Connect with us

ગુજરાત

મોરબીમાં મૈત્રીકરાર મામલે બે પરિવાર વચ્ચે ધોકાવાળી

Published

on

યુવતીના સંબંધીએ કહ્યું, તારા પુત્રને બહાર કાઢ મારી રિવોલ્વરથી એને ભડાકે દેવો છે: બેથી ત્રણ ઘવાયા, વાહનો-ઘરમાં તોડફોડ: સામસામી પોલીસમાં ફરિયાદ


મોરબીના સામા કાંઠે શોભેશ્વર રોડ લક્ષ્મીનગર સોસાયટીમાં આરોપીની ભાણેજ સાથે યુવક મૈત્રી કરારથી રહેતા હોય જે બાબતે બંને પક્ષો વચ્ચે બબાલ થતા બંને પક્ષો દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સામ સામે ફરીયાદ નોંધાવી છે.


મળતી માહિતી મુજબ મોરબીના શોભેશ્વર રોડ લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા ભાનુબેન સુરેશભાઈ સિંધવ (ઉ.વ.46) એ આરોપી સિરાજભાઇ પોપટીયા, કલ્પેશ દિનેશભાઇ કોળી, દિલીપ રઘાભાઇ કોળી, વિવેકભાઇ કિશોરભાઇ ધોળકીયા, રોહીત ઉર્ફે ટકો કુંભાર, સિરાજભાઇનો સાળો અનિસ તથા બિજા અજાણ્યા બે માણસો રહે બધા મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.10-06-2024નાં રોજ ફરીયાદિના દિકરા કુર્નેશ આરોપી સિરાજભાઈના ભાણેજ ડોલીને ભગાડી લઇ જઇ મૈત્રીકરાર કરી બન્ને સાથે રહેતા હોય જેનો ખાર રાખી આરોપી સિરાજભાઈ અવારનવાર ફરીયાદિના પરિવારના સભ્યોને ફોન કરી ઉશ્કેરણી કરી તેમજ બિભત્સ ગાળો આપતા હોય પોતાની ભાણેજને પાછી મુકી જવા કહેતા હોય પરંતુ ફરીયાદી કોઇ ઝઘડો કરવા માંગતા ન હોય જેથી આરોપી સિરાજભાઈ સાથે સાતેય આરોપીઓ બધા સ્કોરપિયો ગાડીમા ફરીયાદિના ઘરે જઇ ફરીના પતિને કહેલ કે તારા બન્ને દિકરાને ઘરની બહાર કાઢ મારી પાસે લાયસન્સ વાળી રીવોલ્વર છે હુ ચોવીસ કલાક ભેગી જ રાખુ છુ તારા છોકરાને ભડાકે દેવો છે આજ અમો પુરી તૈયારી સાથે આવેલ છીએ અને તમારી હવા કાઢી નાખવી છે તેમ કહી આરોપી સિરાજભાઈએ પેન્ટના નેફામાંથી છરી કાઢી ફરીયાદિના પતિને મારવા જતા ફરીયાદિને જમણા હાથમા છરી વાગી જતા ઇજા થતા તેમજ ભેગા આવેલ બધાં આરોપીઓએ લાકડાના ધોકાઓ પછાડી બિભત્સ ગાળો આપી મારી નાખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર ભાનુબેને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
જ્યારે સામા પક્ષે મોરબી સો ઓરડી શેરી નં-06માં રહેતા સિરાજભાઈ ઉર્ફે દુખી અમીરઅલી પોપટીયા (ઉ.વ.35) એ આરોપી સુરેશભાઇ ભરવાડ, રાહુલ સુરેશભાઈ ભરવાડ, સમીર ભરવાડ રહે ત્રણેય લક્ષ્મીનગર સોસાયટી શોભેશ્વર રોડ તથા ભાનુબેન ભરવાડ, ગોપાલ ભરવાડ રહે ત્રાજપર, હિતેશભાઇ ભરવાડ રહે ત્રાજપર, ગોપાલ ભરવાડના બે ભાઇઓ રહે ત્રાજપર ગામ તા.જી.મોરબી, કુર્નેસ સુરેશભાઇ ભરવાડ રહે બન્ને લક્ષ્મીનગર સોસાયટી શોભેશ્વર રોડ, મકબુલ પિંજારા રહે મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.10-06-2024 ના રોજ ફરીયાદિના ભાણેજ ડોલીબેનને આરોપી કુર્નેસ ભરવાડનાઓ આજથી ત્રણેક માસ પહેલા ભગાડીને લઇ ગયેલ હોય જેથી આરોપી રાહુલ ભરવાડએ ફરીયાદીને ફોન કરી કહેલ કે તુ તૈયારીમા રહેજે તને મારી નાખવો છે તેવી ફોન ઉપર ધમકી આપેલ જે બાબતે ફરીયાદીએ આરોપીઓના આગેવાનોને સંપર્ક કરતા આ મેટર છોકરી બાબતની હોવાથી ઘરમેળે સમજુતી કરી લેવાનુ કહેતા ફરીયાદી પોતાના મિત્રો સાથે આરોપીના ઘરે આરોપી રાહુલને ફોન નહી કરવા કહેવા જતા આરોપીઓને સારૂૂ નહી લાગતા આરોપી સમીર ભરવાડે ફોન કરી તેના સંબંધીઓને બોલાવી ફરીયાદીને આરોપી સુરેશભાઈ સમીર, ભાનુબેન, ગોપાલ, હિતેશભાઈએ લાકડાના ધોકાવડે આખા શરીરે મુંઢમાર મારી ડાબા પગમા ઢીંચણથી નિચેના ભાગે ફ્રેકચર જેવી ઇજા કરી તેમજ આરોપી રાહુલએ માથામા ધારીયા જેવા હથીયાર થી મારા મારી ઇજા કરતા તેમજ આરોપી ગોપાલના બે સાડા,કુર્નેસ, મકબુલએ ફરીયાદીના ઘરે જઇ ફરીયાદીનુ એકસેસ મો.સા. મા તેમજ ઘરના દરવાજા ઉપર ધોકા મારી નુકશાન કરી ફરીયાદિની પત્નિને બિભત્સ ગાળો આપી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનનાર સિરાજભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.


બંને પક્ષો દ્વારા મોરબી સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાત

કોર્પોરેશનના પાપે કાલાવડ રોડ પર કલાકો સુધી ટ્રાફિકજામ

Published

on

By

ક્રિસ્ટલ મોલ સામે પાણીની લાઈન માટે ચોમાસાના પ્રારંભે જ રોડ ખોદી નાખ્યો: એજી ચોકથી આત્મીય કોલેજ સુધી સવારના પહોરમાં અનેક સ્કૂલ બસ જામમાં ફસાઈ


રાજકોટ શહેરના વિકાસે આંધળી દોટ મુકી છે. ઠેર ઠેર વિકાસના નામે ખાડા ખોદી નાખવામાં આવ્યા છે. જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ચોમાસાના પ્રારંભે જ રાજકોટના ગૌરવપથ સમાન કાલાવડ રોડ ઉપર પાઈપલાઈન માટે રોડ ખોદી નાખ્યો હતો. જેના કારણે આજે સવારે કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો.
રાજકોટ શહેરના કાલાવડ રોડ ઉપર વિકાસ અટકવાનું નામ જ લેતો નથી થોડા સમય પહેલા કાલાવડ રોડ ઉપર કેન્દ્રીય વિદ્યાલયથી લઈને પાણીના સંપ સુધી પાણીની મોટી લાઈનો નાખવામાં આવી હતી. જેના કારણે વાહન ચાલકો પરેશાન થયા હતાં. આ પાઈપલાઈનનું કામ પૂર્ણ થયા બાદ તેના પર ડામર રોડનુંં કામ પણ કરી નાખવામાં આવ્યું હતું. ચોમાસાનો પ્રારંભ થતાં ફરી પાઈપલાઈન નાખવાનું ભુલાઈ ગયું હોય તેમ કોર્પોરેશનના અધિકારીઓએ પાણીના ટાંકાથી લઈને પાણીના સંપ સુધી એક સપ્તાહ પહેલા પાઈપલાઈન નાખવાનું કામ શરૂ કર્યુ હતું. પાઈપલાઈનનું કામ પૂર્ણ થઈ ગયું છે. પરંતુ ખાડા બુરવાનું કામ બાકી રહી ગયું છે. કાલાવડ રોડ ઉપર કોર્પોરેશનના પાપે લાઈન ખોદાયા બાદ બુરવાની રહી જતાં આજે સવારે પડેલા ભારે વરસાદના કારણે માટીનું ધોવાણ થઈ ગયું હતું. જેના કારણે આત્મીય કોલેજથી લઈને એ.જી. ચોક સુધી અડધો કિલોમીટરથી વધુ રોડ ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો. સવારના પહોરમાં ટ્રાફિક જામમાં અનેક સ્કૂલ બસ અનેક સ્કૂલ વેન, એસટી બસ સહિતના વાહનો ફસાઈ ગયા હતાં. ગૌરવપથ સમાન કાલાવડ રોડ ઉપર ટ્રાફિક જામ થયાની પોલીસ ક્ધટ્રોલરૂમને જાણ થતાં તાત્કાલીક પોલીસ કાફલો ઘટના સ્થળે બોલાવ્યા હતાં. અને એક સાઈડનો રોડ બંધ કરી દઈ ટ્રાફિક વ્યવહાર પૂર્વરત કર્યો હતો.

ભૂવો પડતા લીલુંઘાસ ભરેલી બોલેરો ફસાઈ
કાલાવડ રોડ ઉપર એમ.જી. હોસ્ટેલની સામે આજે સવારે વરસાદને કારણે પાણીની લાઈન નાખવા માટે રોડ ખોદી નાખેલ હોય જેમાં આજે સવારે લીલુઘાસ લઈને જતાં બોલેરો જીપ ફસાઈ ગઈ હતી. વરસાદને કારણે કાલાવડ રોડ ઉપર ભુવો પડ્યો હતો. જેના કારણે આ બોલેરો ખાડામાં ફસાઈ ગઈ હતી. જેને જેસીબીની મદદતથી બહાર કઢાઈ હતી.

Continue Reading

ગુજરાત

પોણો ઇંચ વરસાદે પોલ ખોલી, રિંગરોડ પાણીમાં ડૂબ્યો

Published

on

By

બિગબજારથી નાનામવા સર્કલ સુધી ગોઠણડૂબ પાણી ભરાઇ જતા બે સિટીબસ અને અનેક વાહનો ફસાઇ ગયા

પાણીના નિકાલની વ્યવસ્થા જ નથી, લોકોએ જાતે ભૂગર્ભ ગટરના ઢાંકણા ખોલી પાણી કાઢયું


રાજકોટમાં લોકસભાની ચૂંટણીની લાં….બી.. આચારસંહિતા અને ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના કારણે પ્રિ-મોનસુન કામગીરી સમુળગી થઈ નહીં શકતા ચોમાસાના પ્રારંભ સાથે જ શહેરીજનોને યાતના ભોગવવાનો વારો આવ્યો હતો.


ગઈકાલે રવિવારે સાંજે પડેલા પોણો ઈંચ વરસાદમાં જ મહાનગરપાલિકાની પોલ ખુલી ગઈ હતી અને શહેરના બે છેડાને જોડતો 150 ફૂટ રીંગ રોડ સ્વીમીંગપુલમાં ફેરવાઈ જતાં અનેક સ્થળે ગોઠણડૂબ પાણી ભરાઈ ગયા હતાં. અને નાના ટુ-વ્હીલરથી માંડી સીટીબસો પણ ફસાઈ જતાં લોકો હેરાન પરેશાન થઈ ગયા હતાં.માત્ર પોણો ઈંચ વરસાદના 150 ફૂટ રીંગ રોડ ઉપરના માધાપર સર્કલ, બીગ બજારથી નાનામવા સર્કલ સુધી, મવડી ઓવરબ્રીજ પછીનો ચોક સહિતના વિસ્તારો જાણે પાણીમાં ડૂબી ગયા હતાં.


આ ઉપરાંત નવા રીંગ રોડ ઉપર પણ વેગડચોક સહિતના પોઈન્ટ પાણીમાં ગરક થઈ જતાં ભારે વાહનો પણ થંભી ગયા હતાં. માત્ર પોણો ઈંચ વરસાદે જાણે રાજકોટની રફતાર રોકી દીધી હોય તેવી સ્થિતિ જોવા મળી હતી.
ખાસ કરીને 150 ફૂટ રીંગ રોડ ઉપર રવિવારની રજાના કારણે ભારે ટ્રાફિકના સમયે જ વરસાદ ત્રાટકતા અને રસ્તાઓ ઉપર પાણી ભરાઈ જતાં અનેક વાહનો ફસાઈ ગયા હતાં.બે ઈલેક્ટ્રીક સીટી બસ પણ નાનામવા સર્કલ નજીક પાણીના કારણે બંધ પડી જતાં મુસાફરોની હાલત કફોડી થઈ ગઈ હતી.


આજ રીતે પરિવાર સાથે નિકળેલા લોકોના વાહનો પાણીમાં ફસાઈ જતાં બાળકો મહિલાઓની સ્થિતિ કફોડી બની ગઈ હતી.આ સિવાય શહેરમાં ચોમાસા સમયે જ પાણીની પાઈપલાઈનો નાખવા માટે અનેક રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે. અને ખોદેલા રસ્તાઓમાં પુરુ બુરાણ કરવામા આવ્યું ન હોવાથી આજે સવારે પણ કાદવમાં વાહનો ફસાઈ ગયા હતાં.

શહેર ડૂબવાનો ભય: કંટ્રોલરૂમ શરૂ જ ન થયો
રાજકોટ શહેર રકાબીના આકારમાં પથરાયેલું હોવાથી સામાન્ય વરસાદમાં પણ અનેક વિસ્તારો જળબંબાકાર બની જતાં હોય છે. મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા પ્રીમોન્સુન કામગીરી અંતર્ગત વોકળા સફાઈ સહિતના કામો હાથ ધરાય છે. એન ચોમાસુ બેસે તે પહેલા 15 જૂનથી ઈમરજન્સી માટે જ્યુબેલી ઝોન ખાતે ક્ધટ્રોલરૂમ શરૂ કરવામાં આવતો હોય છે. પરંતુ આજે તા. 24 અને ગઈકાલથી વરસાદ વરસવાનો પણ શરૂ થયો છે. 14 કલાકમાં દોઢ ઈંચથી વધુ પાણી પડી જતા પાણી ભરાવાની અનેક ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે અગ્નિકાંડની ઘટનામાં વ્યસ્ત થઈ ગયેલ કોર્પોરેશન ક્ધટ્રોલરૂમ શરૂ કરવાનું જ ભુલીગયું હોય તેમ આજ સુધી ક્ધટ્રોલરૂમ શરૂ ન થયાની ફરિયાદો ઉઠતા સ્ટેન્ડીંગ ચેરમેને તાત્કાલીક ધોરણે અધિકારીઓ સાથે આજે બેઠક યોજી હોવાનું જાણવા મળેલ છે. જ્યારે પાણી ભરાવા સહિતની ફરિયાદો ફાયર વિભાગમાં તથા સીવીક સેન્ટર ખાતે કરવામાટે પ્રજા દ્વારા અનેક કોલ લગાવેલ પરંતુ ફોન એંગેજ આવતો હોવાની ફરિયાદો મ્યુનિસિપલ કમિશનર સુધી પહોંચી હોવાનું જાણવા મળેલ છે. આથી હાલ શહેર ઉપર ભરપુર વાદળો છવાયેલા હોય રાત્રીના વરસાદ તુટી પડે તો ઈમરજન્સી મદદ મળવાની આશા પ્રજાએ રાખવાના બદલે પોતાની રીતે બચાવ રાહતની કામગીરી શરૂ કરવી પડશે. આથી શહેર ભારે વરસાદના પગલે ડૂબવાનો ભય જળુંબી રહ્યો છે.

Continue Reading

ગુજરાત

રાજ્યની આઠ મનપામાંથી સાતમાં ચીફ ફાયર ઓફિસરની જગ્યા ખાલી

Published

on

By

ભાવનગરમાં 18 વર્ષથી, વડોદરામાં 10 વર્ષથી, અમદાવાદ કોર્પોરેશનમાં બે વર્ષથી કાયમી નિમણૂક નથી થઇ

આગ લાગે ત્યારે કૂવો ખોદવાની જેમ 15 જુલાઇ સુધીમાં જગ્યા ભરવા સરકારનો આદેશ!

ગુજરાતમાં અગ્નિશમન સેવાઓની સ્થિતિ ભયાવહ તરીકે સામે આવી છે, જેમાં અગ્નિશામક દળ, નેતૃત્વની ગંભીર કટોકટીથી પીડિત છે. ગુજરાત સરકાર અને તેના મોટા શહેરોની શહેરી સ્થાનિક સંસ્થાઓ બંને આ કટોકટી સેવાઓમાં નિર્ણાયક ટોચની જગ્યાઓ ભરવામાં નિષ્ફળ રહી છે.ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગના સંબંધમાં રાજકોટના ચીફ ફાયર ઓફિસર (સીએફઓ) ઇલેશ ખેરની ધરપકડ બાદ, જેમાં ઘણા બાળકો સહિત 27 લોકોના મોત થયા હતા, ગુજરાતના આઠ મોટા શહેરોમાંથી સાત હવે પૂર્ણ-સમયના સીએફઓ વગરના છે.
રાજકોટમાં મે મહિનામાં તાજેતરની દુર્ઘટના બની હતી, તેના સીએફઓ અને ડેપ્યુટી સીએફઓ બી જે થેબા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 22 જૂને ધરપકડ કરવામાં આવી હતી. ડિવિઝનલ ફાયર ઓફિસર્સ (ડીઓ) માટે કોઈ મંજૂર પોસ્ટ ન હોવાના કારણે, સ્ટેશન ઓફિસર હાર્દિક ગઢવીની ધરપકડ કરવામાં આવી છે.


ઉલ્લેખનીય છે કે, સીઇઓ ખેર ગુજરાતમાં માત્ર બે પૂર્ણ-સમયના સીએફઓ પૈકીના એક હતા. બીજા છે કે કે બિશ્નોઈ, જેઓ જામનગર ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસના વડા છે અને ગુજરાતના સૌથી અનુભવી ફાયર ઓફિસર છે, જેમણે એક દાયકાથી વધુ સમયથી આ ભૂમિકામાં સેવા આપી છે. જામનગર ફાયર સર્વિસમાં ચાર સ્ટેશન ઓફિસરની કમી છે, જગ્યાઓ ટૂંક સમયમાં ભરવામાં આવે તેવી અપેક્ષા છે. અમદાવાદ, રાજ્યની સૌથી મોટી મ્યુનિસિપલ કોર્પોરેશન, તેની સીએફઓ પોસ્ટ બે વર્ષથી વધુ સમયથી ખાલી છે, જેમાં ડેપ્યુટી સીએફઓ જયેશ ખાડિયા માર્ચ 2022 થી વધારાનો ચાર્જ સંભાળે છે. એડિશનલ સીએફઓ પોસ્ટ ફેબ્રુઆરી 2022 થી ખાલી છે જ્યારે અગાઉના અધિકારી નિવૃત્ત થયા હતા, ડેપ્યુટી સીએફઓ સાથે. સીએફઓ મિથુન મિસ્ત્રી પણ વધારાનો હવાલો સંભાળી રહ્યા છે.


રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આ વર્ષે જ ઈઋઘની જગ્યા મંજૂર કરવામાં આવી હતી અને ઉઘની જગ્યાઓ પ્રથમ સ્થાયી સમિતિની બેઠકમાં મંજૂર કરવામાં આવે તેવી અપેક્ષા છે. દરમિયાન, અમદાવાદના ડીઓ કૈઝાદ દસ્તૂર ફેબ્રુઆરી 2022 થી વધારાનો ચાર્જ સંભાળી રહ્યા છે.સૌથી લાંબા સમયથી સીએફઓની જગ્યા ભાવનગરમાં પેન્ડીંગ છે, જ્યાં 2006 થી જગ્યા ખાલી છે. વિભાગીય અધિકારી પ્રદ્યુમનસિંહ જાડેજાને ત્રણ મહિના પહેલા ઈન્ચાર્જ સીએફઓ બનાવવામાં આવ્યા હતા, પરંતુ ત્રણ જાહેરાતો છતાં 18 વર્ષથી ફુલ ટાઈમ નિમણૂંકો પેન્ડિંગ છે.


જૂનાગઢમાં, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી દિપકકુમાર જાની છેલ્લા બે વર્ષથી ડેપ્યુટેશન પર સીએફઓ તરીકે કામ કરી રહ્યા છે, પોસ્ટ ભરવાના અનેક નિષ્ફળ પ્રયાસો થયા છે.વડોદરામાં 2014 થી સીએફઓની જગ્યા ખાલી છે, જે માત્ર અભિનય ક્ષમતામાં ભરવામાં આવી છે. ડેપ્યુટી સીએફઓ પાર્થ બ્રહ્મભટ્ટ 2019 થી ચાર્જમાં છે. સુરતમાં, બસંત પારીક અગાઉના સીએફઓને સસ્પેન્ડ કર્યા બાદ, 2017 થી ઈન્ચાર્જ સીએફઓ છે.


શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગ (યુડીયુએચડી) ના અગ્ર સચિવ અશ્વિની કુમારે તમામ કોર્પોરેશનોને ખાસ કરીને ફાયર સર્વિસમાં, 15 જુલાઈ સુધીમાં ખાલી જગ્યાઓ, ભરવા માટે સૂચના આપી છે.જો કે, અગ્નિશામકો અને અધિકારીઓ એકસમાન ભરતીના નિયમોના અભાવ, અલગ-અલગ શૈક્ષણિક લાયકાત, અસંખ્ય આક્ષેપો અને સમગ્ર ફાયર સેવાઓમાં લાંબા સમયથી ચાલતી પૂછપરછ અંગે ચિંતિત રહે છે. વધુમાં, વર્તમાન અધિકારીઓમાં વાસ્તવિક અગ્નિશામક અને વહીવટી અનુભવના અભાવે ગુજરાતની અગ્નિશમન સેવાઓનું મનોબળ અને કાર્યક્ષમતા વધુ બગડશે તેવી આશંકા ઊભી કરી છે.

Continue Reading

Trending