ગુજરાત

ગેંગસ્ટર ભીમા દુલાના રિમાન્ડ નામંજૂર, જેલહવાલે

Published

on

અન્ય ત્રણ આરોપીઓને પણ જેલહવાલે કરવા કોર્ટનો હુકમ

પોરબંદરમાં પોલીસે આદિત્યાણા નજીક બોરિચા ગામથી કુખ્યાત ગેંગગેંગસ્ટર ભીમા દુલા ઓડેદરા સહિત ચાર શખ્સોની વહેલી સવારે ધરપકડ કરી હતી. પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત મોટા પોલીસ કાફલા સાથે પોલીસે ઓપરેશન પાર પાડ્યુ હતું. ભીમા દુલા ઓડેદરા ધરપકડની સાથે પોલીસે હથિયારો અને રોકડ પણ કબ્જે કરી હતી. દરોડા દરમિયાન પોલીસને 70 જેટલા હથિયારોનો મોટો જથ્થો અને રૂૂ.50 લાખથી વધુની રકમ પણ જપ્ત કરાઈ છે.


ભીમા દુલા ઓડેદરા સહિત આ તમામને કોર્ટમાં રજૂ કરી પોલીસે 3 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જો કે કોર્ટે રિમાન્ડ નામંજૂર કરી તમામને જેલ હવાલે કરી દીધા છે.


ભીમા દુલા ઓડેદરાની પોલીસે ધરપકડ કરતા ભાજપ-કોંગ્રેસના રાજકીય આગેવાનો એસપી કચેરીએ દોડી ગયા હતા. ભીમા દુલા અને પોરબંદર ભાજપના મોટા નેતા, પૂર્વ ધારાસભ્ય તેમજ ગુજરાત સરકારમાં મંત્રી રહી ચૂકેલા બાબુ બોખીરિયા કુટુંબીક સાળા બનેવી થાય છે. તો પહેલા કોંગ્રેસમાં રહેલા અને હવે ભાજપમાં જોડાઈને ફરી ધારાસભ્ય બનેલા અર્જુન મોઢવાડીયાના મુખ્ય ટેકેદાર મુળું મોઢવાડીયાની હત્યા કેસમાં ભીમા દુલા સંડોવાયેલો હતો.


સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ બંને નેતાઓ એસપી કચેરી દોડી ગયા હતા. જો કે મીડિયાને જાણ થતા બંને મહાનુભાવો તાત્કાલિક એસપી કચેરી બહાર નીકળી ગયા હતા.


પોરબંદર નજીકના બોરિચા ગામે કેટલાક દિવસો પહેલા મારામારીનો બનાવ બન્યો હતો. જે મામલે અજાણ્યા ત્રણ શખસો વિરૂૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જોકે ત્યારબાદ આદિત્યાણાના ભીમા દુલાનું પણ નામ અપાયું હોવાનું ધ્યાને આવતા પોલીસના ધાડેધાડા આદિત્યાણામાં ભીમા દુલાની વાડી (ફાર્મ હાઉસ) પર સવારે પાંચ ઉતારવામાં આવ્યા હતા. જ્યાંથી ભીમા દુલા સહિત ચાર શખસોની ધરપકડ કરીને પૂછપરછ માટે પોરબંદર લવાયા હતા. ડી.એસ.પી. ભગીરથસિંહ જાડેજા, ડી.વાય.એસ.પી., એણુ.સી.ભી. સહિતના સ્ટાફ સાથે ભીમા દુલા ઓડેદરાની પૂછપરછ કરાઈ હતી.


ભીમા દુલા પૂર્વ ધારાસભ્ય કરસન દુલાના ભાઈ છે. ભીમા દુલા ભૂતકાળમાં વોન્ટેડ હતો ત્યારે 3 વર્ષ બરડાના જંગલમાં રહ્યો હતો. બાદમાં પોરબંદર પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. રાણાવાવ ડબલ મેર્ડર કેસમાં સજા થઈ હતી અને જેલમાં રહ્યો હતો. પોરબંદરના ગેંગ વોરમાં નામ આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version