Site icon Gujarat Mirror

વીરતા મેડલ વિજેતા જવાનો માટે ઝિંદગીભર ટ્રેનમાં ફ્રી મુસાફરી

પત્ની કે અન્ય એક સાથીદારને પણ લાભ: કેન્દ્ર સરકારનો હુકમ

સેનાના મેડલ અથવા એવોર્ડ મેળવનારા વ્યક્તિને અને તેમના જીવનસાથીને રેલગાડીની અમુક શ્રેણીમાં ફ્રી ટ્રાવેલનો લાભ મળવા જઈ રહ્યો છે. સરકાર તરફથી રેલવેને આ પ્રકારના નિર્દેશ આપવામાં આવ્યા છે. અહીં ઉલ્લેખનીય છે કે કોરોના કાળ પહેલાં સુધી ટ્રેનની મુસાફરીમાં અસંખ્ય શ્રેણીમાં છૂટ અથવા રાહત મળતી હતી, પણ બાદમાં તેને મર્યાદિત કરી દીધી હતી.

ભારત સરકારે એક ઓર્ડર જાહેર કર્યો છે, આ ઓર્ડર અંતર્ગત, સેના/નૌસેના/વાયુસેના મેડલ વીરતા પુરસ્કાર મેળવનારા/તેમના જીવનસાથી (વિધવા/વિધુરોને તેમના પુનર્વિવાહ સુધી)ને ભારતીય રેલની રેલગાડીના ફર્સ્ટ ક્લાસ/2 AC/AC ચેર કારમાં એક કમ્પેનિયન સાથે જીવનભર ફ્રી યાત્રાનો અધિકાર મળશે. જેને મરણોપરાંત પુરસ્કાર મળે છે અને તે સમયે તે અવિવાહિત હતા, તેમના માતા-પિતાને ભારતીય રેલવેની આ ટ્રેનોમાં એક કમ્પેનિયન સાથે જિંદગીભર મફત યાત્રાનો અધિકાર મળશે.

રેલગાડીઓમાં કોરોના કાળ પહેલાં સુધી લગભગ 50 કેટેગરીમાં રાહતની યાત્રાનો લાભ મળતો હતો. તેમાં સિનિયર સિટિઝન્સની સાથે સાથે ઘણા લોકો સામેલ હતા, પણ કોરોના કાળમાં તેને ખતમ કરી દીધું. બાદમાં અમુક છૂટ ફરીથી શરૂૂ થઈ, પણ તેની સંખ્યા પહેલાંની તુલનામાં ઓછી થઈ ગઈ.

Exit mobile version