ગીર પંથકના રિસોર્ટ ફાર્મહાઉસોમાં ચાલતી દારૂૂની મહેફીલો સહિતની ગેરકાયદે પ્રવૃત્તિઓ પર જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે ઘોસ બોલાવી છે.
ગતરાત્રીના સમયે ગીરપંથકના 2 રિસોર્ટ પર દરોડો પાડતા પોરબંદર, રાજકોટ, ધોરાજીના નશાખોરો દારૂૂની મહેફિલ માણતા રંગેહાથ ઝડપાઇ આવતા તમામને જેલ હવાલે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગત રાત્રીના સમયે એલસીબી પી.આઈ એ.બી.જાડેજા, પીએસઆઈ આકાશસિંહ સિંધવ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. ત્યારે સાસણ ગીર નજીક ચિત્રોડ ગામની સીમમાં આવેલ સ્વાગત રિસોર્ટમાં દરોડો પાડતા વિદેશી દારૂૂની મહેફિલ માણતા રિસોર્ટ સંચાલક જેતપુરના રામજી મંદીર પાછળ રહેતો 33 વર્ષીય વાણંદ પ્રશાંત જયસુખભાઈ ભટ્ટી, તેમજ રાજકોટ, નાના મવા સર્કલ નજીક રહેતા અને હોટલ વ્યવસાય ધરાવતા 57 વર્ષીય પટેલ વિઠ્ઠલભાઇ ડાયાભાઇ અમીપરા, રાજકોટના મવડી પ્લોટ વિસ્તારમાં રહેતા 43 વર્ષીય વેપારી પટેલ બિપીન મોહનભાઇ, રાજકોટ કોટડાસાંગાણીના પડવલા ગામે રહેતા દરબાર સહદેવસિંહ ચંદુભા જાડેજા અને મહેન્દ્ર દેવજીભાઇ ચૌહાણ, પોરબંદર આશાપુરા ચોકડી નજીક રહેતા ખારવા રમેશભાઇ જાદવભાઈ વાંદરીયા, ખારવા હિતેષભાઇ મેઘજીભાઇ બાદરશાહી, ખારવા નારણભાઇ બાબુભાઇ સલેટ, ખારવા નિલેશ માવજીભાઇ લોઢારી વિદેશી દારૂૂની મહેફિલ માણતા રંગેહાથ ઝડપાઇ આવ્યા હતા.
સાંગોદ્રા ગામના પાટિયા નજીક બોરવાવ ગીર ગામની સીમમાં આવેલી ધ ગીર પલ્સ નામના રિસોર્ટમાં દરોડો પાડતા રિસોર્ટ સંચાલક સાસણ ગીરના ખડાનેસનો 21 વર્ષીય યુવક રબારી ભરત હાજાભાઈ, મુછાળ રબારી તેમજ તાલાલાના ગુંદરણ ગામે માલધારી વસાહતમાં રહેતા રબારી સુરેશ રામભાઇ કરમટા અને રિસોર્ટમાં નોકરી કરતો રાજકોટના કોઠારીયા રોડ સુરભી પાર્ક-1માં રહેતો વાળંદ પરેશ મનસુખભાઈ કાલાવાડીયા વિદેશી દારૂૂની મહેફિલ માણતા રંગેહાથ ઝડપાઇ આવ્યા હતા.