Site icon Gujarat Mirror

ગોંડલમાં જ્વેલર્સ પિતા-પુત્ર લાખો રૂપિયાનું ફૂલેકું ફેરવી ગાયબ થઈ ગયા

ગોંડલમાં ભગવતી જવેલર્સ પેઢી કાચી પડી છે. વેપારી પિતા-પુત્ર ગ્રાહકોના લાખો રૂૂપિયા લઈ દુકાનને તાળાં મારી ફરાર થઈ જતાં ગોંડલ સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં ગોંડલના પ્રૌઢના રૂૂ.5.30 લાખ, અન્ય એક ગ્રાહકના 5.40 લાખ અને ખોખળદળના ગ્રાહકના 2.30 લાખ દાગીના બનાવવાના નામે લઈ પિતા-પુત્ર પલાયન થઇ ગયા હતાં.

બનાવ અંગે ગોંડલના કડવાણીનગર રામ મંદીર પાસે રહેતાં જીતેશભાઈ જેન્તીભાઈ પરમાર (ઉ.વ.54) એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગોંડલમાં મોટી બજારમાં આવેલ ભગવતી જવેલર્સના વિજય મનુ રાણપરા તેમજ તેમનો પુત્ર આનંદ રાણપરાના નામ આપ્યા છે.

ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ કડીયાકામ કરી પરિવારનુ ગુજરાન ચલાવે છે. ગઇ તા.25/09/2025 ના તેમના દિકરા રૂૂષીતના લગ્ન હતાં અને જે લગ્નમાં દિકરાની વહુ માટે સોનાના દાગીના કરાવવાના હોય જેથી તેઓ પત્ની સાથે ગોંડલમા આવેલા ભગવતી જવેલર્સમાં સોનુ પસંદ કરવા માટે ગયા હતા.ત્યાં આ ભગવતી જવેલર્સના માલીક વિજય રાણપરા તથા તેમનો દિકરા આનંદ બન્ને ત્યા દુકાનમાં બેસતા હોય અને ફરીયાદીએ સોનુ પસંદ કર્યું હતું. તેમા એક સોનાની હાંસડી તથા બે મંગલ સુત્ર એમ કુલ 7.5 તોલા દાગીના નક્કી કરેલ તેના રૂૂ.5.30 લાખ થતા હતા. જે તે વખતે બે લાખ જમા કરાવ્યા એ બાકીના 3.30 લાખ પછી આપ્યા હતા.બાદમાં પિતા-પુત્ર સોનાની હાંસડી તથા સોનાના બે મંગલ સુત્ર તૈયાર કરીને આપતા ન હોય અને અવાર નવાર કહેવા છતા વાયદાઓ આપતા હતાં, બાકી હતું તો આરોપીઓ પછીથી પોતાની દુકાન બંધ કરીને ક્યાંક જતા રહ્યા હતાં.

જેથીસોની પિતા પુત્ર સામે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવાઇ છે.આ ફરિયાદ બાદ જાણવા મળ્યું હતું કે આ પિતા પુત્રએ સાથે મળીને અન્ય ગ્રાહકોને પણ છેતર્યા હતા જેમાં ગોંડલમાં રહેતા સાગરભાઈ નરશીભાઇ માલવીયાના 4 તોલા 43 મીલી ગ્રામ રૂૂ.5 60 લાખનુ તથા ખોખડદડ ગામના કિશોરભાઈ જીવાભાઈ પરમારે એક સોનાની હાંસડી, ચાંદીના છડા તથા ચાંદીનો કંદોરો તથા સોનાનુ મંગળ સુત્ર અને સોનાના પાટલા બનાવવા નાખ્યા હોય અને આ સોના તથા ચાંદીની વસ્તુ લેવા માટે આપેલી રોકડ રૂૂ.2.30 લાખ લઇ જતા રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે. જે અંગે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આ પિતા- પુત્રની શોધખોળ શરૂૂ કરી છે.

Exit mobile version