સીરિયલ ‘નાગિન 4’માં જોવા મળશે આ અભિનેત્રી

ટીવી ક્વીન એકતા કપૂરના ઘણા શો સફળ રહ્યા છે ત્યારે ફરીવખત સૌથી સફળ ટીવી શો નાગિન એ તમામ દર્શકોની પસંદીદા સીરિયલ છે. એકતા કપૂરની સીરિયલ નાગિન 4 ટીવીની સૌથી ગ્લેમરસ અભિનેત્રી નિયા શર્મા ‘નાગિન’નો રોલ ભજવશે. આ સીરિયલની પહેલી અને બીજી સિઝનમાં મૌની રોય ‘નાગિન’ ની ભૂમિકામાં જોવા મળી હતી તેમજ ત્રીજી સિઝનમાં સુરભી જ્યોતિ નાગિનની ભૂમિકામાં જોવા મળી હતી. ત્યારે નાગિન 4 નું ટીઝર પહેલેથી જ બહાર આવ્યું છે અને ટીઝર લોકોને પણ ખૂબ ગમ્યું છે. સાથે જ એકતા કપૂરની ટ્ટવીટને નિયા શર્માએ રિ ટ્વીટ કરતા બોલી થેક્યૂ.. આ ટ્વીટ જોઈને હવે સ્પષ્ટ થઈ ગયું છે કે નિયા શર્મા એકતા કપૂરની આગામી નાગિન હશે. અભિનેત્રી દિવાળી પછી નાગિન 4 નું શૂટિંગ શરૂ કરવા જઇ રહી છે .લોકોને ત્રણેય સિઝન પસંદ પડી હતી ત્યારે આ સિઝન લોકો ને પસંદ પડશે કે શું ?

રિલેટેડ ન્યૂઝ