ગુજરાત

ચડત વ્યાજ સહિતની રકમ નહીં ચૂકવતા ડિફોલ્ટરની મિલકત જપ્ત

Published

on

રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીની માર્ગદર્શન હેઠળ મામલતદાર એસ.જે. ચાવડા, રાજકોટ શહેર(પૂર્વ)ની સૂચના મુજબ સત્યમ શેરસીયા, સર્કલ ઓફિસર દ્વારા ઘી સિક્યુરાઈઝેન એક્ટ હેઠળ ડિફલ્ટરની મિલ્કતનો કબ્જો લેવામાં આવ્યો હતો. પીરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાઇનાન્સ દ્વારા કુરીબેન બચુભાઈ પરમાર વાઈફ ઓફ મનસુખભાઈ વાઘેલા ને રાજકોટ શહેરના રેવન્યુ સર્વે નંબર 10 પૈકી 4 ની નસ્ત્ર અયોધ્યા પાર્ક સોસાયટીમાં આવેલ પ્લોટ નંબર 8 પૈકીની જમીન ચોરસ મીટર આશરે 51.05 સહીત ના મકાન જે 15/12/2019 સુધીની બાકી પટ્ટી લહેરી રકમ ₹ 19,81,131 અને ત્યારબાદ ચડત વ્યાજની રકમની વસુલાત કરવા માટે સિક્યોરાઈઝેશન એક્ટ અંતર્ગત કલેકટર રાજકોટના હુકમ નંબર જે-એક્સ -સિક્યુ. એક્ટ-કેસ રજી નંબર 40/2021 તારીખ:-12/01/2022 અંતર્ગત સર્કલ ઓફિસર સત્યમ શેરસીયા દ્વારા તારીખ 0/10/2024 ના રોજ કબજો લેવા માટેની નોટિસ આપી આજરોજ તારીખ 22/10/2024 ના રોજ કબજો લઈ પિરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાઇનાન્સ, રાજકોટ ના અધિકૃત અધિકારીને કબજો સોંપવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version