Connect with us

ગુજરાત

ખંભાળિયામાં આવતીકાલે પાંચ કલાકનો વીજકાપ

Published

on


ખંભાળિયામાં પ્રી-મોન્સુન કામગીરીને અનુલક્ષીને જરૂરી રીપેરીંગના કારણોસર અહીંના 11 કે.વી. ટાઉન – 2 ફીડર વિસ્તાર હેઠળના નવાપરા, બેઠક રોડ, મામલતદાર કચેરી, પ્રાંત કચેરી, મહાપ્રભુજી નગર, શ્રીજી સોસાયટી, ધરારનગર, ભગવતી હોલ, નરશી ભુવન રોડ, દત્તાણી નગર, યોગેશ્વર નગર, સ્ટેશન રોડ, જડેશ્વર રોડ, કચોરીયા વાડી વિગેરે વિસ્તારનો વીજ પુરવઠો આવતીકાલે બુધવારે સવારે 6:30 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી બંધ રહેનાર હોવાનું વીજ સૂત્રોની એક યાદીમાં જણાવ્યું છે.

ગુજરાત

રાજ્યની આઠ મનપામાંથી સાતમાં ચીફ ફાયર ઓફિસરની જગ્યા ખાલી

Published

on

By

ભાવનગરમાં 18 વર્ષથી, વડોદરામાં 10 વર્ષથી, અમદાવાદ કોર્પોરેશનમાં બે વર્ષથી કાયમી નિમણૂક નથી થઇ

આગ લાગે ત્યારે કૂવો ખોદવાની જેમ 15 જુલાઇ સુધીમાં જગ્યા ભરવા સરકારનો આદેશ!

ગુજરાતમાં અગ્નિશમન સેવાઓની સ્થિતિ ભયાવહ તરીકે સામે આવી છે, જેમાં અગ્નિશામક દળ, નેતૃત્વની ગંભીર કટોકટીથી પીડિત છે. ગુજરાત સરકાર અને તેના મોટા શહેરોની શહેરી સ્થાનિક સંસ્થાઓ બંને આ કટોકટી સેવાઓમાં નિર્ણાયક ટોચની જગ્યાઓ ભરવામાં નિષ્ફળ રહી છે.ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગના સંબંધમાં રાજકોટના ચીફ ફાયર ઓફિસર (સીએફઓ) ઇલેશ ખેરની ધરપકડ બાદ, જેમાં ઘણા બાળકો સહિત 27 લોકોના મોત થયા હતા, ગુજરાતના આઠ મોટા શહેરોમાંથી સાત હવે પૂર્ણ-સમયના સીએફઓ વગરના છે.
રાજકોટમાં મે મહિનામાં તાજેતરની દુર્ઘટના બની હતી, તેના સીએફઓ અને ડેપ્યુટી સીએફઓ બી જે થેબા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 22 જૂને ધરપકડ કરવામાં આવી હતી. ડિવિઝનલ ફાયર ઓફિસર્સ (ડીઓ) માટે કોઈ મંજૂર પોસ્ટ ન હોવાના કારણે, સ્ટેશન ઓફિસર હાર્દિક ગઢવીની ધરપકડ કરવામાં આવી છે.


ઉલ્લેખનીય છે કે, સીઇઓ ખેર ગુજરાતમાં માત્ર બે પૂર્ણ-સમયના સીએફઓ પૈકીના એક હતા. બીજા છે કે કે બિશ્નોઈ, જેઓ જામનગર ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસના વડા છે અને ગુજરાતના સૌથી અનુભવી ફાયર ઓફિસર છે, જેમણે એક દાયકાથી વધુ સમયથી આ ભૂમિકામાં સેવા આપી છે. જામનગર ફાયર સર્વિસમાં ચાર સ્ટેશન ઓફિસરની કમી છે, જગ્યાઓ ટૂંક સમયમાં ભરવામાં આવે તેવી અપેક્ષા છે. અમદાવાદ, રાજ્યની સૌથી મોટી મ્યુનિસિપલ કોર્પોરેશન, તેની સીએફઓ પોસ્ટ બે વર્ષથી વધુ સમયથી ખાલી છે, જેમાં ડેપ્યુટી સીએફઓ જયેશ ખાડિયા માર્ચ 2022 થી વધારાનો ચાર્જ સંભાળે છે. એડિશનલ સીએફઓ પોસ્ટ ફેબ્રુઆરી 2022 થી ખાલી છે જ્યારે અગાઉના અધિકારી નિવૃત્ત થયા હતા, ડેપ્યુટી સીએફઓ સાથે. સીએફઓ મિથુન મિસ્ત્રી પણ વધારાનો હવાલો સંભાળી રહ્યા છે.


રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આ વર્ષે જ ઈઋઘની જગ્યા મંજૂર કરવામાં આવી હતી અને ઉઘની જગ્યાઓ પ્રથમ સ્થાયી સમિતિની બેઠકમાં મંજૂર કરવામાં આવે તેવી અપેક્ષા છે. દરમિયાન, અમદાવાદના ડીઓ કૈઝાદ દસ્તૂર ફેબ્રુઆરી 2022 થી વધારાનો ચાર્જ સંભાળી રહ્યા છે.સૌથી લાંબા સમયથી સીએફઓની જગ્યા ભાવનગરમાં પેન્ડીંગ છે, જ્યાં 2006 થી જગ્યા ખાલી છે. વિભાગીય અધિકારી પ્રદ્યુમનસિંહ જાડેજાને ત્રણ મહિના પહેલા ઈન્ચાર્જ સીએફઓ બનાવવામાં આવ્યા હતા, પરંતુ ત્રણ જાહેરાતો છતાં 18 વર્ષથી ફુલ ટાઈમ નિમણૂંકો પેન્ડિંગ છે.


જૂનાગઢમાં, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી દિપકકુમાર જાની છેલ્લા બે વર્ષથી ડેપ્યુટેશન પર સીએફઓ તરીકે કામ કરી રહ્યા છે, પોસ્ટ ભરવાના અનેક નિષ્ફળ પ્રયાસો થયા છે.વડોદરામાં 2014 થી સીએફઓની જગ્યા ખાલી છે, જે માત્ર અભિનય ક્ષમતામાં ભરવામાં આવી છે. ડેપ્યુટી સીએફઓ પાર્થ બ્રહ્મભટ્ટ 2019 થી ચાર્જમાં છે. સુરતમાં, બસંત પારીક અગાઉના સીએફઓને સસ્પેન્ડ કર્યા બાદ, 2017 થી ઈન્ચાર્જ સીએફઓ છે.


શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગ (યુડીયુએચડી) ના અગ્ર સચિવ અશ્વિની કુમારે તમામ કોર્પોરેશનોને ખાસ કરીને ફાયર સર્વિસમાં, 15 જુલાઈ સુધીમાં ખાલી જગ્યાઓ, ભરવા માટે સૂચના આપી છે.જો કે, અગ્નિશામકો અને અધિકારીઓ એકસમાન ભરતીના નિયમોના અભાવ, અલગ-અલગ શૈક્ષણિક લાયકાત, અસંખ્ય આક્ષેપો અને સમગ્ર ફાયર સેવાઓમાં લાંબા સમયથી ચાલતી પૂછપરછ અંગે ચિંતિત રહે છે. વધુમાં, વર્તમાન અધિકારીઓમાં વાસ્તવિક અગ્નિશામક અને વહીવટી અનુભવના અભાવે ગુજરાતની અગ્નિશમન સેવાઓનું મનોબળ અને કાર્યક્ષમતા વધુ બગડશે તેવી આશંકા ઊભી કરી છે.

Continue Reading

ગુજરાત

પડધરીમાં રિક્ષાચાલક યુવાનનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ

Published

on

By

પડધરીમાં રીક્ષા ચાલક યુવાન ભાડુ કરવા ગયો ત્યારે કોઈએ ફોનમાં ધમકી આપતાં લાગી આવવાથી તેણે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે સિવિલ હોસ્પિલટમાં ખસેડવામાં આવ્યો છે આ અંગે પોલીસે યુવાનનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.


જાણવા મળતી વિગત મુજબ પડધરીમાં ગીતાનગર વિસ્તારમાં રહેતો અને રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતો મયુર સોમાભાઈ રાઠોડ (ઉ.21) નામના યુવાને આજે સવારે પોતાના ઘરે ઝેરી દવા પી જતાં તેને સારવાર માટે પ્રથમ પડધરી બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં મૃતક બે ભાઈ એક બહેનમાં નાનો અને બે મહિના પહેલા જ તેના લગ્ન થયા હતાં તે રિક્ષા ચલાવતો હોય આજે સવારે રીક્ષા લઈ એસ.ટી.બસ સ્ટેશન પાસે ભાડુ કરવા ગયો હતો ત્યારે કોઈએ ફોનમાં ધમકી આપતાં લાગી આવવાથી ઘરે આવી આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. આ અંગે પડધરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

ગુજરાત

ગોલ્ડન ટેમ્પલમાં શીર્ષાસન કરનાર વડોદરાની ફેશન ડિઝાઇનર સામે ફરિયાદ

Published

on

By

માફી માગવા છતાંય ઘમકી મળતા પોલીસ રક્ષણ અપાયું


સમગ્ર દેશમાં 21 જૂનના રોજ આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહીં હતી. તેવામાં વડોદરાની ફેશન ડીઝાઇનરે ગોલ્ડન ટેમ્પલ ખાતે યોગને પ્રોત્સાહન આપવાના હેતુંથી ગોલ્ડન ટેમ્પલ ખાતે યોગા કર્યા હતા. જેમાં શિર્ષાસન કરતી એક તસ્વીર તેને પોતાના સોશીયલ મીડિયા હેન્ડલ પર શેર કરતા ભારે વિવાદ સર્જાયો અને તેની સામે અમૃતસરમાં શિરોમણી ગુરૂૂદ્વારા પ્રબંધક કમિટીએ પોલીસ ફરીયાદ નોંધાવી છે.વડોદરા શહેરની ફેશન ડીઝાઇનર અર્ચના મકવાણા ગત તા. 19ના રોજ દિલ્હી ખાતે આયોજીત એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચી હતી. ત્યારબાદ તે અમૃતસર સ્થિત ગોલ્ડન ટેમ્પલ ખાતે દર્શન કરવા માટે પહોંચી હતી. જ્યાં તેને યોગને પ્રોત્સાહન આપવા માટે યોગ કર્યા હતા. આ દરમિયાન તેને શિર્ષાસન કરતી એક તસ્વીર તેના સોશીયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી. જેને લઇને ભારે વિવાદ સર્જાયો અને અમૃતસર શિરોમણી ગુરૂૂદ્વારા પ્રબંધક કમિટીએ આ પોસ્ટને લઇ ગંભીર ટીકા કરી તેની સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.
આ ઘટના બાદ અર્ચના દ્વારા તેને કરેલા યોગ અંગે કમિટીની માફી માગતો એક વીડિયો પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે અને તે બે હાથ જોડીને કહે છે કે, યોગને પ્રોત્સાહન આપવા માટે મેં આ કર્યું હતુ, કોઇ પણ ધર્મની કે વ્યક્તિની લાગણી દુભાઇ તેવો મારો કોઇ આશ્ય ન્હોતો અને જો તેમ છતાં કોઇની લાગણી દુભાઇ હોય તો હું માફી માંગુ છું. આ સાથે તેને પોસ્ટ કરેલી તસ્વીર પર હટાવી દીધી હતી. જોકે અર્ચનાની આ પોસ્ટ અને વિવાદ બાદ તેને ફોન પર ધમકી મળી રહીં હોવાનુ તેનું કહેવું છે. તે વિડિયોમાં જણાવે છે કે, મેં માફી માગી લીધી છતાં મને ફોન પર ધમકી મળી રહીં, મને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહીં છે. આ બાબતની જાણ વડોદરા શહેર પોલીસને થતાં તેને પોલીસ રક્ષણ આપવમાં આવ્યું હોવાનુ પણ તે વીડિયોમાં જણાવી રહીં છે.

Continue Reading

Trending