Site icon Gujarat Mirror

અલંગથી સરતાનપર વચ્ચે દરિયામાં કાળુ કેમિકલ ભળતા માછલીઓનાં મોત


અલંગ શિપ બ્રેકીંગ યાર્ડ ને લઈ અનેકોનેક વખત દરિયાઈ જીવ,પશુ પંખી અને પર્યાવરણ ને નુકશાન કરતી વસ્તુઓ ગેરકાયદેસર રીતે વહાવી દેવામાં આવતી હોવાની ફરિયાદો છતાંય જવાબદાર અધિકારીઓ ની બે જવાબદારી ના પાપે અલંગ થી સરતાનપર સુધીના કિનારે અને દરિયાઈ પાણીમા કાળા કલરના કેમિકલ ના કારણે માછલીઓ અને પંખીઓ મરી રહ્યા છે. માછીમારો ની જાળપણ નકામી થઈ ગઈ છે.


પર્યાવરણ ની જાળવણી ને લઈ કાયદો માત્ર પુસ્તક પુરતોજ મર્યાદિત રહ્યો હોય તેવો ખાસ કરીને અલંગ શિપ બ્રેકીંગ યાર્ડ ને લઈ લોકોને સતત અનુભવ થયા કરેછે.તળાજા ના સરતાનપર ગામના માછીમારો આજે દરિયો ખેડવા ગયા તો અલંગ થી સરતાનપર બંદર સુધીના આશરે પંદરેક કિ. મી કિનારે અને દરિયાઈ પાણીની ઉપર કાળા કલર નું કેમિકલ જોવા મળ્યું હતું.માછીમારો એ દરિયામાં બાંધેલ જાળમા કેમિકલ લાગી ગયું હતું જેને લઈ જાણ સાવ નક્કામી જેવી થઈજતા અનેક માછીમારો ને લાખ્ખો રૂૂપિયા ની નુકશાની ગઈ હતી.


માછીમારી દરમિયાન મળવી જોઈતી માછલીઓ ન મળતા સમય ઇંધણ અને નાણાં ની નુકશાની ગઈ હતી.


આ વિસ્તારના ભાજપ ના આગેવાન જેન્તીભાઈ ચુડાસમા એ જણાવ્યું હતુ માછલીઓ અને પંખીઓ સફેદ બગલા મરી રહ્યા છે. માછીમાર ભાવેશભાઈ બારૈયા એ જણાવ્યું હતુ કે આ કેમિકલ સૂર્ય પ્રકાશ થી પ્રવાહી બની જાયછે.કોણે ફેંક્યું અને ક્યાંથી ફેંકવામાં આવ્યું તે સહિતની બાબતે તપાસ થવી જોઈએ.

Exit mobile version