Connect with us

અમરેલી

અમરેલીમાં ચલાલા ખાંભા રોડ પર એસટી બસ અને છકડો રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થતાં ગમખ્વાર અકસ્માત, 2 લોકોના મોત

Published

on

 

હાલ રાજ્યમાં અકસ્માતોની સંખ્યા વધી રહી છે. ત્યારે અમરેલીમાં વધુ એક અક્સંથની ઘટના સામે આવી છે. અમરેલીમાં ચલાલા-ખાંભા રોડ પર એસટી બસ અને છકડો રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત થયાં હતા. ધારગણીથી વાવડી પાસે એસટી બસએ છકડો રિક્ષાને ટક્કર મારી હતી. છકડો રિક્ષામાં સવાર 4 લોકો સવાર હતાં જેમાંથી બે ઘટના સ્થળે મોત નીપજ્યું.

અન્ય 2 લોકોમાંથી એક સામાન્ય ઈજાઓ પહોંચી છે જયારે અન્ય એક ને ગમ્બીર ઈજાઓ પહોચતા ભાવનગર વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. હાલ મૃતદેહને ચલાલા સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા. આ ઘટનાની જન થતાજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી હતી અને વધુ તપાસ હાથ ઠરી હતી.

મૃતકના નામ
મુકેશભાઈ સવજીભાઈ
સિકંદરભાઈ ધારગણી

 

અમરેલી

સૌરાષ્ટ્રમાં વિદેશી દારૂ સપ્લાય કરનાર કુખ્યાત બુટલેગર ધીરેન કારિયા ઉજ્જૈનથી ઝડપાયો

Published

on

By

અમરેલી પોલીસને મોટી સફળતા મળી છે. રાજ્યના 11 જિલ્લામાં પ્રોહિબિશનના કુલ 59 ગુનાઓમાં આરોપી અને 18 ગુનાઓમાં વોન્ટેડ એવા કુખ્યાત આરોપીની પોલીસે ધરપકડ કરી છે. માહિતી મુજબ, મધ્યપ્રદેશના ઊજ્જૈનથી વોન્ટેડ બુટલેગર ધીરેન અમૃત કારિયાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અમરેલીની કઈઇ ના એસ.પી. હિમકરસિંહની ટીમે મોટી સફળતા મેળવી છે. છેલ્લા ઘણા સમયથી પોલીસને હંફાવતો આરોપી મધ્યપ્રદેશમાં હોવાની બાતમી મળતા કાર્યવાહી કરી ટીમે સૌરાષ્ટ્રના સૌથી મોટા દારૂૂના સપ્લાયર અને રાજ્યના 11 જિલ્લામાં પ્રોહિબિશનના કુલ 59 ગુનાઓમાં આરોપી અને 18 ગુનાઓમાં વોન્ટેડ એવા કુખ્યાત ધીરેન અમૃતલાલ કારિયાની ધરપકડ કરી છે. માહિતી મુજબ, બાતમીના આધારે અમરેલી પોલીસે કાર્યવાહી કરીને મધ્યપ્રદેશના ઉજ્જૈનમાંથી લિસ્ટેડ આરોપી ધીરેન કારિયાની ધરપકડ કરી છે.

ધીરેન મૂળ જુનાગઢ છે.પ્રાપ્ત અહેવાલ અનુસાર, આરોપી સામે રાજ્યના અમરેલી, ભાવનગર, જુનાગઢ, દ્વારકા, જામનગર, ગાંધીનગર, પોરબંદર, રાજકોટ અને નર્મદા જિલ્લામાં અલગ અલગ ગુનાઓ નોંધાયા છે. અમરેલી એસ.પી. હિમકરસિંહે સમગ્ર ગુન્હાની વિગત આપી હતી. આરોપીને ઝડપી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢના કુખ્યાત બુટલેગર ધીરેન કારીયાના પત્ની ભાજપના નગરસેવિકા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે પકડાયેલા બુટલેગરને આજે અમરેલી પોલીસે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

Continue Reading

અમરેલી

દીપડાના મોઢામાંથી 8 વર્ષના પુત્રને ઝૂંટવી ભાગવા જતાં પિતા ફેન્સિંગ તારમાં ઘૂસી ગયા: બંનેને ઈજા

Published

on

By

 

  • અમરેલીના જાળીયા ગામની ઘટના: ઈજાગ્રસ્ત પિતા-પુત્રને સારવારમાં ખસેડાયા

અમરેલી તાલુકાના જાળીયા ગામે ખેત મજુરી અર્થે આવેલો પરિવાર રાત્રિના ખુલ્લામાં સુતો હતો ત્યારે મધરાત્રે દીપડાએ હુમલો કરી આઠ વર્ષના બાળકને ઉપાડીને ભાગ્યો હતો. પુત્રને બચાવવા પિતાએ પાછળ દોડી દીપડાના મોંઢામાંથી આઠ વર્ષના પુત્રને ઝુટવી લઈ ભાગવા જતાં પિતા પુત્ર સાથે ફેન્સીંગ તારમાં ઘુસી ગયા હતાં. પિતા-પુત્રને ઈજા પહોંચતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મુળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની અને હાલ અમરેલી તાલુકાના જાળીયા ગામે રહેતા કિશોરભાઈ ઠુંમરની વાડીએ ખેત મજુરી અર્થે આવેલો શ્રમિક પરિવાર રાત્રિનાં વાડીએ ખુલ્લામાં સુતો હતો ત્યારે રાત્રિનાં બે વાગ્યાના અરસામાં દીપડો ત્રાટકયો હતો અને શ્રમિક પરિવારના અજય રાજુભાઈ અજનાર નામના આઠ વર્ષના માસુમને ઉપાડી ચાલતો થયો હતો. ઘટનાના પગલે આસપાસ સુતેલા પરિવારના લોકો જાગી જતાં તેમણે રાડારાડી કરી હતી અને આઠ વર્ષના માસુમ અજય અજનારના પિતા રાજુભાઈ અજનારે દીપડાને પડકાર્યો હોય તેમ પુત્રને બચાવવા દીપડા પાછળ દોટ મુકી હતી અને દીપડાના મોંઢામાંથી આઠ વર્ષના પુત્રને ઝુંટવી પિતા રાજુભાઈ અજનાર ભાગ્યા હતાં તે દરમિયાન રાજુભાઈ અજનાર અંધારાના કારણે ફેન્સીંગ તારમાં ફસાઈ ગયા હતાં. પુત્ર અજય અજનાર અને પિતા રાજુભાઈ રમેશભાઈ અજનાર (ઉ.27)ને ઈજા પહોંચતાં તાત્કાલીક સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં તેમની તબિયત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

પ્રાથમિક પુછપરછમાં દીપડાએ કરેલા હુમલામાં ઘવાયેલા આઠ વર્ષનો માસુમ બે ભાઈ એક બહેનમાં મોટો હતો અને તેનો પરિવાર બે દિવસ પૂર્વે જ મધ્યપ્રદેશથી ખેત મજુરી અર્થે જાળીયા ગામે આવ્યો હતો અને માસુમ બાળક પરિવાર સાથે સુતો હતો ત્યારે નિંદ્રાધીન માસુમ બાળકને દીપડાએ ગરદનથી પકડી ભાગ્યો હતો જેના કારણે માસુમ બાળકને ગરદનના ભાગે ઈજા પહોંચી હોવાનું અને પુત્રને બચાવવા ગયેલા પિતા ફેન્સીંગ તારમાં ફસાતા ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે અમરેલી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

અમરેલી

જાફરાબાદ નજીક દરિયામાં ડૂબી જવાથી સિંહણનું મોત

Published

on

By

ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાની દરિયાઈ બોર્ડરમાં સાવજને લઈ બે ઘટના સામે આવી છે. રાજ્યમાં દરિયામાં ડૂબી જવાથી સિંહણના મોતની સૌ પ્રથમ ઘટના જાફરાબાદ દરિયા કિનારે બની છે. જાફરાબાદના ધારાબંદર નજીક દરિયામાંથી એક સિંહણનો મૃતદેહ મળ્યો છે. વનવિભાગે મૃતદેહ કબજે લીધો હતો. જ્યારે ઉનાના ખત્રીવાડા દરિયાઈ ખાડીમાં સિંહબાળ ફસાયું હતું. જેનું રેસ્ક્યુ કરી વનવિભાગે બચાવ્યું હતું.

રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 238 સિંહોના મોત થયા હોવાના આંકડા સામે આવ્યા હતા. છેલ્લા બે વર્ષમાં અનુક્રમે રૂૂ. 115 કરોડ અને રૂૂ. 162 કરોડ મળીને કુલ રૂૂ. 277 કરોડનો ખર્ચ કરાયો છે. આમ છતાં કુદરતી અને અકુદરતી ઉપરાંત વિવિધ કારણોસર આ સમયગાળામાં 118 સિંહબાળ, 43 સિંહણ અને 43 સિંહોના કુદરતી મૃત્યુ નિપજ્યાં હોવાનું સરકારે સત્તાવાર રીતે જણાવ્યું છે. છેલ્લા બે વર્ષમાં અકુદરતી મોતને ભેટેલા સિંહોની સંખ્યા 9, સિંહણ 12 અને 8 સિંહબાળના મોત નિપજ્યાં છે. ગુજરાત સરકારને કેન્દ્ર સરકાર પાસે 31 ડિસેમ્બર, 2023 ની સ્થિતિએ રૂૂ. 2 કરોડની સહાય આપવામાં આવી હતી, જેમાંથી રૂૂ. 844 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું વન વિભાગ દ્વારા જણાવાયું છે.

Continue Reading

Trending