Site icon Gujarat Mirror

ધુમ્મસની અસર, 5 ઈન્ટરનેશનલ, 30 ડોમેસ્ટિક ફ્લાઈટ મોડી

રાજ્યભરમાં ધુમ્મસના માહોલ વચ્ચે હવાઈ મુસાફરી પર અસર થઈ છે. અમદાવાદ એરપોર્ટ પર 5 ઈન્ટરનેશનલ ફલાઇટ સહિત 30 ડોમેસ્ટિક ફલાઇટના શિડ્યુલ ખોરવાયા છે. ધુમ્મસને કારણે સમયસર ફલાઇટ હવાઈ ઉડાણ ભરી ન શકતા પેસેન્જરોની મુશ્કેલી વધી.

ફલાઈટ ઉડાનની રાહ જોવામાં પેસેન્જરોએ એરપોર્ટ પર રાત ગુજારવી પડી. બેગલુરું, કુવૈત સિટી, કોલકાતા, મુંબઈ, દિલ્હી, ગોવા, ચંદીગઢ સહીત ફ્લાઈટના શિડ્યુલ ખોરવાયા. આકાશા એરની બેંગલુરુની ફલાઇટ લેટ થઈ, મુંબઈની ફ્લાઈટ 3 કલાક લેટ, ગોવાની 4 કલાક લેટ થતા પેસેન્જરો હેરાન થયા. રાજકોટ હિરાસર એરપોર્ટ પરથી પણ મુંબઈ, દિલ્હી, પુણે સહિત સાત ફ્લાઈટ્સ 15 મીનીટથી એકકલાક સુધી ડિલે રહી હતી.

રાજ્યમાં કડકડતી ઠંડીનો ચમકારો, 20 જિલ્લાઓમાં તાપમાન 15 ડિગ્રીથી નીચું Gujarat Weather રાજ્યમાં કડકડતી ઠંડીનો ચમકારો, 20 જિલ્લાઓમાં તાપમાન 15 ડિગ્રીથી નીચું રહ્યું હતું. આગામી 5 દિવસ રાજ્યમાં રહેશે ઠંડીનો ચમકારો, હવામાન વિભાગે કરી આગાહી કરી છે.

ખાસ કરીને શિયાળામાં ગાઢ ધુમ્મસના કારણે ફ્લાઈટ્સ લેટ થવી એ સામાન્ય વાત છે. લગભગ દર વર્ષે શિયાળાની ઋતુમાં, ઘણી ફ્લાઇટ્સ લેટ અથવા તો કેન્સલ પણ થાય છે. આવી સ્થિતિમાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન એટલે કે DGCA અનુસાર, જો કોઈ ફ્લાઈટ અઢી કલાકની હોય અને તે બે કલાક લેટ થાય છે.
તેમજ જો ફ્લાઇટનો સમયગાળો અઢીથી પાંચ કલાકની વચ્ચે હોય અને તે ત્રણ કલાક લેટ થાય છે. તેમજ જો કોઈ ફ્લાઇટ ચાર કલાક કે તેથી વધુ લેટ થાય છે, તો આવા કિસ્સામાં એરલાઈન્સે પેસેન્જરને હોટલ, ખાણી-પીણી અને જરૂૂરિયાત મુજબ અન્ય ફ્લાઈટમાં પેસેન્જરનું બુકિંગ અથવા જો પેસેન્જર ઈચ્છે તો તેની ટિકિટનું સંપૂર્ણ રિફંડ આપવાની જવાબદારી પણ એરલાઈન્સની છે.

Exit mobile version