Site icon Gujarat Mirror

વેરાવળ હાઈ-વે પર ટ્રેકટરે અડફેટે લેતા બાઈકચાલક પૂર્વ સરપંચનું મૃત્યુ

વેરાવળ-સોમનાથ હાઇવે રોડ ઉપર આવેલ ડોલ્બી સિનેમા સામે રોડ ઉપર મોટર સાયકલ ચાલકને ટ્રેકટર ચાલકે પાછળથી હડફેટે લેતા મોટર સાયકલમાં સવાર બન્ને ફગોળાઇ ગયેલ જેમાં ચાલક સવની ગામના પૂર્વ સરપંચ નરસીંગભાઇ ઝાલા ને માથાના ભાગે વધુ ઇજાઓ પહોંચતા તેમનું મૃત્યુ નીપજેલ હતું. આ બનાવ અંગે ઇજા પામેલ મૃતકના પિતરાઇ ભાઇ એ ટ્રેકટર ચાલક સામે પોલીસમાં ફરીયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસે હાથ ધરેલ છે.આ અકસ્માતની પ્રાપ્ત માહીતી મુજબ સવની ગામે રહેતા પૂર્વ સરપંચ તથા વેરાવળ તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય નરસીંગભાઇ ઝાલા તથા તેમના પિતારાઇ ભાઇ મહેન્દ્રભાઇ અરસિંહભાઇ ઝાલા ઉ.વ.39 રહેવાસી સવની વાડી વિસ્તાર ઘાંચીનો પા તા.વેરાવળ બન્ને મોટર સાયકલ નં.જી.જે. 32 એચ.9927 માં વેરાવળ આવવા નીકળેલ ત્યારે મોટર સાયકલ નરસિંગભાઈ ચલાવતા હતા અને સોમનાથ જુનાગઢ હાઈવે રોડ ડોલ્બી સિનેમા સામે બપોરના સાડા બારેક વાગ્યા આસપાસ મોટર સાયકલની પાછળ ટ્રેક્ટર ટોલી ના ચાલકે પૂરઝડપે ચલાવી મોટર સાયકલને ઓવરટેક કરવા જતા પાછળથી ભટકાવી દેતા નરસિંગભાઈ તથા તેની પાછળ બેસેલ બન્ને ફંગોળાય અને નીચે પડી ગયેલ હતા જેમાં પાછળ બેસેલા મહેન્દ્રભાઇ શરીરે નાની મોટી મુંઢ ઇજાઓ પહોંચેલ હોય જેથી તુરંત ઉભા થઇ ચાલક નરસિંગભાઈ પાસે જતા નરસિંગભાઈ ને માથાના ભાગે ઈજા જોવામાં આવેલ તેને તુરંત ઇજા પામેલ નરસિંગભાઈ ને ખાનગી હોસ્પીટલ વિમ્સ ખાતે સારવારમાં ખસેડેલ જયાં ફરજ પરના ડોક્ટરે નરસિંગભાઈ ને તપાસી અને મરણ ગયેલ હોવાનું જણાવેલ હતું. મૃતદેહને પી.એમ. માટે વેરાવળ સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયેલ છે.ઉપરોકત બનાવ અંગે ટ્રેક્ટર નંબર જી.જે. 32 કે. 8027 નો ચાલક ટ્રેકટર મુકી અને જતો રહેલ અને તે મેઘપુર ગામના કાળાભાઈ દેવાયતભાઈ ભોળા હોવાનું બહાર આવતા તેમની સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસે હાથ ધરેલ છે.

Exit mobile version