રાષ્ટ્રીય
રાજસ્થાનના શ્રીગંગાનગરમાં ગમખ્વાર અકસ્માત, એક જ ગામના 6 યુવકોના મોત
રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં ગઈ કાલે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક જ ગામના છ યુવાનોના કરૂણ મોત નિપજ્યા હતા. આ અકસ્માત શ્રીવિજયનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો. આ તમામ લોકો બખ્તાવરપુરા ગામમાં જાગરણમાં ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે આ ભયાનક અકસ્માત થયો હતો. અકસ્માત બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતના સમાચાર મળતા જ પોલીસ અને બખ્તાવરપુરા ગામના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આજે મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.
પોલીસના જણાવ્યા અનુસાર, શ્રીવિજયનગરમાં બુધવારે મધરાતે લગભગ 2 વાગ્યે આ દુ:ખદ અકસ્માત થયો હતો. તે સમયે બખ્તાવરપુરા ગામના છ યુવાનો નજીકમાં આયોજિત જાગરણમાં હાજરી આપી બે બાઇક પર ગામમાંથી પરત ફરી રહ્યા હતા. તે જ સમયે, 25 જીબી બસ સ્ટેન્ડ પાસે બંને બાઇક એક કાર સાથે અથડાઈ હતી. અકસ્માતમાં ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
અકસ્માતની માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બખ્તાવરપુરા ગામના લોકો પણ ત્યાં દોડી આવ્યા હતા. પોલીસ અને ગ્રામજનોએ મૃતદેહો અને ઘાયલોને શ્રીવિજયનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ત્રણેય ઘાયલોની ગંભીર હાલત જોઈને પ્રાથમિક સારવાર બાદ તેમને શ્રી ગંગાનગર રિફર કરવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં સારવાર દરમિયાન તેનું પણ મોત થયું હતું.
છ યુવાનોના મોતથી તેમના પરિવારજનોમાં ચકચાર મચી ગઈ હતી. સમગ્ર બખ્તાવરપુરા ગામમાં શોકનો માહોલ છવાયો હતો. વહેલી સવારે મોટી સંખ્યામાં ગ્રામજનો શ્રીવિજયનગર અને શ્રીગંગાનગર હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્રણ યુવકોના મૃતદેહ શ્રી વિજયનગરની હોસ્પિટલમાં અને ત્રણના શ્રીગંગાનગરમાં રાખવામાં આવ્યા છે. આજે તેમના પરિવારજનોની હાજરીમાં તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.
મનોરંજન
TMKOCના ‘ટપ્પુ’ની ટીવી પર વાપસી, 5 વર્ષ પછી આ શોમાં કમબેક કરશે ભવ્ય ગાંધી
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટીવી પર સૌથી લાંબો ટેલિકાસ્ટ થતા શોમાંથી એક છે. આ શો દાયકાઓથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે, પરંતુ હવે આ શોના ઘણા જૂના સ્ટાર્સે તેને અલવિદા કહી દીધું છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની લગભગ આખી સ્ટારકાસ્ટ બદલાઈ ગઈ છે. ઘણા વર્ષો સુધી શોમાં ‘ટપ્પુ’નું પાત્ર ભજવનાર ભવ્ય ગાંધીએ 7 વર્ષ પહેલા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો છોડી દીધો હતો. ભવ્ય ગાંધીએ ફિલ્મોમાં ધ્યાન આપવા માટે ટીવીમાંથી બ્રેક લીધો હતો.
હવે તે 5 વર્ષ પછી પડદા પર વાપસી કરવા માટે તૈયાર છે. તે સીરિયલ ‘પુષ્પા ઈમ્પોસિબલ’માં જોવા મળશે. આમાં તેનું પાત્ર ટપ્પુથી બિલકુલ અલગ હશે. આ શોમાં તે સાયકો વિલનની ભૂમિકામાં જોવા મળશે. ભવ્ય ગાંધી ‘ટપ્પુ’ની ઈમેજ તોડવા માટે ખૂબ જ ઉત્સુક છે. આ વિશે વાત કરતાં તે કહે છે કે શોમાં પ્રભાસનો તેનો રોલ ઘણો રસપ્રદ છે.
https://www.instagram.com/reel/C_umJygpgB9/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
ભવ્યે કહ્યું, ‘પ્રભાસની ભૂમિકામાં આવવું એ મારા માટે એક સુખદ અનુભવ છે કારણ કે હું પહેલીવાર નકારાત્મક પાત્ર ભજવી રહ્યો છું અને આ ભૂમિકા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નિર્દોષ ટપ્પુની ભૂમિકા કરતાં ઘણી અલગ છે.
આ વિશે વાત કરતાં તેણે વધુમાં કહ્યું કે, ‘પ્રભાસ’નું પાત્ર અણધાર્યું છે. એક ક્ષણ તે શાંત રહે છે અને બીજી જ ક્ષણે તે તેની આસપાસના લોકો માટે ખતરો બની જાય છે. મેં જ્યાં કામ કર્યું હતું તે જ ચેનલ પર પાછા ફરવું ખૂબ જ રોમાંચક છે.
રાષ્ટ્રીય
VIDEO: શિમલામાં સંજૌલી મસ્જિદ મુદ્દે હિંદુ સંગઠનોનો વિરોધ, બેરિકેડ્સ તોડ્યાં, પોલીસનો લાઠીચાર્જ
હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં આવેલી સંજૌલી મસ્જિદને લઈને વિવાદ અટકવાનો નામ નથી લઈ રહ્યો. શિમલાના સંજૌલી વિસ્તારમાં વિરોધ પ્રદર્શન માટે મોટી સંખ્યામાં એકત્ર થયેલા હિન્દુ સંગઠનોના ટોળાએ પોલીસ દ્વારા ગોઠવાયેલા બેરીકેટ્સ તોડી નાખ્યા હતા. પ્રદર્શનકારીઓ મસ્જિદ તરફ જવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોલીસે પ્રદર્શનકારીઓ પણ પાણીનો મારો કર્યો છે. પ્રદર્શનકારીઓ કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.
મોટી સંખ્યામાં તૈનાત પોલીસ દળો પ્રદર્શનકારીઓને રોકવાનો પ્રયાસ કરી રહી છે. બેરિકેડ તોડીને આગળ વધી રહેલા ટોળા પર પોલીસે લાઠીચાર્જ પણ કર્યો છે. હિન્દુ સંગઠનો માંગ કરી રહ્યા છે કે મસ્જિદના ગેરકાયદે બાંધકામને તોડી પાડવામાં આવે. ગઈકાલે માલ્યાણામાં બે સમુદાયો વચ્ચે થયેલી લડાઈ બાદ આ મામલો ફાટી નીકળ્યો હતો
આ કેસમાં છેલ્લી સુનાવણી બાદ 5 ઓક્ટોબરની તારીખ આપવામાં આવી છે. સંજૌલીમાં શાંતિ અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને બુધવારે સવારે 7 વાગ્યાથી સમગ્ર વિસ્તારમાં કલમ 163 લાગુ કરવામાં આવી હતી, ત્યારબાદ પાંચ કે તેથી વધુ લોકોના એકસાથે ભેગા થવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.
રાષ્ટ્રીય
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ 5.8 તીવ્રતા નોંધાઈ
દિલ્હી-NCRમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ ધરતી ધ્રૂજી. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા અને પંજાબ પ્રાંતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાન હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.8 હતી. કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલ નથી.
મળતી માહિતી મુજબ, ઈસ્લામાબાદ અને લાહોર સહિત પાકિસ્તાનના ઘણા જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેની અસર લાહોર, મુલતાન, ફૈસલાબાદ, મિયાંવાલી અને ભાકર જેવા શહેરો પર પણ જોવા મળી હતી. લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને તેઓ ઘર અને ઓફિસમાંથી બહાર આવી ગયા હતા.
જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સીસ (GFZ)એ જણાવ્યું કે પાકિસ્તાનમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભૂકંપ 10 કિલોમીટર (6.21 માઇલ) ની ઊંડાઈએ હતો. આ પહેલા 29 ઓગસ્ટે ઈસ્લામાબાદ અને રાવલપિંડીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જૂન મહિનામાં પણ પાકિસ્તાનના અનેક શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્યારબાદ ઈસ્લામાબાદ અને રાવલપિંડીમાં ધરતી ધ્રૂજી ગઈ. અગાઉ જૂનની શરૂઆતમાં કરાચીમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
-
ગુજરાત2 days ago
ભાવનગરના આર્મીના જવાનને હાર્ટએટેક આવતા વીરગતિ પામ્યો
-
કચ્છ2 days ago
કચ્છમાં ભેદી તાવથી મૃત્યુ આંક 15 થયો
-
આંતરરાષ્ટ્રીય22 hours ago
નિષ્પક્ષ ચૂંટણી થઇ હોત તો ભાજપને 246 બેઠકો પણ ન મળત: રાહુલ
-
કચ્છ2 days ago
ભચાઉના વિજપાસર નજીક દારૂના કટિંગ વેળાએ પોલીસ ત્રાટકી: 25.60 લાખનો દારૂ જપ્ત
-
ગુજરાત22 hours ago
કપરાડામાં રાજકોટની ગ્રામસેવક યુવતીનું ટ્રક અડફેટે કરુણ મૃત્યુ
-
ગુજરાત22 hours ago
ચાઈનીઝ લસણના વિરોધમાં માર્કેટ યાર્ડોમાં લસણની હરાજી ઠપ
-
Sports2 days ago
વિનેશ ફોગાટ-બજરંગ પુનિયાની રાજકીય કેરિયર પર રેલવેની બ્રેક, નોટિસ ફટકારી
-
રાષ્ટ્રીય1 day ago
દિલ્હીમાં લાગુ થશે રાષ્ટ્રપતિ શાસન? ભાજપ ધારાસભ્યોની માંગ પર રાષ્ટ્રપતિએ લીધો મોટો નિર્ણય