દિગ્ગજ મલયાલમ ફિલ્મી હસ્તી પી.બાલાચન્દ્રનનું નિધન

દિગ્ગજ મલયાલમ એક્ટર-રાઈટર પી બાલાચંદ્રનનું સોમવાર, 5 એપ્રિલના રોજ 69 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. બાલચંદ્રને કેરળ સ્થિત પોતાના ઘરમાં અંતિમ શ્વાસ લીધા હતા. રિપોર્ટ પ્રમાણે, તેઓ છેલ્લાં 8 મહિનાથી પથારીમાં હતાં. તેઓ મેનિન્જાઇટિસ (મગજ સંબંધીત બીમારી)ની સારવાર કરાવતા હતા. તેમના નિધન બાદ પત્ની શ્રીલતા તથા બે બાળકો શ્રીકાંત તથા પાર્વતી ઘેરા શોકમાં છે. મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને આઘાત લાગ્યો છે. પદ્મનાભન બાલાચંદ્રન નાયરનો જન્મ 2 ફેબ્રુઆરી, 1952માં કેરળના કોલ્લમ જિલ્લાના સસ્તમકોટ્ટા ગામમાં રહેતા સરસ્વતી તથા પદ્મનાભન પિલ્લાઈના ઘરે થયો હતો. બાલાચંદ્રને સાહિત્ય તથા સિનેમામાં આપેલા તેમના યોગદાન માટે યાદ કરવામાં આવશે. સ્કૂલ ઓફ ડ્રામાના પૂર્વ વિદ્યાર્થી બાલાચંદ્રન મહાત્મા ગાંધી યુનિવર્સિટીમાં સ્કૂલ ઓફ લેટરના ટીચર હતા. તેઓ પોતાના થિયેટરનાકામ માટે પણ જાણીતા હતા. નાટક ’પાવન ઉસ્માન’ માટે બાલાચંદ્રને 1989માં કેરળ વ્યસાયિક નાટક તથા કેરળ સાહિત્ય અકાદમી પુરસ્કાર જીત્યો હતો. છેલ્લે તેઓ સુપરસ્ટાર મામૂટીની સાથે ’વન’માં જોવા મળ્યા
હતા.
બાલાચંદ્રને એક્ટિંગ કરિયરની શરૂઆત રિચર્ડ એટનબરોની ઐતિહાસિક ફિલ્મ ’ગાંધી’થી કરી હતી. 1982માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં બાલાચંદ્રને સાઈડ રોલ પ્લે કર્યો હતો. ત્યારબાદ તેમણે ’સાયલન્સ’,
’થેંક્યૂ’, ’ત્રિવેન્દ્રમ લોજ’ જેવી અનેક ફિલ્મ કરી હતી. એક્ટર ઉપરાંત તેઓ સ્ક્રિપ્ટ રાઈટર પણ હતા. તેમણે ’કલ્લૂ કોંડોરુ પેનુ’, ’અંકલ બન’, ’પોલીસ’ સહિત અનેક હિટ ફિલ્મની સ્ક્રિપ્ટ લખી હતી. 2012માં રિલીઝ થયેલી ફિલ્મ ’ઈવાન મેઘારુપન’થી ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ જાણીતા કવિ પી. કુણ્હિરમન નાયરના જીવન પર આધારિત હતી.

રિલેટેડ ન્યૂઝ