછે.આ ઉપરાંત સરકારી ગાઇડલાઇન મુજબ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઇ છે.જે મંજુર થયે સરકારી ગાઇડલાઇન મુજબ ખસીકરણ ની કાર્યવાહી હાથ ધરાશે.

Exit mobile version