તાપસી પન્નુનો નવો અવતાર મહિલા ક્રિકેટરના રોલમાં…

૩જી ડિસેમ્બરના મિતાલીએ પોતાનો જન્મદિવસ મનાવ્યો હતો.આ જ પ્રસંગે તાપસીએ પોતાની આગામી ફિલ્મની ઘોષણા કરી હતી. જેમાં તાપસી મહિલા ક્રિકેટર મિતાલી રાજના રોલમાં જોવા મળશે.તાપસી પન્નુએ પોતાની અભિનય ક્ષમતાથી બોલીવૂડમાં સ્થાન જમાવી દીધું છે. ટોચના નિર્માતા-દિગ્દર્શકો તેને સાઇન કરી રહ્યા છે. અભિનેત્રીએ બર્થડે ગર્લ મિતાલી સાથે સોશિયલમીડિયાના એકાઉન્ટસ પર તસવીરો શર કરી છે. આ સાથે તેણે ટાંક્યું છે કે, આગામી ફિલ્મ ‘શાબાશ મિતુ’માં તે મિતાલીનો રોલ ભજવશે.આ ઉપરાંત તાપસીએ મિતાલીને હેપ્પી બર્થ ડે કેપ્ટન મિતાલી રાજ ટ્વિટ કર્યું છે. તેણે વધુમાં ટ્વિટ કર્યુ કે મિતાલી તારાથી અમને ગર્વ છે. રૂપેરી પડદે તારું પાત્ર ભજવવા માટે મને પસંદ કરવામાં આવી છે, તે મારા માટે ગર્વની વાત છે.તાપસીએ બર્થડે ગિફ્ટમાં એક વચન આપ્યું કે તારા પાત્રમાં મને જોઇને પ્રાઉડ ફીલ કરીશ. હું ‘કવર ડ્રાઇવ’ શીખવા તૈયાર છું.

રિલેટેડ ન્યૂઝ