Site icon Gujarat Mirror

સુરતથી જામકંડોરણાની ખાનગી ટ્રાવેલ્સમાં રૂા.7 લાખના દાગીનાની ચોરી કરનાર ટોળકી પકડાઈ

સુરતથી જામકંડોરણા જતી બસમાં થયલી રૂૂ.7 લાખની ચોરીનો ભેદ રાજકોટ ગ્રામ્ય એલસીબીએ ઉકેલી નાખ્યો છે. એલસીબીએ આ ચોરીમાં સંડોવાયેલ દંપતી સહીત ચારની ધરપકડ કરી તપાસ કરતા મોરબીની એક ટ્રાવેલ્સ માં થયેલી ચોરીનો ભેદ પણ ઉકેલાયો હતો. એલસીબીએ સોનાના ઢાળિયા સહીતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

મળતી વિગતો મુજબ સુરતથી ધરતી ટ્રાવેલ્સની બસમાં જામકંડોરણા આવેલ મહીલના થેલાની ચોરી થઇ હતી જેમાં 7 લાખના દાગીના સહીતનો મુદ્દમાલ હોય જે મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. રાજકોટ ગ્રામ્ય એલસીબીએ આં ચોરીમાં સંડોવાયેલા રણજીતભાઇ પ્રતાપભાઇ મંગાભાઇ ઓગાણીયા, (રહે. ચોટીલા થાન રોડ પાર્ક કોમ્પ્લેક્ષ એસ.બી.આઇ. બેંકની ઉપર જગુભાઇ ધાધલના મકાનમાં ભાડે) સાથે કીરીટભાઇ જેન્તીભાઇ રામજીભાઇ બુટીયા (રહે. ચોટીલા થાન રોડ પાર્ક કોમ્પ્લેક્ષ એસ.બી.આઇ. બેંકની ઉપર જગુભાઇ ધાધલના મકાનમાં ભાડે થી) તેમજ હંસાબેન દીલીપભાઇ ઉર્ફે રાકેશ વલ્લભભાઇ વાઘેલા( રહે.ચોટીલા થાન રોડ પાર્ક કોમ્પ્લેક્ષ એસ.બી.આઇ. બેંક ની ઉપર જગુભાઇ ધાધલના મકાનમાં ભાડેથી) અને ભારતીબેન ઉર્ફે ગુડી કીરીટભાઇ જેન્તીભાઇ બુટીયા (રહે. ચોટીલા થાન રોડ પાર્ક કોમ્પ્લેક્ષ એસ.બી.આઇ. બેંકની ઉપર જગુભાઇ ધાધલના મકાનમાં ભાડે થી)ની ધરપકડ કરી 7 લાખનો 60 ગ્રામ સોનાનો ઢાળીયો સહીતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પુછપરછમાં ટોળકીએ આજથી આશરે એક મહીના પહેલા મોરબી થી સુરત જતી વર્ણીરાજ નામની ટ્રાવેલ્સમાં ઉપરોક્ત ચારેય બેસી તારાપુર ચોકડીથી વટામણ ચોકડી વચ્ચે એક પેસેન્જર ના થેલા માંથી રોકડ રૂૂપીયા 30,000/- ની ચોરી કરેલ હોવાનું કબુલ્યું હતું.

રાજકોટ જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની સુચનાથી ગ્રામ્ય એલ.સી.બી. ના પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા તથા પીએસઆઈ એચ.સી.ગોહીલ આર.વી.ભીમાણી તથા પો.સબ.ઇન્સ. કે.એમ.ચાવડા એ.એસ.આઇ. બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, ભાવેશભાઇ ચાવડા, અનિલભાઇ બળકોદીયા તથા પો.હેડ કોન્સ. અરવિંદસિંહ જાડેજા તથા મનીષભાઇ વરૂૂ, તથા રમણીકભાઇ મણવર તથા અર્જુનભાઇ ડવેરા, તથા મનદીપસિંહ જાડેજા તથા પો.કોન્સ. શક્તિસિંહ જાડેજા તથા નીંફુજભાઇ સુતરીયા તથા ઇશીતભાઇ માણાવદરીયા, તથા શક્તિસિંહ ઝાલા તથા ભરતભાઇ ગમારા તથા પો.કોન્સ. ભાવેશભાઇ મકવાણા તથા ડ્રા.પો.કોન્સ.અબ્દુલભાઈ શેખ, તથા ટેકિનકલ ટીમેં કામગીરી કરી હતી.

Exit mobile version