Site icon Gujarat Mirror

ગોંડલના વેપારીનો ટ્રેન હેઠળ ઝંપવાલી આપઘાત

ગોંડલ માં બુટીક શોપ ચલાવતા યુવાન વેપારીએ કોઇ અગમ્ય કારણોસર ટ્રેન નીચે પડતુ મુકયુ હોય તેમને ગંભીર ઇજાઓ થતા વેપારીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાતા રસ્તામાં જ દમ તોડી તોડી દિધો હતો. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગત મુજબ ગોંડલનાં ગુણાતીત નગરમાં રહેતા અને નાનીબજાર ડેરા શેરીનાં નાકે બુટીક શોપ ચલાવતા રવિભાઈ રાજેશભાઈ જીવરાજાની (ઉ.33) ગત રાતે શ્રી હોટલની પાછળ આવેલા રેલ્વે ટ્રેક પર રાત્રે સાડા આઠ કલાકે વેરાવળથી રાજકોટ જઇ રહેલી ટ્રેન હેઠળ પડતુ મુકયુ હતુ.

બનાવ અંગે 108 ઇમરજન્સીને જાણ કરાતા દોડી ગયેલી એમ્બ્યુલન્સે તુરંત ઇજાગ્રસ્ત રવિભાઈને ગોંડલ સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા. ત્યાંથી ખાનગી હોસ્પિટલ ખસેડાયા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.પરંતુ રાજકોટ પંહોચે તે પહેલા જ રવિભાઈ એ દમ તોડી દીધો હતો.મૃતક રવિભાઈ બે ભાઇઓ નાં સંયુક્ત પરિવાર માં રહેતા હતા. લગ્ન થયે પાંચ વર્ષ થયા હતા.બનાવ અંગે રેલ્વે પોલીસ નાં સંજયભાઈ વાળાએ તપાસ હાથ ધરીછે.

Exit mobile version