‘તારક મહેતા કા ઊલટા ચશ્મા’ ફૅમ કલાકારની કારને અકસ્માત

ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં કામ કરીને લોકપ્રિય થનાર ટીવી એક્ટર પ્રશાંત બજાજની કારનો હાલમાં જ અકસ્માત થયો હતો. આ એક્સિડન્ટમાં પ્રશાંતને સામાન્ય ઈજા થઈ હતી.
પ્રશાંત બજાજનો મુંબઈના એમટીએનએલ જંક્શન પાસે અકસ્માત થયો હતો. એક્ટરની કારને રિક્ષાએ જોરદાર ટક્કર મારી હતી. દુર્ઘટનામાં કારનો આગળ ભાગ ક્ષતિગ્રસ્ત થયો છે. એક્ટરે કહ્યું હતું કે તેને કારને ટક્કર મારનાર રિક્ષા ડ્રાઇવર સલામત છે અને ઠીક છે.
વધુમાં એક્ટરે કહ્યું હતું, ’ભગવાનનો લાખ લાખ આભાર. શરૂઆતમાં આ અકસ્માત ઘણો જ ગંભીર લાગતો હતો. મને એક સેક્ધડ માટે એવું લાગ્યું કે મેં મારો પગ



ગુમાવી દીધો છે. હું એકદમ સૂનમૂન થઈ ગયો હતો. મને કંઈ જ ભાન ના હોય તેમ લાગતું હતું. જોકે, થોડીક્ષણો બાદ બધા ભેગા થઈ ગયા હતા અને પછી હું સલામત રીતે ઘરે પહોંચી ગયો હતો. મેં રિક્ષા ડ્રાઇવર વિરુદ્ધ
પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસ આ કેસની તપાસ કરશે. હું મારા ચાહકોનો આભારી છું.’ પ્રશાંત બજાજ ‘તારક મહેતા..’ના ત્રણ એપિસોડમાં જોવા મળ્યો હતો. એક એપિસોડમાં તેણે ટિકિટ બોયનો રોલ પ્લે કર્યો હતો અને બીજા બે એપિસોડમાં તે ફ્રેન્ડના રોલમાં હતો.





રિલેટેડ ન્યૂઝ