Connect with us

સૌરાષ્ટ્ર

ખાંભાના સમઢિયાળા ગામે નદીમાં ડૂબી જતા પિતા, પુત્રી અને પુત્રનું મોત

Published

on

ખાંભા તાલુકાના સમઢીયાળા ગામે નદીમાં ડૂબી જવાથી પિતા અને બે બાળકોના કરૂૂણ મોત થયા હતા. મૂળ સાવરકુંડલાનો શ્રમિક પરિવાર રોજીરોટીની શોધમાં હતો, પણ કુદરતની થપાટથી માળો પીંખાઇ ગયોે હતો.
વિગત પ્રમાણે મૂળ સાવરકુંડલાના નુરાનીનગરમાં રહેતા દેવકુભાઇ રામજીભાઇ પરમાર (ઉ.30) અલગ-અલગ ગામોમાં જઇને છૂટક મજૂરી કામ શોધી પરિવારનું ગુજરાત ચલાવે છે. તેઓ પત્ની અને બે બાળકો સાથે છેલ્લા 5-6 દિવસથી ખાંભા તાલુકાના સમઢીયાળા ગામે રોજીરોટીની શોધમાં આવ્યા હતા અને અહીં નદીકાંઠે ઝુંપડું બાંધીને રહેતા હતાં.
દરમ્યાન આજે સવારે તેમનો અઢી વર્ષનો પુત્ર બોખો રમતા-રમતા નદીનાં પાણીમાં પડી ગયો હતો. જે જોઇને થોડે દૂર રમતી તેની સાત વર્ષની બહેન માણેક ઉર્ફે દક્ષા દોડી હતી અને પાણીમાંથી નાનાભાઇને બહાર કાઢવા જતાં પોતે પણ ડૂબવા લાગી હતી. બન્ને બાળકોની ચીચીયારી સાંભળીને પિતા દેવકુભાઇ પરમાર પણ દોડીને પાણીમાં ઝંપલાવ્યું હતું. જો કે બન્ને બાળકો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા, એટલે એમને અંદર શોધવા જતા પિતા દેવકુભાઇ પણ ડૂબી ગયા હતાં.
અરેરાટીજનક ઘટના બાદ બપોરનાં સમયે ત્રણેયનાં મૃતદેહ પાણી પર તરતા નજરે પડતા ગ્રામજનો ઉમટી પડયા હતા. આ ઘટનાની જાણ થતાં ખાંભા પોલીસ અને મામલતદારની ટીમ પણ દોડી આવી હતી અને મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે ખસેડયા હતા. આ ઘટનાનાં પગલે ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું.

ગુજરાત

ભાવનગરમાં રૂા.35 લાખના દારૂ-બીયર ભરેલું ટેન્કર પકડાયું

Published

on

By

ભાવનગરના વરતેજ ગામમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂની 878 પેટી તેમજ 78 પેટી બિયર ભરેલા અશોક લેલેન્ડ કંપનીના ટેન્કર સાથે બે પરપ્રાંતિય શખ્સને ઝડપી લઇ રૂ.35 લાખ ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો તેમજ ટેન્કર અને મોબાઇલ મળી કુલ રૂ. 45.36 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. અંબાલાથી દારૂ અને બિયરનો જથ્થો ભરેલું આ ટેંકર સોમનાથ ખાતે જતું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.

આ અંગે પ્રાપ્ત વિગત મુજબ વરતેજ પોલીસ કાફલો નારી ચોકડી નજીક પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, ઇંગ્લિશ દારૂ અને બીયરનો મોટો જથ્થો ભરેલું ટેન્કર ધોલેરાવાળા રોડથી ભાવનગર તરફ આવી રહ્યું છે. જે બાતમીના આધારે વરતેજ પોલીસે વરતેજ ગામના સરકારી દવાખાના પાસે વોચમાં રહીને રોડ પર પસાર થઈ રહેલા અશોક લેલેન્ડ કંપનીના સફેદ બોડીના ટેન્કર નં. જી.જે.06 – એ.ઝેડ.- 9223 ને અટકાવીને ટેન્કરની સલાશી લેતા ટેન્કરની અંદરથી ઇંગ્લિશ દારૂની 878 પેટી ( બોટલ નંગ-10536,કિં. રૂ.33,36,000) તથા બિયરની 78 પેટી (ટીન નંગ -1872, કિં.રૂ. 1,87,200) મળી આવતા વરતેજ પોલીસે ટેન્કરના ચાલક દિનેશકુમાર ક્રિષ્નારામ બીશ્નોઈ (રહે. સુદાબેરી, તા.ગુડામાલાની, જિ. બાડમેર, રાજસ્થાન) તથા કલીનર રમેશકુમાર મંગલારામ બીશ્નોઈ (રહે. સોમારડી, થાના છેડવા, જિ. બાડમેર, રાજસ્થાન) ની ધરપકડ કરી ઇંગલિશ દારૂ તેમજ બિયરનો જથ્થો, 02 મોબાઈલ, રૂ. 5,000 રોકડા તેમજ ટેન્કર મળી કુલ રૂ. 45,36,200નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસ પૂછપરછમાં જગદીશ બિશ્નોઇ ઉર્ફે જેડી (રહે. સાંચોર રાજસ્થાન)ના કહેવાથી હરિયાણાના અંબાલામાંથી એક અજાણ્યા ઈસમે દારૂ અને બિયરનો જથ્થો ભરી આપ્યો હોવાનું અને આ જથ્થો ગુજરાતના સોમનાથ ખાતે લઈ જવાનો હોવાનું ઝડપાયેલા બંને શખ્સએ પોલીસને જણાવ્યું હતું. વરતેજ પોલીસે આંતરરાષ્ટ્રીય દારૂની હેરાફેરીમાં સામેલ પાંચ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Continue Reading

jamnagar

શેખપાટ ગામમાં 70 વર્ષના વૃધ્ધનું વીજઆંચકો લાગતાં અપમૃત્યુ

Published

on

જામનગર તાલુકાના શેખપાટ ગામમાં રહેતા 70 વર્ષના બુઝુર્ગને પોતાના ઘરે ઈલેક્ટ્રીક લેમ્પ બદલાવતી વેળાએ અચાનક વીજ આંચકો લાગ્યો હતો, અને તેઓનું સ્થળ પર જ મૃત્યુ નીપજયું હતું. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે. આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના શેખપાટ ગામમાં રહેતા ગોકરભાઈ ભીમાભાઇ ચાવડા નામના 70 વર્ષના સતવારા જ્ઞાતિના બુઝુર્ગ કે જેઓ પોતાની વાડીની ઓરડી પાસે લેમ્પ બદલાવવાનું કામ કરતા હતા, જે દરમિયાન પોતાને ઇલેક્ટ્રીક લેમ્પ બદલાવતી વખતે એકાએક વીજ આંચકો લાગતાં તેઓ બેભાન થઈને નીચે પટકાઈ પડ્યા હતા. જેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જયાં ફરજ પરના તબીબે તેઓનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર કરમશીભાઈ ગોકરભાઈ ચાવડાએ પોલીસને જાણ કરતાં પંચકોશી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

Continue Reading

jamnagar

સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને ઠેબા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ

Published

on

સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને જામનગર તાલુકાના ઠેબા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તેઓએ કહ્યું હતું કે, “વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી સમગ્ર દેશ વિકાસ માટે એકજુથ બની રહ્યો છે, અને નાગરિકો પોતાના અધિકારો માટે જાગૃત બની રહ્યા છે”.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ માર્ગદર્શન તળે ગત તા.15મી નવેમ્બરના રોજ જનજાતીય ગૌરવ દિવસ થી સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં 30 લાખ જેટલા નાગરિકો સહભાગી બન્યા છે, અને વિવિધ યોજનાઓ વિષે જાણકારી મેળવી શક્યા છે. જે અંતર્ગત, સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને જામનગર તાલુકાના ઠેબા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અધ્યક્ષ અને સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં 15 દિવસથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં અત્યાર સુધીમાં 30 લાખ લોકો જોડાયા છે, અને તેઓ વિવિધ સરકારી યોજનાઓથી લાભાન્વિત બની રહ્યા છે. કાર્યક્રમમાં સમાવિષ્ટ સંકલ્પ રથનું નામ બદલીને તેને ”મોદીજીની ગેરેન્ટી વાળી ગાડી” આવા નવા નામથી નાગરિકો તેને ઓળખી રહયા છે. વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનું સપનું સૌએ ભેગા મળીને સાકાર કરવાનું છે.
ઉલ્લેખનીય છે કે, કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ માધ્યમ થકી દેશભરના નાગરિકો સાથે જોડાયા હતા. તેમજ દેશભરમાંથી વિવિધ યોજનાઓના 5 લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. વડાપ્રધાનશ્રીના હસ્તે દેશભરમાં 25,000 નવા પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રનું ઈ-લોન્ચિંગ કરવામાં આવ્યું હતું, અને 10,000મા પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રનો ઝારખંડ રાજ્યના દેવઘર જિલ્લામાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાનશ્રી દ્વારા નમો ડ્રોન દીદી કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો છે, જેના થકી મહિલા ખેડૂતોને ડ્રોન ચલાવવા અંગે તાલીમ આપવામાંં આવશે.
સાંસદ અને અન્ય મંચસ્થ મહાનુભાવોના હસ્તે ઠેબા ગ્રામ પંચાયતને હર ઘર જલ યોજના અંતર્ગત હર ઘર જલ અભિનંદન પત્ર અને સ્વામિત્વ યોજના હેઠળ રેકોર્ડ ડીઝીટલાઈઝેશનના પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. તેમજ મહાનુભાવો દ્વારા વિવિધ યોજનાઓની જાણકારી આપતા સ્ટોલ્સની મુલાકાત લેવામાં આવી હતી.
કાર્યક્રમમાં ઠેબા પ્રાથમિક શાળાના વિધાર્થીઓ દ્વારા “ધરતી કરે પુકાર- પ્રાકૃતિક કૃષિ” વિષય પરનું નાટક રજૂ કરવામાં આવ્યું હતું. સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફિલ્મનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મેરી કહાની મેરી જુબાની સાફલ્ય ગાથા કાર્યક્રમમાં લાભાર્થીઓએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ થકી તેઓને મળેલા લાભો અંગે પોતાના અનુભવ વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, સ્વામિત્વ યોજના હેઠળ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ, પ્રધાનમંત્રી ઉજજવલા યોજના, શ્રમિક અન્નપૂર્ણા યોજના અને અન્ય યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી પત્રોનું વિ તરણ કરવામાં આવ્યું હતું.
સમારોહના અંતે આભારવિધિ જામનગર તાલુકા વિકાસ અધિકારીશ્રી સરવૈયાભાઈએ કરી હતી. આ કાર્યક્રમમાં, જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસર, જિલ્લા કલેકટર બી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ગઢવી, પ્રાંત અધિકારી (ગ્રામ્ય) ડોબરીયા, જામનગર તાલુકા પંચાયત પ્રમુખ સંગીતાબેન દુધાગરા, કારોબારી સમિતિના ચેરમેન ચંપાબેન પરમાર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભાયા, નાયબ પશુપાલન નિયામક ડો.તેજસ શુક્લ, આજુબાજુના ગામોમાંથી પધારેલા અગ્રણીઓ, લાભાર્થીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Continue Reading

Trending