Connect with us

વિશેષ અંક

ઘરમાં જ શાકભાજીની ખેતીથી પરિવારને આપો સ્વાસ્થ્ય સુરક્ષા

Published

on

‘2013ની આ વાત છે. એક ફ્રેન્ડના 20 વર્ષની ઉંમરના દીકરાને કેન્સર થયું ત્યારે દિલ હલી ગયું. મારા ઘરમાં બ્યાંસી વર્ષના સાસુમા એકદમ સ્વસ્થ હતા જ્યારે નાની ઉંમરના આ દીકરાને કેન્સર કેમ એ પ્રશ્ન ઉઠ્યો? રાતભર ઊંઘ ન આવી અને મન બેચેન બન્યું.અનેક નિષ્ણાતો સાથે ચર્ચા થયા બાદ નિષ્કર્ષ નીકળ્યો કે જે સાચી અને સારી વસ્તુ મારા સાસુમાએ ખાધી હતી તે અત્યારના બાળકો ખાઈ રહ્યા નથી એટલું જ નહીં તે જે ખાઈ રહ્યા છે તે પેસ્ટિસાઈડયુક્ત અને વિષયુક્ત છે.જે તેઓને અનેક રોગો તરફ દોરી રહ્યા છે ત્યારે જ વિચાર કર્યો કે આ ખાનપાનથી મુક્તિ કેવી રીતે મેળવી શકાય? યુરિયાયુક્ત ભોજન આપણે પેટમાં પધરાવીએ તેના કરતાં આપણા જ ઘરમાં શાકભાજી ફળો શા માટે ન વાવીએ? વધારે માત્રામાં કદાચ ન ઉગાડી શકીએ પણ દરેક વ્યક્તિ પોતાના પરિવાર પૂરતું પોતાના ઘરે શાકભાજી ઉગાડવાનું શરૂૂ કરે તો આપણાં સ્વાસ્થ્યને નુકસાન થતું જરૂૂર બચાવી શકાય’ આ શબ્દો છે ભારતીય માહિતી સેવામાં જોઈન્ટ ડાયરેક્ટર ન્યૂઝ, ઓલ ઇન્ડિયા રેડિયોમાં ફરજ બજાવતા સરસ્વતી કુવાલેકરના.
પોતાની ફ્રેન્ડના દીકરાને કેન્સર થયાની ઘટના બાદ તેઓએ શાકભાજી ઘરે કઈ રીતે વાવી શકાય તે શીખવા અનેક પ્રયત્નો કર્યા.રાજેન્દ્ર ભટ્ટ પાસેથી તેઓ ઓર્ગેનિક ખેતી કરતા શીખ્યા. આ પદ્ધતિમાં નાના મોટા ફેરફાર કરીને પોતાની આગવી અને સરળ ઓન ગ્રોન ટેક્નિક વિકસાવી. શહેર હોય કે ગામ હોય ફ્લેટમાં રહેતા હોય કે મકાનમાં રહેતા હોય કોઈપણ વ્યક્તિ 12 ઇંચના કુંડામાં શાકભાજીની ખેતી જરૂૂર કરી શકે છે.દરેકના ઘરમાં કુંડાની જગ્યા તો હોય જ,આ ઉપરાંત સોફ્ટ ડ્રિંકની બોટલમાં પણ તેઓએ શાકભાજી ઉગાડયા છે.ખૂબ જ સરળ પદ્ધતિ તેઓ સમજાવે છે, ‘ચીકણી માટી હોય તો થોડી રેતી અને ખાતર તરીકે ગાયનું છાણ,ગોબર મિક્સ કરો.કુંડામાં જે વાવવું હોય તેના બીજ નાખી દો.ફરી માટી નાખી નિયમિત પાણી અને સૂર્યપ્રકાશ આપો.આપણે નસીબદાર છીએ કે સોના જેવો સૂર્યપ્રકાશ આપણને મળે છે.આ સૂર્યપ્રકાશ જ છોડ વિકસવામાં મદદ કરે છે.’
ખેડૂત યુરિયા નાખે છે તેના કારણે છોડની પેશીઓ ઝડપથી વધે છે.યુરિયા પેટમાં જઈને પણ એ જ કામ કરે છે.શરીરમાં પેશીઓનું વધવું એ જ કેન્સર છે,તેથી જ નાની જગ્યામાં પણ તેઓ રીંગણાં,ટામેટાં, દૂધી મેથી,ફુદીનો,લીંબુ તેમજ અનેક ઔષધીય વનસ્પતિ તુલસી, ફુદીના,લેમન ગ્રાસ, એલોવેરા ઉગાડે છે. આ બાબત તેઓએ જણાવ્યું કે, ‘શહેર વિકસિત થયા છે તેથી લોકો ફરિયાદ કરે છે કે જગ્યા ન હોવાથી આપણે કંઈ વાવી શકીએ નહીં,પરંતુ આરએનડી પદ્ધતિ અને ઓન ગ્રોન પદ્ધતિથી કુંડામાં શાકભાજીની ખેતી કરી શકાય છે.
આવી ખેતીમાં જગ્યા ઓછી હોવાથી ધ્યાન ઓછું રાખવું પડે છે, મેન્ટેનન્સ ઓછું આવે છે જેથી શાકભાજીની આવક પણ ઓછી થાય છે પરંતુ તેનાથી આપણે પેસ્ટિસાઈડમુકત શાકભાજી ખાઈ શકીએ છીએ. પોતાની બંને દીકરીઓના અનુભવ ઉપરથી તેઓએ જણાવ્યું કે, ઘરે શાકભાજી વાવવાથી બાળકો પણ આ પ્રવૃત્તિમાં જોડાશે અને તેની પણ ક્રિએટિવિટી વધશે બીજ વાવ્યા પછી તેમાં કૂપળ ફૂટી કે નહિ? પાન આવ્યા કે નહિ? તેની લંબાઈ કેટલી થઈ એ બધા વિશે કુતુહલતા જાગશે જે જીવનમાં પણ ખૂબ ઉપયોગી થશે. નિવૃત્ત થયા બાદ તેઓ પોતાનો સમય ઓન ગ્રોનને આપશે.બંને દીકરીઓને પણ આમાં ખૂબ રસ છે.તેઓનું સ્વપ્ન છે કે દરેકે દરેકના ઘરમાં શાકભાજીની ખેતી થાય અને પેસ્ટિસાઈડનો ઉપયોગ સદંતર બંધ થાય.સરસ્વતીબહેનને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

વિશેષ અંક

કેમેરાની આંખે…ફોટોગ્રાફીની પાંખે મેળવી સફળતા

Published

on

“કોઈપણ લગ્ન પ્રસંગ હોય ત્યારે નવવધૂની લાગણી તેના ચહેરાના એક્સપ્રેશનમાં ઝલકતી હોય છે.આ હાવભાવ લગ્ન પહેલા પણ નહીં જોવા મળે અને પછી પણ નહીં જોવા મળે તો આ મોમેન્ટ કેપ્ચર થવી જોઈએ. વરમાળા પહેરાવતી વખતે વરરાજાના દોસ્તો અને ક્ધયાની બેનપણી દ્વારા જે હસી મજાક થાય છે ઉપરાંત હલ્દીના સમયે ફૂલો ઉડાડવામાં આવે છે તેમજ પીઠી લગાવવામાં આવે છે એ બધી જ ક્ષણો વ્યક્તિના જીવનમાં ખૂબ જ મહત્ત્વની હોય છે, તેથી તે દરેક કલાત્મક રીતે કેમેરામાં કંડારવી જરૂૂરી છે.” આ શબ્દો છે જામનગરના મહિલા વેડિંગ ફોટોગ્રાફી કરતા હીરલબા પરમારના.સામાન્ય રીતે ગળામાં કેમેરા લટકાવી પ્રસંગમાં આમથી તેમ દોડાદોડી કરી મહત્ત્વની ક્ષણોને કેમેરામાં કંડારવાની કામગીરી કોઈ યુવતી કરતી હોય તે સમાજ માટે આશ્ચર્યની બાબત છે પરંતુ આજના સમયમાં આ ફિલ્ડમાં પણ યુવતીઓ ખૂબ જ ગૌરવથી કામ કરી રહી છે.
હીરલબાનો જન્મ અને અભ્યાસ સુરત નજીક નાનકડા ગામમાં થયો.માતા નીતાબા ખરવાસિયા અને પિતા નરેન્દ્રસિંહ ખરવાસિયાએ ત્રણે સંતાનો પોતાની ઈચ્છા મુજબ કેરિયર બનાવી શકે તે માટે શિક્ષણ આપ્યું. મોટી દીકરી હીરલ બાએ બીસીએ કર્યું ત્યારબાદ ફોટોગ્રાફી અને વીડિયો એડિટિંગમાં રસ હોવાથી સુરતમાં ફોટોગ્રાફીનો નાનો કોર્સ કર્યો,આમ ફોટોગ્રાફીના શ્રીગણેશ કર્યા. શરૂૂઆતમાં બેબી શાવર, બર્થડે પાર્ટી,બોર્ન બેબી ફોટોગ્રાફી જેવા નાના નાના ઇવેન્ટ કર્યા. ધીમે ધીમે ફાવટ આવી જતા વેડિંગ ફોટોગ્રાફી શરૂૂ કરી.આ સમય દરમિયાન યુવરાજસિંહ પરમાર સાથે લગ્ન થતાં જામનગર આવ્યા.પોતાની ફોટોગ્રાફીની કેરિયરરૂપી જે છોડની માવજત માતા-પિતાએ કરી હતી તેને પતિ યુવરાજસિંહ પરમાર, સાસુ ભારતીબા પરમાર અને સસરા જસવંતસિંહ પરમારે પ્રોત્સાહન રૂપી જળથી સિંચન કરી વટવૃક્ષ બનાવ્યું.આ બાબતે હિરલબા જણાવે છે કે, ‘હું ખૂબ જ ભાગ્યશાળી છું કે આવા માતા-પિતા મળ્યા. પોતાના સંતાનને માતા-પિતા તો મદદ કરે જ પરંતુ પતિ તથા સાસુ,સસરાનો જે પ્રેમ અને સપોર્ટ મળ્યો છે તે મારા માટે મહત્ત્વનું છે તેમના સાથ અને સહકારનાં કારણે હું આજે સફળ છું.અચાનક કોલ આવે અને નીકળવું પડે અથવા રાત્રે આવતા મોડું થાય ત્યારે માતા-પિતાની જેમજ સાસુ સસરા કાળજી લે છે.આવું આજના સમયમાં બહુ ઓછું જોવા મળે.’
આજકાલ એન્ડ્રોઇડ અને આઈફોનના જમાનામાં ફોટોગ્રાફરની જરૂરિયાત વિશે હીરલબા જણાવે છે કે, ‘તમારી પાસે લાખ રૂૂપિયાનો આઇફોન કે કેમેરા હશે પરંતુ કેમેરા પાછળની વ્યક્તિને જો ટેક્નિક એંગલ કે લાઇટ્સનું નોલેજ નહિ હોય તો તમારી ફોટોગ્રાફી યોગ્ય થશે નહિ. ક્વોલિટીમાં માનતા લોકો પોતાના પ્રસંગમાં ફોટોગ્રાફરને જરૂૂર બોલાવે છે.એમાં પણ મહિલા ફોટોગ્રાફરને જોઈને લોકોની આંખોમાં આશ્ચર્ય સાથે આનંદ દેખાય ત્યારે ગમે.પ્રસંગમાં જાત જાતના લોકો મળે છે ત્યારે અનુભવી, આંખ વ્યક્તિને ઓળખી જાય છે. ઇવેન્ટમાં પાંચથી સાત લોકોની ટીમ છે દરેકનો સહયોગ પણ ખૂબ જ સુંદર રહ્યો છે.’ છેલ્લા સાત વર્ષથી આ ફિલ્ડ સાથે સંકળાયેલા હિરલબાના પરિવારમાં નાના મહેમાનનું આગમન થવાનું છે.ભવિષ્યમાં ન્યૂ બોર્ન બેબી માટે સ્ટુડિયો ખોલવાનું તેઓનું સ્વપ્ન છે. ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભકામનાઓ…

Continue Reading

વિશેષ અંક

કેન્સરને કેન્સલ કરવા કટીબદ્ધ છે આ મહિલા

Published

on

By

પોતે કેન્સરમાંથી બહાર આવી કેન્સર પેશન્ટને મદદ કરવા ઉપરાંત ગામડાંઓ ખુંદી કેન્સર જાગૃતિનો સંદેશ ફેલાવે છે ઇલાબેન વોરા

સંજીવની અને ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટયૂટ સાથે જોડાઈને કેન્સર પેશન્ટને મદદ કરવા 24×7 તૈયાર રહે છે ઇલાબેન વોરા

સામાન્ય અને સરસ રીતે જીવન ચાલતું હતું ત્યાં અચાનક 2008ની સાલમાં જનરલ ટેસ્ટ અને મેમોગ્રાફી કરાવતા સમયે બ્રેસ્ટ કેન્સર ડિટેક્ટ થયું. આ એ સમય હતો કે કેન્સર વિશે કોઈ જાણકારી નહોતી.કીમો થેરાપી વખતે પણ જે મૂંઝવણ થતી તેના યોગ્ય જવાબો ન મળતા માનસિક હાલત પણ ખરાબ હતી,આમ છતાં પરિવારનો સપોર્ટ, મજબૂત મનોબળ અને હકારાત્મક વલણથી થોડા સમયમાં કેન્સરને મ્હાત આપી. એ સમયે હોસ્પિટલમાં અન્ય પેશન્ટની મનોસ્થિતિ પણ ખરાબ જોવા મળી.ક્યાં જવું?શું કરવું ?કેવી રીતે કરવું? કંઈ ખ્યાલ ન હોવાથી લોકો ગભરાયેલા જોવા મળતા એ જ દિવસથી કેન્સર પેશન્ટ માટે કામ કરવાનો નિર્ધાર કર્યો. આ વાત છે ઇલાબેન વોરાની કે જેઓ પોતે બ્રેસ્ટ કેન્સરમાંથી બહાર આવી કેન્સર અવેરનેસ માટે 247 કાર્યરત રહે છે.

મૂળ રાણપુરના ઇલાબેનના લગ્ન ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા ઉદયભાઈ વોરા સાથે થયાં. ગીરમાં પોસ્ટિંગ થયું એ સમયે જાણે સેવાકીય પ્રવૃત્તિના બીજ રોપાયા. ગીરમાં વસતી સીદી બહેનોને લાકડાં કાપીને વેચતા રોકી અન્ય પ્રવૃત્તિ તરફ વાળી.કિશોરીઓને ભણાવતા, રાત્રિ વર્ગોમાં દીકરીઓને પણ મદદરૂૂપ બનતા. તેમના પતિનું જ્યારે ગાંધીનગરમાં પોસ્ટિંગ થયું ત્યારે પતિને આર્થિક રીતે મદદરૂૂપ થવા ઘરે ટ્યુશન કરતા ત્યારબાદ એલએલબી કરી વકીલાતનું ભણ્યા. પરિવારમાં કોઈ લોયર નહોતું પરંતુ 45 વર્ષની ઉંમરે આ નવા ફિલ્ડમાં પણ તેઓએ પ્રેક્ટિસ ચાલુ કરી દીધી.થોડા સમય બાદ કેન્સર ડિટેક્ટ થયું ત્યારે ખબર નહોતી કે આ સમય લાઇફ ચેન્જિંગ સાબિત થશે. કેન્સરગ્રસ્ત હાલતમાં પણ વકીલાત અને કેસો જોવાનું કામ ચાલુ જ હતું.

કેન્સરના દર્દીઓને મદદરૂૂપ થવા 2013માં સંજીવની લાઇફ બિયોન્ડ કેન્સર સંસ્થા સાથે જોડાયા. અમદાવાદમાં સેન્ટર શરૂૂ કર્યું. વકીલાતનો વ્યવસાય તો ચાલુ જ હતો પણ સમય જતાં અનુભવ થયો કે કેન્સર પેશન્ટને તેઓની વધુ જરૂૂર છે,જેથી ફુલ ટાઇમ કેન્સર પેશન્ટ માટે આપવા લાગ્યા. જીસીઆરઆઈ એટલે કે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટયૂટમાં કાઉન્સિલિંગ વગેરે શરૂૂ કર્યું. ગવર્મેન્ટ હોસ્પિટલમાં પણ તેઓ કાર્ય કરવા જતા હતા. હોસ્પિટલમાં દાખલ થાય ત્યારથી ઘરે જાય ત્યાં સુધી બધી જ કાળજી સંજીવની દ્વારા લેવામાં આવે છે.

કેન આહાર ન્યુટ્રિશન કિટ વગેરે તેર વસ્તુઓ ડાયેટિશિયનની સલાહ મુજબ આપવામાં આવે છે.સર્જરી પણ વિનામૂલ્યે કરાવી આપે છે. કેન્સરના છેલ્લા આંકડા મુજબ દર એક મિનિટે ત્રણ બહેનો કેન્સરનો ભોગ બને છે તેમજ એક બહેન મૃત્યુ પામે છે ત્યારે ઇલાબેનની ઈચ્છા એવી છે કે આ પ્રમાણ ઓછું થાય અને વધુમાં વધુ લોકો કેન્સર માટે જાગૃત બને.ઇલાબેનને ખૂબ ખુબ શુભેચ્છાઓ……

પરિવાર પણ કેન્સર પેશન્ટ માટે કાર્યરત
ઇલાબેનને બે દીકરીઓ છે.જેમાં મોટી દીકરી કિન્નરી વોરા યુ.એસ.એ.માં ફિઝિયોથેરાપીસ્ટ છે તેમજ ભરતનાટ્યમના શો કરે છે.સ્ટેજ શોની 30 થી 40 ટકા આવક ભારતમાં કેન્સર પેશન્ટ માટે વાપરે છે. નાની દીકરી જરૂૂલ વોરા એડવોકેટ છે અને કેન્સર પેશન્ટને સહાય કરવા માટે તેઓએ દિલ્હીથી બોમ્બે 1600 કિલોમીટરનો સાયકલ પ્રવાસ કર્યો હતો.તેમના પતિ ઉદયભાઈ વોરા જે રિટાયર ચીફ ક્ધઝરવેટર ઓફ ફોરેસ્ટ છે તેઓ પણ અવેરનેસ કેમ્પમાં સતત સાથ આપે છે. આમ સમગ્ર પરિવાર જાણે કેન્સર સારવાર અને જાગૃતિ માટે જ કામ કરે છે.

40 પછી અમુક ટેસ્ટ કરાવવા ફરજિયાત
મહિલાઓને સંદેશ આપતા ઇલાબેન એક વાત પર ખાસ ભાર આપે છે કે, 40 વર્ષ બાદ મેમોગ્રાફી એટલે સ્તન કેન્સરની તપાસ અને પેપટેસ્ટ કે જે ગર્ભાશયના મુખની તપાસ ફરજિયાત કરાવવી જોઈએ આ ઉપરાંત ગર્ભાશયના મુખનું કેન્સર અટકાવતી વેક્સિન જે 12 વર્ષની દીકરીઓને આપવામાં આવે છે તે પણ અપાવવી જોઈએ.

ઇમ્યુનિટી સ્ટ્રોંગ બનાવો
પોતે હેલ્થ માટે સજાગ હતા તેમજ યોગમાં રસ ધરાવતા હોવા છતાં કેન્સર આવ્યું. તેવો જણાવે છે કે ઇમ્યુનિટી સિસ્ટમ વીક હોય તો પણ કેન્સર આવી શકે છે જેથી કરીને ઇમ્યુનિટી સિસ્ટમ તરફ ધ્યાન આપો. જેમાં હકારાત્મક વલણ, ફૂડ એન્ડ ન્યુટ્રીશન્સ તેમજ બ્રિધિંગ ટેક્નિક મહત્ત્વનો ભાગ ભજવે છે.હંમેશા ખુશ રહો.કારણ વગર સ્ટ્રેસ ન લો.

કેન્સરથી આ રીતે બચી શકાય
કેન્સર ના થયું હોય ત્યાં સુધી તેની જાગૃતિ માટે પ્રયત્ન કરવા પરંતુ જો કેન્સર ડિટેક્ટ થાય તો ગભરાયા વગર કીમો સહિત યોગ્ય ટ્રીટમેન્ટ કરાવી ખૂબ જરૂૂરી છે. સકારાત્મક વલણ અને વીલ પાવર સ્ટ્રોંગ હોય તો કેન્સર કંઈ બગાડી શકતું નથી.કેન્સરમાંથી બહાર આવ્યા પછી પણ ફરીથી ન થાય તે માટે કાળજી લેવી જરૂૂરી છે.પોતે પણ કેન્સરમાંથી બહાર આવ્યા પછી કૈલાશ માનસરોવરની યાત્રા ચાલીને અને ખૂબ જ આત્મવિશ્વાસ સાથે પૂરી કરી હતી.

કેન્સર જાગૃતિ માટે સતત પ્રવૃત્ત રહે છે
કેન્સરમાં અર્લી ડાયગ્નોસિસ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે જેથી કેન્સર ન થાય તે માટે જાગૃતિ લાવવા તેઓ સ્કૂલ, કોલેજ, આંગણવાડી આશા વર્કર બહેનો માટે કેન્સર અવેરનેસ કેમ્પ કરે છે. તેઓ સમજાવે છે સમયસર ડાયગ્નોસિસ કેન્સરને ફેલાતા રોકે છે.સ્ક્રિનિંગ ટેસ્ટ પણ કરાવે છે અત્યાર સુધીમાં 400 જેટલા અવેરને કેમ્પ અને 100 જેટલા સ્ક્રીનિંગ કેમ્પ કર્યા છે.

Continue Reading

વિશેષ અંક

કડક છતાં સંવેદનશીલ ઓફિસર વિધિ ચૌધરી

Published

on

By

“5 વર્ષની નાની બાળકી પર રેપ થાય છે. છ જેટલી મેજર સર્જરી અને બીજી અનેક યાતનાઓ એ બાળા ભોગવે છે.સમાજ અને કાયદાની દૃષ્ટિએ તેને એક કેસ તરીકે જોવામાં આવે છે પણ તેના પરિવાર ઉપર શું વીતે છે તેની કોઈ કલ્પના પણ કરી શકતું નથી. એ કેસ સાથે લાંબા સમય સુધી જોડાયેલા રહ્યા બાદ બાળકીની માતાને જોબ અપાવી પિતાને પણ નોકરી અપાવી.દીકરીનું સતત કાઉન્સિલિંગ કરીને શાળામાં ભણવા મૂકી.આવા કેસમાં તપાસનીશ ઓફિસરની મનો:સ્થિતિ પણ તેમને હચમચાવી મૂકે તેવી હોય છે. બાળકો સાથે કોઈ અપરાધ ન થાય તે માટે પોલીસ સતત પ્રયત્નશીલ રહે છે.” આ શબ્દો છે છેલ્લા બે મહિનાથી રાજકોટના એડિશનલ કમિશનર ઓફ પોલીસની ફરજ બજાવનાર વિધિ ચૌધરીના.તેઓની જન્મભૂમિ રાજસ્થાન અને કર્મભૂમિ ગુજરાત છે.તેઓની છાપ કડક છતાં સંવેદનશીલ ઓફિસરની છે. અનેક કેસમાં સફળતા મેળવનાર વિધિ ચૌધરી હરહંમેશ સમાજમાંથી ક્રાઈમનું પ્રમાણ ઓછું થાય તે માટે પ્રયત્નશીલ રહે છે.
રાજસ્થાનના નાગોર જિલ્લામાં જન્મ અને અભ્યાસ કર્યો.માતા રાજેશ્રીબેન નેહરા પિતા સોમદત્ત નેહરા.બહેન નિધિ ચૌધરી આઇએએસ ઓફિસર છે અને ભાઈ પ્રવિણ ચૌધરી આણંદમાં કલેકટર છે.2009 આઇપીએસ ઓફિસરની બેચમાં પસંદગી થઈ પ્રોબેશન પિરિયડમાં સૌપ્રથમ પોરબંદરમાં ત્યારબાદ સુરત-કચ્છમાં એસપી તરીકે, અમદાવાદ તથા સુરતમાં ડીસીપી તરીકે અને હાલ એડિશનલ સી પી તરીકે રાજકોટમાં ટ્રાફિક ક્રાઈમ અને એડમિનિસ્ટ્રેશન સંભાળે છે.પોતાની કેરિયર બાબત તેઓએ જણાવ્યું કે, ‘કંચન ચૌધરી ભટ્ટાચાર્યની લાઈફ પરથી બનેલ ‘ઉડાન’ સિરિયલ જોતા જોતા આઇપીએસ ઓફિસર બનવાનું બીજ રોપાયું. ડિફેન્સ અથવા સિવિલ સર્વિસમાં જવાનો વિચાર કર્યો. 2009માં સિલેક્શન થયા બાદ 11 મહિનાની કઠિન ટ્રેનિંગ લીધી.જેમાં રોજ 5 કિ.મી. રનિંગ, સ્વિમિંગ,હોર્સ રાઇડિંગ, શૂટિંગ,રોક ક્લાઈમ્બિંગ વગેરે શીખવા સાથે મેન્ટલ ટ્રેનિંગ પણ મળી. જીવનમાં ક્યારેય હતાશ નહીં થવાનું અને ગીવ અપ નહીં કરવાની મોટી શીખ ટ્રેનિંગમાં મળી’.
તેઓએ સુરતમાં 2017 થી 2021માં બાળકો માટે ઘણા કાર્યક્રમ કર્યા.બાળકો ગુમ થાય અને તરત જ ટીમ કામે લાગી જાય એ રીતે 171 બાળકોને શોધ્યા હતા.સેફટી માટે સ્ટ્રીટ પ્રોજેક્ટ કર્યો.બાળકોને ગુડ ટચ બેડ ટચ વિશે સમજાવ્યું.3000 ટીચર્સને ટ્રેનિંગ આપી,5,000 બાળકોને ટ્રેઈન કર્યા. બે કેસમાં ફાંસી અને છ માં આજીવન સજા અપાવી. ફેમ ઇન્ડિયા દ્વારા 50 લોકપ્રિય પોલીસ હેડમાં તેઓ પસંદગી પામ્યા છે. તેઓએ સોસાયટીમાં વધતા ક્રાઇમ વિષે જણાવ્યું કે,”છેલ્લા દોઢ દાયકામાં સોસાયટીમાં બદલાવ આવ્યો છે તે રીતે ક્રાઈમમાં પણ બદલાવ આવ્યો છે પોપ્યુલેશન વધવા સાથે ક્રાઈમમાં વધારો થયો છે અને સાયબર ક્રાઈમ અને સાયબર ફ્રોડના કિસ્સા વધ્યા છે”. તેણીને 2 વર્ષની દીકરી છે. સિંગલ મધર તરીકે તેઓ કામ અને બાળક વચ્ચે સુમેળ સાધીને રહે છે તે પ્રેરણારૂૂપ છે. તેઓનો અનુભવ છે કે ઘણીવાર ફિલ્ડમાં હોવાથી બાળકને ટાઈમ આપવો કઠિન બને છે ત્યારે માંની જાણે કસોટી થાય છે. તેઓનું સ્વપ્ન છે કે સમાજમાંથી ક્રાઈમ ઓછો થાય, અને તેઓ બાળકો માટે ઉત્તમ કામગીરી કરીને સમાજને ઉપયોગી થાય.

Continue Reading

Trending