રાષ્ટ્રીય
રોહિત શર્મા રમશે કે નહીં તે મામલે ગૌતમ ગંભીર અજાણ!
મુખ્ય કોચને પણ રોહિતે જાણ ન કર્યાનો ધડાકો
પ્રેસ કોન્ફરન્સમાં ગૌતમ ગંભીરે બડાઈ કરી હતી કે તેના અને રોહિત વચ્ચે સારો તાલમેલ છે. તે એમ પણ કહેતો જોવા મળ્યો હતો કે હાલમાં તેની પાસે કોઈ માહિતી નથી કે રોહિત શર્મા ઓસ્ટ્રેલિયામાં પ્રથમ ટેસ્ટ રમશે કે નહીં. મતલબ કે રોહિતે ટીમના મુખ્ય કોચને પણ સ્પષ્ટપણે કશું કહ્યું નથી.
રોહિત શર્મા વિશે ઘણા સમયથી સમાચાર આવી રહ્યા છે કે તે ઓસ્ટ્રેલિયા પ્રવાસની પ્રથમ ટેસ્ટ મેચ નહીં રમે.
આ અંગે વધુ સ્પષ્ટતા માટે, ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી સમાપ્ત થયા બાદ રોહિતને સીધો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. પરંતુ, ત્યારે રોહિત તરફથી યોગ્ય જવાબ ન મળ્યો. હવે, ઓસ્ટ્રેલિયા જતા પહેલા, મુખ્ય કોચ ગૌતમ ગંભીરને પણ રોહિતની ઉપલબ્ધતા અંગે પૂછપરછ કરવામાં આવી હતી આ આશામાં કે તેની પાસે કેટલીક સચોટ માહિતી હશે. પણ, કોચ સાહેબ પણ એટલું જાણતા હતા જેટલું આખું ભારત જાણે છે.
રોહિતની ઉપલબ્ધતા અંગેના સવાલ પર ગંભીરે કહ્યું કે રોહિત પર્થમાં પ્રથમ ટેસ્ટ રમશે કે નહીં તે અંગેનો નિર્ણય સિરીઝની શરૂૂઆત પહેલા લેવામાં આવશે. તેણે એ પણ સ્વીકાર્યું કે રોહિત કદાચ નહીં રમે. તે સ્પષ્ટ છે કે રોહિતના પક્ષમાંથી હજુ કંઈ સ્પષ્ટ નથી. અને, આ જ કારણ છે કે મુખ્ય કોચ ગૌતમ ગંભીર પણ તેનો કોઈ જવાબ શોધી શક્યા નથી. ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે જો રોહિત નહીં રમે તો તેના સ્થાને વાઈસ કેપ્ટન જસપ્રીત બુમરાહ ટીમની કમાન સંભાળશે.
રોહિત શર્માનું તાજેતરનું ફોર્મ પણ ડગમગી ગયું છે. પરંતુ, ઓસ્ટ્રેલિયા જતા પહેલા ગૌતમ ગંભીરે કહ્યું કે તે રોહિત અને વિરાટના ફોર્મને લઈને ચિંતિત નથી.