Site icon Gujarat Mirror

અર્શદીપના સ્થાને કુલદીપ યાદવનો સમાવેશ કરવા ગાવસ્કરનું સૂચન

T20 વર્લ્ડ કપ 2026માં 15 ફેબ્રુઆરીએ કોલંબોના મેદાન પર ભારત અને પાકિસ્તાન વચ્ચેની ઐતિહાસિક ટક્કર થવા જઈ રહી છે. આ હાઈ-વોલ્ટેજ મેચ પહેલા ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ ખેલાડી સુનીલ ગાવસ્કરે પ્લેઈંગ-11 ને લઈને એક મોટું નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે. ગાવસ્કરનું માનવું છે કે પાકિસ્તાન સામેની મહત્વની મેચમાં ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને પડતો મૂકીને સ્પિનરને તક આપવી જોઈએ.
ગાવસ્કરે સ્ટાર સ્પોર્ટ્સ પર વાત કરતા જણાવ્યું કે, “શ્રીલંકાની પીચો હંમેશા સ્પિનરોને મદદરૂૂપ હોય છે. ઇતિહાસ ગૌરવ છે કે ભારતે અહીં સ્પિનરોની મદદથી મેચો જીતી છે. આથી, હું અપેક્ષા રાખું છું કે પાકિસ્તાન સામે અર્શદીપની જગ્યાએ કુલદીપ યાદવને પ્લેઈંગ-11 માં સ્થાન મળે.”

કેપ્ટન સૂર્યકુમાર યાદવની પ્રશંસા કરતા ગાવસ્કરે કહ્યું કે તેમણે બોલિંગમાં કરેલા ફેરફારો સચોટ હતા. ખાસ કરીને વરુણ ચક્રવર્તી જ્યારે પણ બોલિંગ કરવા આવે છે ત્યારે વિકેટ ઝડપે છે, જે પાકિસ્તાન સામે ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે. બીજી તરફ, સંજુ સેમસને ભલે 8 બોલમાં 22 રન ફટકાર્યા હોય, પણ ગાવસ્કર તેની ટેકનિકથી સંતુષ્ટ નથી. તેમણે સ્પષ્ટ કહ્યું કે સંજુ ક્રીઝમાં ખૂબ પાછળ જાય છે, જો તેણે ઓપનિંગમાં સફળ થવું હોય તો આ ખામી સુધારવી પડશે.

Exit mobile version