Connect with us

ગુજરાત

બેંક ખાતાધારકની જાણ બહાર અમેરિકન કંપનીના ખાતામાં ચાર ટ્રાન્ઝેકશન થઇ ગયા

Published

on

દેશની ખાનગી ક્ષેત્રની બેંકોમાં બિઝનેસની દ્રષ્ટિએ બીજો ક્રમ ધરાવતી અને દૈનિક ધોરણે અબજો રૂૂપિયાનો ઉથલો ધરાવતી આઇસીઆઇસીઆઈ ગ્રાહક સાથેની છેતરપિંડીઓના પ્રકારના મામલામાં ખુદ ફરિયાદી બનવાને બદલે ગ્રાહકને સાયબર ક્રાઈમ વિભાગમાં ફરિયાદ નોંધાવવાની સૂફિયાણી સલાહ આપી સમગ્ર મામલાને ગૂંચવી નાંખવા કે વિલંબમાં મૂકવા બાલિશ પ્રયાસો કરે છે.

જામનગરના દિપક ઠુંમર ICICIબેંકની હીરજી મિસ્ત્રી રોડ શાખામાં એકાઉન્ટ ધરાવે છે અને આ બેંકનું ડેબિટકાર્ડ ધરાવે છે. આ એકાઉન્ટમાં બેંકે ગત્ ગુરૂૂવારે, શુક્રવારે, શનિવારે અને રવિવારે એમ ઉપરાઉપરી ચાર દિવસ અમુક રકમ ડેબિટ કાર્ડ ટ્રાન્જેક્શન નામે ડેબિટ કરી હતી. આ રકમ ડેબિટ કરતાં પૂર્વે બેંકની સિસ્ટમમાંથી ગ્રાહકને કોઈ પણ પ્રકારનો OTPમોકલવામાં આવ્યો નથી. સામે ગ્રાહકે પોતાના બેંક એકાઉન્ટમા અન્ય કોઈ પ્રકારનું થર્ડ પાર્ટી ઓટોમેટિક કપાત અંગે મેન્ડેટ પણ કર્યું નથી, છતાં અને બેંક રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાનું દરેક બેંકના ડેબિટકાર્ડ માટે સિકયોરિટી ફીચર એવું છે કે, કોઈ પણ ડેબિટકાર્ડમાં નાણાંકીય વ્યવહાર થતાં પૂર્વે બેંકની સિસ્ટમે ગ્રાહકને OTPમોકલવો પડે અને ગ્રાહક દ્વારા આ ટ્રાન્જેક્શન ઓટીપી દ્વારા ઓથો્રાઈઝ કરવામાં આવતું હોય છે પરંતુ આ કેસમાં બેંક દ્વારા ગ્રાહકને ઉપરોકત ચાર પૈકી એક પણ વ્યવહાર વખતે OTPમોકલવામાં આવેલ નથી.

બેંકે ડેબિટકાર્ડ માટેના રિઝર્વ બેન્કના સિકયોરિટી ફીચરનો ઉલાળિયો કરીને, ગ્રાહકની જાણ અથવા સંમતિ વિના જ કોઈ અજાણ થર્ડ પાર્ટીના એકાઉન્ટમાં ઉપરોકત રકમો કુલ ચાર વખત જમા આપી દીધી છે આ મામલો ખરેખર તો ગ્રાહક સાથે છેતરપિંડીનો મામલો છે. છતાં બેંક ગ્રાહકને એવી સૂફિયાણી સલાહ આપે છે કે, આ મામલે સાયબર ક્રાઈમ વિભાગમાં ફરિયાદ દાખલ કરો. જોવાની ખૂબી એ છે કે, સાયબર ક્રાઈમ બ્રાન્ચ એમ કહે છે કે, આ મામલો ગ્રાહક અને બેંક વચ્ચેનો છે. બેંકની સેવાકીય ખામી કે ગેરરીતિઓ મામલે ગ્રાહક સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં નહીં પરંતુ ગ્રાહક સુરક્ષા ફોરમમાં ફરિયાદ દાખલ કરાવી શકે.

ICICIબેંકની આ શાખાએ ગત્ 11મી એપ્રિલે આ ગ્રાહકના ખાતાંમાં ગ્રાહકની જાણ કે સંમતિ વિના રૂૂ. 687.21 પૈસા ઉધાર્યા છે, 12 એપ્રિલે ફરી રૂૂ. 458.43 પૈસા ઉધાર્યા છે, 13 એપ્રિલે રૂૂ. 867.44 પૈસા ઉધાર્યા છે. અને, 14 એપ્રિલે રૂૂ. 2,261.83 પૈસા ઉધાર કર્યા છે. આ એક પણ વ્યવહાર અંગે ગ્રાહકને અગાઉથી જાણ કરવામાં આવેલ નથી, એટલે કે OTPદ્વારા ગ્રાહકની સંમતિ લેવામાં આવી ન હતી.

આ ચારેય નાણાંકીય વ્યવહાર રાત્રિના 3-4 વાગ્યા આસપાસ થયા છે. મોડી રાતે બેંક ગ્રાહકના ખાતાંમાં ડેબિટ કાર્ડ દ્વારા ઉપરોકત રકમો ડેબિટ કરતી રહી અને એ પણ ગ્રાહકની સંમતિ વિના. ત્યારબાદ ગ્રાહક દ્વારા શભશભશ બેંકના કસ્ટમર કેરમાં સંપર્ક કરવામાં આવ્યો હતો તેને જણાવ્યું કે બેંક દ્વારા આ તમામ ચારેય રકમ એ સમયે અમેરિકાના સાનફ્રાન્સિસ્કો શહેરમાં ઉબેર નામની પાર્ટીના ખાતાંમાં જમા આપવામાં આવી છે. અહીં સવાલ એ છે કે, અમેરિકાના આ બેંક એકાઉન્ટમાં ICICIબેંકની જામનગર શાખાએ ઉપરાઉપરી ચાર વખત આ રકમો, ગ્રાહકને પૂછ્યા વગર જમા શા માટે આપી ?

ગ્રાહકે આ મામલે બેંક શાખાનો ઉધડો લેતાં પ્રથમ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરાવવાની ગ્રાહકને સલાહ આપનાર બેંકે હાલ ગ્રાહકની આ કુલ રકમ વિવાદી રકમ તરીકે જમા આપી છે, વિવાદ નિપટાવવા ફોર્મ ભરવા સૂચના આપી છે. આ ડેબિટકાર્ડ હાલ બ્લોક કરવામાં આવ્યું છે.
નવું ડેબિટકાર્ડ પ્રાપ્ત કરવા ગ્રાહકને નિયત રકમ ભરવા જણાવ્યું છે. બેંકની આ નીતિરીતિને કારણે ગ્રાહકને માનસિક ત્રાસ સહન કરવો પડ્યો છે અને ડેબિટકાર્ડની આ સુવિધાથી હાલ વંચિત રહેવું પડ્યું છે. ગ્રાહકે બેંકની પ્રાદેશિક કચેરી, ગ્રાહક સેવા અને સાઇબર ક્રાઇમમા આ મામલે ફરિયાદ દાખલ કરી છે.

 

 

ગુજરાત

રાજકોટના TRP ગેમ ઝોનમાં લાગી ભીષણ આગ, અનેક લોકો ફયાસા હોવાની આશંકા, જુઓ વિડીયો

Published

on

By

રાજકોટ શહેરમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટના નાના મવા રોડ પર આવેલા TRP ગેમઝોનમાં ભીષણ આગ લાગી છે. ગેમઝોનમાં લોકો ફસાયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. આગ લાગતા ત્યાં હાજર પ્રત્યક્ષદર્શીએ દાવો કર્યો છે કે 10થી 12 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. આગ લાગતા ફાયરબ્રિગેડની 8 ટીમો ઘટનાસ્થળ પર પહોંચી છે. આગના ધૂમાડા 3 કિલોમીટર સુધી દેખાઈ રહ્યા છે. ફાયરબ્રિગેડ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ પર હાજર છે. ગેમઝોનમાં આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર નથી આવ્યું. પ્રાપ્ત માહિતી અનુસાર ૨ બાળકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ આગના બનાવને પગલે ઘટનાસ્થળે દોડી ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે, થોડીવાર પહેલા આગના બનાવની જાણ થતાં આવ્યો છું. આવ્યા પછી ગંભીરતા જોતા લાગે છે કે કાંઈક જાનહાનિ થઈ છે, ઈશ્વરને પ્રાર્થના કે બધા સલામત રીતે બહાર આવે. બાળક કે કોઈ વાલીને કોઈ નુકસાન ન થાય. અંદર કેટલા છે એની માહિતી નથી મળી રહી. હાલની પ્રાયોરિટી આગ બુઝાવવાની છે અને સલામત લાવવાની. જવાબદારોને છોડવામાં નહીં આવે તેની ખાતરી આપું છું. તંત્રમાં અધિકારીઓ જવાબદાર હશે તેમને કોઈ બાંધછોડ ન કરાય.

https://www.facebook.com/reel/323686807288108

Continue Reading

ગુજરાત

એક દી’માં 18.70 કરોડની વિક્રમી વેરા વસૂલાત

Published

on

By

દોઢ માસમાં 2.57 લાખ કરદાતાઓએ રૂા.181 કરોડ કોર્પોરેશનની તિજોરીમાં ઠાલવ્યા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ નવા નાણાકીય વર્ષના શરૂૂઆતના તબક્કાથી જ વેરા વસુલાત ઝુંબેશ મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલના આદેશ તથા નાયબ મ્યુનિસિપલ કમિશ્નરશ્રી ચેતન નંદાણીના નેતૃત્વમાં હાથ ધરવામાં આવી છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખાના સહાયક કમિશનર સમીર ધડુકના માર્ગદર્શનમાં ઝુંબેશના રૂૂપમાં મિલકત વેરા વસુલાતની કામગીરી કરવામાં આવી રહી છે. જે અન્વયે વિવિધ સરકારી વિભાગો તેમજ ત્રણેય ઝોન કક્ષાએ મેનેજર-ટેક્ષ દ્વારા શહેરમાં વેરા વસુલાતની કામગીરી દરમ્યાન તા.24/05/2024ના રોજ સાંજે 6:00 વાગ્યા સુધીમાં (એક જ દિવસમાં) રાજકોટ મહાનગરપાલિકામાં અંદાજીત રૂૂ. 18.70 કરોડ વિક્રમી વેરાની વસુલાત થયેલ છે. દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.08/04/2024થી તા.24/05/2024 દરમ્યાન 257559 કરદાતાઓએ રૂૂ.181.30 કરોડનો વેરો ભરપાઈ કર્યો છે.


આજની આ વેરા વસુલાત ઝુંબેશ દરમ્યાન શહેરના વિવિધ સ્થળોએ રહેલા મોબાઇલ ટાવરના ટેક્સ પેટે રૂૂ.6.64 કરોડની વસુલાત થયેલ છે.


જયારે હાઈ વેલ્યુ ટેક્સ પેયર પાસેથી રૂૂ.8.90 કરોડના વેરાની રકમ વસુલ કરવામાં આવેલ છે. હાલ અર્લી બર્ડ ડિસ્કાઉન્ટ સ્કીમ ચાલી રહી છે જે અન્વયે 31-મે સુધીમાં એડવાન્સ વેરો ભરપાઈ કરનાર કરદાતાને મળવાપાત્ર મહત્તમ 22% ડિસ્કાઉન્ટ મેળવવા મ્યુનિસિપલ કમિશ્નરશ્રી આનંદ પટેલ દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

Continue Reading

ગુજરાત

સિનિયર ફોટોગ્રાફરના પુત્ર અને બજાજ કેપિટલના બ્રાંચ મેનેજરનું હાર્ટએટેકથી મૃત્યુ

Published

on

By


રાજકોટ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમી વચ્ચે હૃદયરોગના હુમલાનો ખતરો યથાવત હોય તેમ અનેક માનવ જીંદગી કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે વધુ એક કરૂણ ઘટનામાં રાજકોટના સિનિયર ફોટોગ્રાફરના પુત્ર અને બજાજ કેપીટલના બ્રાંચ મેનેજરનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજ્યું હતું. યુવકના મોતથી બે માસુમ બાળકોએ પિતાનું છત્ર ગુમાવતા પરિવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં માધાપર ચોકડી પાસે સ્વામીનારાયણ મંદિર પાછળ આવેલ જીહિત પાર્કમાં રહેતા સિનિયર ફોટોગ્રાફર પ્રવિણભાઈ સેદાણીના પુત્ર અને બજાજ કેપિટલના બ્રાંચ મેનેજર સંદીપભાઈ પ્રવિણભાઈ સેદાણી (ઉ.39) પોતાના ઘરે હતાં ત્યારે બપોરના બારેક વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં ઢળી પડયા હતાં. યુવકને બેભાન હાલતમાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે સંદીપભાઈ સેદાણીનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. જાણ થતાં સેદાણી પરિવાર અને પત્રકારો સિવિલ હોસ્પિટલ ખાતે પરિવારને શાંત્વના પાઠવવા દોડી ગયા હતાં.
પ્રાથમિક પુછપરછમાં મૃતક સંદીપભાઈ સેદાણીના પિતા રાજકોટના ‘જય હિન્દ’ ન્યુઝ પેપરમાં સિનિયર ફોટોગ્રાફર તરીકે ફરજ બજાવે છે. મૃતક સંદીપભાઈ સેદાણી બે ભાઈમાં મોટા હતાં અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. સંદીપભાઈ સેદાણી બજાજ કેપિટલમાં બ્રાંચ મેનેજર તરીકે ફરજ બજાવતાં હતાં. સંદીપભાઈ સેદાણીનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

Trending