Connect with us

મોરબી

મોરબીના લીલાપર નજીક ફારેસ્ટ વિભાગની વીડિમાં આગ

Published

on

મોરબી તાલુકાના લીલાપર ઘુંનડા રોડ પર આવેલ ફોરેસ્ટ વિભાગના જંગલમાં આગ લાગી હતી જેની જાણ ફાયર વિભાગની ટીમને કરતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ આગ પર કાબુ મેળવ્યો હતો.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લીલાપર ઘુંનડા રોડ પર આવેલ ફોરેસ્ટ વિભાગનાં જંગલમાં ગત મોડીરાત્રે આગ લાગી હતી. આ અંગે ફોરેસ્ટ વિભાગ દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસના જવાનો એ ફાયર ફાઈટિંગ કરેલ સંપૂર્ણ ફાયર પર કંટ્રોલ કરેલ સાથે સાથે ફોરેસ્ટ વિભાગની ટીમ એ સારી કામગીરી અને ફાયર કંટ્રોલ રૂમમાં વહેલી તકે જાણ કરી હોવાથી આગને વધારે વધતાં અટકાવી હતી તેમજ ફાયર ટીમ અને ફોરેસ્ટ વિભાગની ટીમની સુઝબુઝને કારણે કોઈ જાનહાનિ થયેલ નહી આગ લાગવાનું કારણ હજી સુધી અકબંધ છે.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ક્રાઇમ

હળવદ નજીક હાઈવે પર આવેલ હોટલમાંથી 11 લાખનો વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

Published

on

By

  • મધ્યપ્રદેશના જાંબુવામાંથી વિદેશી દારૂ મોકલવામાં આવ્યો હતો : ચાલકની ધરપકડ : 26 લાખનો મુદ્દામાલ કબજે

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પાડોશી રાજ્યોમાંથી મોટાપાયે વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઠલવાઈ રહ્યો છે. ત્યારે ગઈકાલે રાત્રે સ્ટેટ મોનીટરીંગ સેલને મળેલી ચોક્કસ બાતમીના આધારે હળવદ હાઈ-વે પર સુખપુર ગામે આવેલ હાઈ-વે હોટલ પરથી 11 લાખનો વિદેશી દારૂ ભરેલ ટ્રક સાથે ચાલકની ધરપકડ કરી તપાસ કરતાં મધ્યપ્રદેશના જાંબુવામાંથી દારૂનો જથ્થો મોકલવામાં આવ્યો હોવાનું ખુલ્યું છે.

સ્ટેટ મોનેટરીંગ સેલ દ્વારા હળવદ ધાંગધ્રા હાઈવે પર આવેલ સુખપર નજીક રામદેવ હોટલના પાર્કિંગમાં ટ્રકના ચોર ખાનામાં વિદેશી દારૂૂની બોટલો ભરેલ ટ્રક ની પાક્કી બાતમી હોય જે સંદર્ભે સ્ટેટ મોનેટરિંગ સેલ દ્વારા આ ટ્રકની પૂછપરછ કરતા તેમાંથી વિદેશી ઇંગ્લિશ દારૂૂની બોટલો નંગ 7440 રકમ 1104000 તેમજ મોબાઈલ કિંમત 5500 રોકડ રકમ 780 તેમજ ટ્રક ની કિંમત 15 લાખ કુલ મળી 26,10,280 નો મુદ્દા માલ સ્ટ્રેટ મોનેટરિંગ સેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ હળવદ પોલીસ મથકને મુદ્દા માલ તેમજ આરોપી સોંપવામાં આવ્યો હતો આરોપી અનિલ મંગુભાઈ મેડા રહેવાસી પીટોલ તાલુકો જામવા મધ્ય પ્રદેશ વાળા ને પકડી હળવદ પોલીસને સોંપવામાં આવ્યો તેમજ અન્ય ત્રણ આરોપી મહેશ નીનામા રહેવાસી સાજેલી (દારૂૂ મોકલનાર ), કૈલાશ રતનભાઇ ખરાડી રહેવાસી પીટોલ (દારૂૂ મોકલનાર ) તેમજ દારૂૂનો જથ્થો મંગાવનાર અન્ય એક આરોપી સહિતનાઓ સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી હતી સ્ટેટ મોનેટરિંગ સેલના પીએસઆઇ એમ એચ સીનોલ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.

Continue Reading

ગુજરાત

મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવાનનો ડેમમાં પડી આપઘાત

Published

on

By

મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી અનેક લોકોએ પોતાની મિલકત તેમજ જીવ પણ ગુમાવ્યા છે ત્યારે ફરી એક વખત મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકે મચ્છુ ડેમ -03 ભરેલ પાણીમાં ઝંપલાવી યુવકે આત્મા હત્યા કરી લીધી છે. ત્યારે મૃતકના ભાઈએ આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મૂળ માણેકવાડા રહેતા અને હાલ મોરબીના રવાપર રોડ પર લોટસ 158 ફ્લેટ નંબર-બી-8 બ્લોક નં -403 ક્રિષ્ના સ્કુલની સામે રહેતા અનિલભાઈ કુંવરજીભાઇ ગોધવીયા (ઉ.વ.39) એ આરોપી દિનેશભાઇ આહીર આસ્થાવાળા, રાજુભાઇ બોરીચા ખાખારાળા વાળાના, લાલાભાઇ શનાળા વાળો, ભાવેશ ગોધવીયા વાવડીવાળા, સંજય ભરવાડ મોબાઇલ, જયેશ કાસુન્દ્રા મોબાઇલ, વિકાશભાઇ પડસુંબીયા રહે.નાની વાવડીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. 22-02-2024 ના રોજ રાત્રીના આઠેક વાગ્યા પહેલાં કોઈપણ સમયે આરોપીઓએ ફરીયાદીના ભાઇ રવિભાઇ કુવરજીભાઇ ગોધવીયા રહે. મોરબી વાળાને દિનેશભાઈ, રાજુભાઇ, લાલાભાઇ, ભાવેશ નામના આરોપીઓએ રૂૂપીયા ઉંચા વ્યાજે આપેલ હોય જે રૂપીયા રવીભાઈએ આરોપીઓને ચુકવી દિધેલ હોવા છતા ધાક ધમકી આપી પઠાણી ઉઘરાણી કરી, તેમજ ફરીયાદીના ભાઈને આરોપી સંજય અને જયેશ પાસે વેપાર ધંધાના રૂૂપીયા લેવાના નિકળતા હોય તે રૂપીયા માંગતા, સમયસર રૂૂપીયા નહી આપી, માનસીક ત્રાસ આપી હેરાન કરી, ફરીયાદીના ભાઇને મરવા મજબુર કરતા રવિભાઇએ પોતાની મેળે મચ્છુ-3 ડેમમાં ભરેલ પાણીમાં કુંદકો મારી આત્મહત્યા કરી લીધી હતી. જેથી આ બનાવ અંગે મૃતકના ભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ઇ.પી.કો. કલમ-306, 506, 114 તથા ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ-2011 ની કલમ-5, 33(3), 40, 42, મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Continue Reading

ગુજરાત

મોરબીની શ્રીજી સોસાયટીમાંથી વિદેશી દારૂની 1500 બોટલ સાથે ચાર ઝડપાયા

Published

on

By

મોરબી વાવડી રોડ, શ્રીજી સોસાયટી વિસ્તારમાંથી ઇંગ્લીશ દારૂૂનું કટીંગ કરતા ચાર ઇસમોને ઇંગ્લીંશ દારૂૂની નાની મોટી બોટલો નંગ-1500 કિ.રૂૂ.5,95,800/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂૂ. 22,65,800/-ના મુદામાલ સાથે મોરબી લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે ઝડપી પાડયા છે.

મોરબી એલસીબી પોલીસને સયુંકતમાં ખાનગી રાહે બાતમી મળેલ કે, (1) ઝુબેર ઉર્ફે બબુડો મહેબુબભાઇ ઘાંચી રહે. પંચાસરરોડ, ભારતપરા-01, (2) અકરમભાઇ મહેબુબભાઇ ફકીર રહે. મોરબી, મકરણીવાસ વાળાઓએ (3) રવિન્દ્ર ઉર્ફે રવિ નટુભાઇ પટેલ રહે. જુના દેવળીયા તા. હળવદ જી.મોરબી હાલ રહે. મોરબી ઘુટુ રોડ, હરીઓમ પાર્ક વાળા મારફતે નંબર પ્લેટ વગરના અશોક લેલન માલ વાહકમાં પરપ્રાંતમાંથી ગે.કા. ઇંગ્લીશ દારૂૂનો જથ્થો મંગાવી મોરબી વાવડીરોડ, ઉપર આવેલ શ્રીજી સોસાયટીમાં અન્ય વાહનોમાં ભરી તેની હેરાફેરી કરવાની પ્રવૃતી હાલે ચાલુ છે. જે ચોકકસ બાતમીના આધારે રેઇડ કરતા ઈંગ્લીશ દારૂૂની નાની મોટી બોટલો નંગ -1500 (પેટી નંગ-110) કિ.રૂૂ.5,95,800/ તથા નંબર પ્લેટ વગરની અશોક લેલન બડા દોસ્ત કી.રૂૂ. 10,00,000/-, અતુલ શકિત રીક્ષા નંબર- જીજે-03-બીટી-1953 કી.રૂૂ. 50,000/- સ્વીફ્ટ કાર નં- જીજે-09-બીએલ-0047 ડી. રૂૂ. 6,રર,રરર/-, મોબાઇલ ફોન નંગ-04 કી.રૂૂ.20,000/- મળી કુલ કી.રૂૂ.22,65,800/- નો મુદામાલ સાથે ચાર આરોપીઓ ઝુબેર ઉર્ફે બબુડો મહેબુબભાઇ માયક ઉ.વ. 23 રહે. પંચાસરરોડ, ભારતપરા-01, અકરમભાઇ મહેબુબભાઇ શાહમદાર ઉ.વ. 20 રહે. મોરબી, મકરણીવાસ, કિશનભાઇ પ્રવિણભાઇ લવા ઉ.વ. 23 રહે. હાલ જેપુર ત્રિમંદિર સામે બ્રહ્મપુરી સોસાયટીમાં, સિકંદરભાઇ ઉર્ફે સીકલો કાદરભાઇ મોવર ઉ.વ. 22 રહે. વીસીપરા બિલાલી મસ્જીદ શેરીવાળો મળી આવતા આરોપીઓ વિરૂૂધ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે. જ્યારે અન્ય છ ઈસમો (1) રવિન્દ્ર ઉર્ફે રવિ નટુભાઇ વીડજા હાલ રહે. મહેન્દ્રનગર, હરીઓમપાર્ક, (2) હિતેષભાઇ ઉર્ફે મોઢીયો ચંદ્રકાંતભાઇ ધોળકીયા રહે. નવાડેલા રોડ, મોરબી (3) તુલસીભાઇ હસમુખભાઇ શંખેસરીયા રહે. મોરબી પંચાસર રોડ, હનુમાન મંદિર પાસે (4) સાહીલ ઉર્ફે સવો સંધી રહે. કાલીકા પ્લોટ મોરબી (5) લકકી રાઠોડ રહે. હાલ શોભેશ્વર રોડ, વાણીયા સોસાયટી (6) નંબર પ્લેટ વગરના અશોક લેલન બડા દોસ્ત માલ વાહક વાહનનો ચાલકનું નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

Continue Reading

Trending