મનોજ બાજપેયી ગવર્નરના રોલમાં
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મનોજ બાજપેયીની આગામી ફિલ્મ ’ગવર્નર’ હાલમાં ભારે ચર્ચામાં છે. આ ફિલ્મ ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર એસ. વેંકટરમણનના જીવન અને 1990-92 ના સમયગાળા પર પ્રકાશ પાડે છે. આ એ સમય હતો જ્યારે દેશ ભારે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો હતો. ભારત તે સમયે લગભગ નાદાર (કંગાળ) થવાના આરે આવી ગયું હતું, પરંતુ એસ. વેંકટરમણન દેશ માટે તારણહાર સાબિત થયા હતા. તેઓ ભારતના આર્થિક ઇતિહાસના એક એવા હીરોછે જેમની વાર્તા આ ફિલ્મમાં દર્શાવવામાં આવી છે.
આ ફિલ્મ મુખ્યત્વે 1990-1991 ના એ ગંભીર આર્થિક સંકટ પર કેન્દ્રિત છે જ્યારે ભારત પાસે વિદેશી હૂંડિયામણ બચ્યું ન હતું. એવા મુશ્કેલ સમયમાં એસ. વેંકટરમણન (જેમનું પાત્ર મનોજ બાજપેયી ભજવી રહ્યા છે) એ દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારતને આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ તરફથી લોન મળી જશે. પરંતુ, જ્યારે ઈંખઋ તરફથી મદદ ન મળી, ત્યારે તેમણે બીજો એક મોટો રસ્તો વિચાર્યો.વેંકટરમણનને ભારતના ઈતિહાસમાં બેંક ઓફ ઈંગ્લેન્ડ અને યુનિયન બેંક ઓફ સ્વિટ્ઝરલેન્ડ પાસે ભારતનું સોનું ગીરો મૂકીને 405 મિલિયન યુએસ ડોલરનું ભંડોળ ઊભું કરવા માટે ઓળખવામાં આવે છે. તેમના આ નિર્ણયથી દેશે આર્થિક નાદારીના કલંકથી બચવાનું ગૌરવ મેળવ્યું હતું. જોકે, આ નિર્ણયનો તે સમયે દેશભરમાં ચારેબાજુથી ભારે વિરોધ થયો હતો, પરંતુ તેમણે સરકાર અને પોતાના સાથીદારોના સહયોગથી આ મુશ્કેલ કદમ ઉઠાવ્યું હતું.

