Connect with us

રાષ્ટ્રીય

કાળઝાળ ગરમી માટે થઈ જાઓ તૈયાર…હીટવેવને લઇ IMDએ કર્યું એલર્ટ જાહેર, ગુજરાત સહિત આ રાજ્યો આવશે લૂની ઝપેટમાં

Published

on

 

એપ્રીલ મહિનામાં ગુજરાત સહિત અનેક રાજ્યોમાં કાળઝાળ ગરમી પડી શકે છે. આઇએમડી દ્વારા આગાહી કરવામાં આવી છે. ભારતના મૌસમ વિજ્ઞાન વિભાગ (આઇએમડી)એ એપ્રિલથી જુન દરમિયાન ભીષણ ગરમી પડવાની સાથે હિટવેવના દિવસોમાં વધારો થવાની ચેતવણી આપી છે. આ સાથે જ વર્ષ ૨૦૨૪ના વર્ષનો ઉનાળો આકરો રહેવાની શકયતા છે. અતિ ગરમીના લીધે હવામાનમાં નાટયાત્મક પલટો આવવાથી કયાંક વરસાદ પણ પડી શકે છે. આ સાથે જ હવામાન વિભાગ દ્વારા ૨૦૨૪નું તાપમાન અને વરસાદ અંગેનો માસિક આઉટલૂક પણ બહાર પાડવામાં આવ્યો છે.

ભારત હવામાન વિભાગએ એપ્રિલ મહિનામાં હીટવેવની આગાહી કરી છે.IMDએ આજે આગાહી કરતા જણાવ્યું હતુ કે 3 થી 6 એપ્રિલ દરમિયાન પુર્વના ભાગોમાં ગરમીની લહેર જોવા મળશે. એપ્રિલ દરમિયાન તાપમાન સામાન્ય કરતા ઉપર રહેવાની શકયતા છે. આ ઉપરાંત પૂર્વ અને ઉત્તર-પૂર્વના ભારતના કેટલાક ભાગોમાં ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક વિસ્તારોમાં તાપમાન સામાન્યથી થોડું નીચું પણ જોવા મળશે. જયારે દેશના મોટા ભાગમાં ન્યૂનતમ તાપમાન સામાન્ય કરતા વધુ રહેશે.

આ સિવાય IMD એ કહ્યું કે 4 થી 6 એપ્રિલ દરમિયાન ઝારખંડ, રાયલસીમા અને કોસ્ટલ આંધ્ર પ્રદેશમાં અલગ-અલગ સ્થળોએ હીટ વેવની સ્થિતિ છે. હવામાન વિભાગે તાજેતરમાં કહ્યું હતું કે ભારતમાં એપ્રિલથી જૂન સુધી ભારે ગરમી રહેશે. મધ્ય અને પશ્ચિમી દ્વીપકલ્પના ભાગો પર તેની સૌથી વધુ અસર થઇ શકે છે. ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર કર્ણાટક, ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં એપ્રિલમાં ગરમી વધવાની શક્યતા છે.

આગામી કેટલાક મહિનામાં દેશ સળગતી ગરમીનો સામનો કરવા માટે તૈયારી કરી રહ્યો છે, જેમાં એપ્રિલ અને જૂન વચ્ચે દેશના ભાગોમાં ગરમીના મોજા આવવાની આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ મંગળવારે કર્ણાટક, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને ઝારખંડના વિવિધ વિસ્તારોમાં 6 એપ્રિલ સુધી ગરમીનું મોજું ચાલુ રહેવાની આગાહી કરી છે.

આઈએમડીના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું કે ગરમીની સૌથી ખરાબ અસર ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, ઉત્તર કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઓડિશા, ઉત્તર છત્તીસગઢ અને આંધ્ર પ્રદેશમાં થઈ શકે છે. IMDએ જણાવ્યું હતું કે ઉત્તરપૂર્વ ભારતમાં વરસાદ અને તોફાનની પ્રવૃત્તિ રવિવાર (7 એપ્રિલ, 2024) સુધી ચાલુ રહેવાની શક્યતા છે. ઉત્તરપૂર્વ ભારતમાં આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા સહિત ઘણા રાજ્યોનો સમાવેશ થાય છે.

Entertainment

સલમાન ખાનના ઘર પર ફાયરિંગના કેસમાં 3ની અટકાયત, કેસ ક્રાઈમ બ્રાન્ચને કરાયો ટ્રાન્સફર

Published

on

By

 

મુંબઈ ક્રાઈમ બ્રાંચ હવે સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટમાં થયેલા ગોળીબારના કેસની તપાસ કરશે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને કેસ ક્રાઈમ બ્રાન્ચને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. રવિવારે સાંજે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સાંતાક્રુઝના વાકોલા વિસ્તારમાંથી ત્રણ લોકોની અટકાયત કરી હતી. ક્રાઈમ બ્રાન્ચ આ ત્રણેય શકમંદોની સઘન પૂછપરછ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ત્રણેય સ્થાનિક સમર્થક હતા અને તેમણે શૂટરોની મદદ કરી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, સલમાન ખાનના ઘરની રેકી શૂટર્સના અન્ય સહયોગીઓ દ્વારા કરવામાં આવી હતી, જેની માહિતી શૂટર્સને આપવામાં આવી હતી જેથી આ દરમિયાન શૂટર્સ પકડાય નહીં. જે બાદ પ્લાનિંગ મુજબ સવારે 5 વાગે શૂટરોએ ગોળીબાર કર્યો હતો. હુમલાખોરોએ સલમાનના ઘરની બહાર બાઇકમાંથી પાંચ ગોળીઓ ચલાવી હતી, જેમાંથી બે ગેલેક્સી એપાર્ટમેન્ટની દિવાલ પર વાગી હતી અને બાકીની ત્રણ ગોળી રોડ પર જ ફાયર કરવામાં આવી હતી.

ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યા પછી, બંને આરોપીઓએ બાંદ્રા સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પરથી સવારે 5.08 વાગ્યે બોરીવલી જતી લોકલ ટ્રેન પકડી. સાંજે 5.13 કલાકે તે સાંતાક્રુઝ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 3 પર ઉતર્યો હતો. સાંતાક્રુઝ સ્ટેશનથી તે પૂર્વમાં વાકોલા તરફ આવ્યો અને ત્યાંથી ઓટો પકડી. સાંતાક્રુઝ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ અને પછી ત્યાંથી નીકળતા અને ઓટોને પકડતા પોલીસે મેળવ્યા છે અને વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.

સલમાન ખાન લાંબા સમયથી લોરેન્સ બિશ્નોઈ ગેંગના નિશાના પર હોવાનું કહેવાય છે. તેને ઘણી વખત ધમકીઓ પણ મળી હતી. રવિવારે સલમાનના ઘર પર થયેલા હુમલા બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ તેની સાથે વાત કરી હતી. આ સિવાય સીએમ શિંદેએ સલમાનની સુરક્ષા વધુ કડક કરવાની વાત પણ કરી હતી. પોલીસ પણ આ મામલે સક્રિય દેખાઈ હતી અને અભિનેતાના ઘરની સુરક્ષા કડક કરી દેવામાં આવી હતી. ઝડપભેર તપાસ કરતાં ક્રાઈમ બ્રાન્ચે બંને શકમંદોના ફોટોગ્રાફ્સ જાહેર કર્યા હતા અને એક શકમંદની ઓળખ પણ થઈ હતી.

ફાયરિંગની ઘટના બાદ ઘણા લોકો સલમાન ખાનની ખબર પૂછવા ગેલેક્સી એપાર્ટમેન્ટ પહોંચ્યા હતા. તેમાં રાજકારણી બાબા સિદ્દીકી, MNS ચીફ રાજ ઠાકરે, સલમાનના ભાઈઓ અરબાઝ ખાન અને સોહેલ ખાન, તેનો ભત્રીજો અરહાન ખાન અને સલમાનના નજીકના મિત્ર રાહુલ કનાલનો સમાવેશ થાય છે. આ સિવાય ઘણા ટોચના અધિકારીઓ પણ સલમાનના ઘરે પહોંચ્યા હતા.

સલમાન ખાનના ઘરે ફાયરિંગની ઘટનાને બે હુમલાખોરોએ અંજામ આપ્યો હતો. હુમલાખોરો પૈકી એકની ઓળખ થઈ ગઈ છે. તેનું નામ વિશાલ ઉર્ફે કાલુ જણાવવામાં આવી રહ્યું છે. વિશાલ ઉર્ફે કાલુ હરિયાણાના ગુરુગ્રામનો રહેવાસી છે. થોડા મહિના પહેલા વિશાલે પોતે જ ગુરુગ્રામના ભંગારના વેપારી સચિનને ​​રોહતકના ઢાબા પર ગોળી મારીને હત્યા કરી દીધી હતી. કહેવાય છે કે વિશાલ વિદેશમાં બેસી ગેંગસ્ટર રોહિત ગોદારા માટે કામ કરે છે. તેણે રોહિતની સલાહ પર જ સચિનની હત્યા કરી હતી.

Continue Reading

રાષ્ટ્રીય

ઈઝરાયેલ-ઈરાન યુદ્ધની અસર શેર બજારમાં: ખુલતાની સાથે જ સેન્સેક્સ-નિફ્ટી ધડામ

Published

on

By

 

ઈઝરાયેલ-ઈરાન યુદ્ધનો તણાવ માત્ર વૈશ્વિક બજારોમાં જ નહીં પરંતુ ભારતીય બજારોમાં પણ જોવા મળ્યો હતો. આજે ભારતીય બજારો લાલ નિશાન સાથે ખુલ્યા હતા. બજારની શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં ખુલ્યા હતા. શેરબજારની શરૂઆત પહેલા જ એનએસઈ નિફ્ટીમાં 700 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો અને બીએસઈ સેન્સેક્સ 3450 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો.

સેન્સેક્સ લગભગ 929.74 પોઈન્ટ ઘટીને 73,315.16 પર પહોંચ્યો હતો. નિફ્ટી પણ 216.9 પોઇન્ટ ઘટીને 22,302.50ના સ્તરે પંહોચી ગયો છે. આ પહેલા શુક્રવારે સેન્સેક્સ 793 પોઈન્ટ ઘટીને 74,244 પર બંધ થયો હતો.

બીએસઈ સેન્સેક્સ રેડમાં છે અને 30માંથી માત્ર 3 શેરોમાં વધારો છે અને 27 શેરોમાં ઘટાડો છે. ટીસીએસ, નેસ્લે, એચસીએલ ટેકના શેરમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, એસબીઆઈ, એનટીપીસી, પાવર ગ્રીડના શેરમાં સૌથી વધુ નબળાઈ જોવા મળી રહી છે.

નિફ્ટીના 50માંથી 46 શેરો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને માત્ર 4 શેરો જ માંડ તેજીની રેન્જમાં છે. હિન્દાલ્કો, ઓએનજીસી, ટીસીએસ અને નેસ્લેના શેરો માત્ર લાભ સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને અન્ય તમામ શેરોમાં નબળાઈનું લાલ નિશાન પ્રબળ છે.

એશિયન બજારોમાં પણ ચારે બાજુ ઘટાડો જોવા મળી રહ્યો છે. કોસ્પી, હેંગ સેંગ, શાંઘાઈ કમ્પોઝીટ, નિક્કી બધામાં નબળાઈનો લાલ સંકેત છે. ઈરાન-ઈઝરાયેલ તણાવ અને ક્રૂડ ઓઈલમાં વધારાની એશિયન બજારો પર નકારાત્મક અસર થઈ રહી છે.

Continue Reading

રાષ્ટ્રીય

બોર્નવિટા સહિત આ ડ્રિંક્સ હેલ્ધી ડ્રિંક નથી, સરકારે ઈ-કોમર્સ વેબસાઈટ પરથી હટાવવાનો આપ્યો આદેશ

Published

on

By

 

સરકારે ઈ-કોમર્સ કંપનીઓને મોટો આદેશ જારી કર્યો છે. સરકારે ઈ-કોમર્સ કંપનીઓને બોર્નવિટા સહિત તમામ પીણાં હેલ્થ ડ્રિંક્સની શ્રેણીમાંથી દૂર કરવા જણાવ્યું છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે એક સૂચના દ્વારા આ માહિતી આપી છે.

સરકારનું આ નિવેદન નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઑફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR)એ નિષ્કર્ષ પર આવ્યા બાદ આવ્યું છે કે ફૂડ સેફ્ટી-સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અને તેના નિયમો હેઠળ કોઈ પણ હેલ્થ ડ્રિંક્સની વ્યાખ્યા કરવામાં આવતી નથી. ખાદ્ય સુરક્ષા અને ધોરણો દ્વારા પણ આ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. 10 એપ્રિલે જારી કરાયેલા આ નોટિફિકેશનમાં મંત્રાલયે જણાવ્યું હતું કે તમામ ઈ-કોમર્સ સાઇટ્સ અને પ્લેટફોર્મને બોર્નવિટા સહિત તમામ પીણાંને હેલ્થ ડ્રિંક્સમાંથી દૂર કરવાની સૂચના આપવામાં આવી રહી છે.

આ મહિનાની શરૂઆતમાં, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ તમામ ઈ-કોમર્સ કંપનીઓને ડેરી, અનાજ અથવા માલ્ટ આધારિત પીણાંને ‘હેલ્થ ડ્રિંક્સ’ અથવા ‘એનર્જી ડ્રિંક્સ’ તરીકે લેબલ ન કરવા નિર્દેશ આપ્યો હતો. આનું કારણ એ છે કે દેશના ખાદ્ય કાયદાઓમાં ‘હેલ્થ ડ્રિંક્સ’ શબ્દને વ્યાખ્યાયિત કરવામાં આવ્યો નથી અને ‘એનર્જી ડ્રિંક્સ’ને કાયદા હેઠળ ખાસ કરીને કાર્બોનેટેડ અને નોન-કાર્બોનેટેડ બંને પ્રકારના ફ્લેવર્ડ વોટર-આધારિત પીણાં તરીકે ગણવામાં આવે છે.

સરકારે આવો આદેશ કેમ બહાર પાડ્યો?

FSSAIએ ઈ-કોમર્સ સાઇટ્સને ચેતવણી આપી છે કે ખોટા શબ્દોનો ઉપયોગ ગ્રાહકોને ગેરમાર્ગે દોરી શકે છે. તેથી, તેણે તમામ ઈ-કોમર્સ ફૂડ બિઝનેસ ઓપરેટર્સ(FBOs)ને ‘હેલ્થ ડ્રિંક્સ/એનર્જી ડ્રિંક્સ’ શ્રેણીમાંથી આવા પીણાંને દૂર કરીને અથવા અલગ કરીને સુધારા કરવાની સલાહ આપી છે. FSSAIએ કહ્યું કે FSS નિયમો હેઠળ હેલ્થ ડ્રિંક્સ જેવી કોઈ વસ્તુ નથી.

એનર્જી ડ્રિંક અને સ્પોર્ટ્સ ડ્રિંક માર્કેટનું કદ ઘણું છે

નિયમનકારી સંસ્થાએ કહ્યું કે આ સૂચનાઓનો ઉદ્દેશ્ય સુધારાત્મક પગલાં દ્વારા ઉત્પાદનોની પ્રકૃતિ અને ગુણવત્તામાં સ્પષ્ટતા અને સુધારણા વધારવાનો છે. જેથી કરીને કોઈ ભ્રામક માહિતી ગ્રાહકો સુધી ન પહોંચે અને લોકો સારો વિકલ્પ પસંદ કરી શકે. બજારના અભ્યાસ મુજબ, વર્તમાન એનર્જી ડ્રિંક અને સ્પોર્ટ્સ ડ્રિંક માર્કેટનું કદ $4.7 બિલિયન છે અને 2028 સુધીમાં 5.71 ટકાના CAGR પર વૃદ્ધિ થવાની ધારણા છે.

Continue Reading

Trending