Connect with us

અમરેલી

દીપડાના મોઢામાંથી 8 વર્ષના પુત્રને ઝૂંટવી ભાગવા જતાં પિતા ફેન્સિંગ તારમાં ઘૂસી ગયા: બંનેને ઈજા

Published

on

 

  • અમરેલીના જાળીયા ગામની ઘટના: ઈજાગ્રસ્ત પિતા-પુત્રને સારવારમાં ખસેડાયા

અમરેલી તાલુકાના જાળીયા ગામે ખેત મજુરી અર્થે આવેલો પરિવાર રાત્રિના ખુલ્લામાં સુતો હતો ત્યારે મધરાત્રે દીપડાએ હુમલો કરી આઠ વર્ષના બાળકને ઉપાડીને ભાગ્યો હતો. પુત્રને બચાવવા પિતાએ પાછળ દોડી દીપડાના મોંઢામાંથી આઠ વર્ષના પુત્રને ઝુટવી લઈ ભાગવા જતાં પિતા પુત્ર સાથે ફેન્સીંગ તારમાં ઘુસી ગયા હતાં. પિતા-પુત્રને ઈજા પહોંચતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મુળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની અને હાલ અમરેલી તાલુકાના જાળીયા ગામે રહેતા કિશોરભાઈ ઠુંમરની વાડીએ ખેત મજુરી અર્થે આવેલો શ્રમિક પરિવાર રાત્રિનાં વાડીએ ખુલ્લામાં સુતો હતો ત્યારે રાત્રિનાં બે વાગ્યાના અરસામાં દીપડો ત્રાટકયો હતો અને શ્રમિક પરિવારના અજય રાજુભાઈ અજનાર નામના આઠ વર્ષના માસુમને ઉપાડી ચાલતો થયો હતો. ઘટનાના પગલે આસપાસ સુતેલા પરિવારના લોકો જાગી જતાં તેમણે રાડારાડી કરી હતી અને આઠ વર્ષના માસુમ અજય અજનારના પિતા રાજુભાઈ અજનારે દીપડાને પડકાર્યો હોય તેમ પુત્રને બચાવવા દીપડા પાછળ દોટ મુકી હતી અને દીપડાના મોંઢામાંથી આઠ વર્ષના પુત્રને ઝુંટવી પિતા રાજુભાઈ અજનાર ભાગ્યા હતાં તે દરમિયાન રાજુભાઈ અજનાર અંધારાના કારણે ફેન્સીંગ તારમાં ફસાઈ ગયા હતાં. પુત્ર અજય અજનાર અને પિતા રાજુભાઈ રમેશભાઈ અજનાર (ઉ.27)ને ઈજા પહોંચતાં તાત્કાલીક સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં તેમની તબિયત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

પ્રાથમિક પુછપરછમાં દીપડાએ કરેલા હુમલામાં ઘવાયેલા આઠ વર્ષનો માસુમ બે ભાઈ એક બહેનમાં મોટો હતો અને તેનો પરિવાર બે દિવસ પૂર્વે જ મધ્યપ્રદેશથી ખેત મજુરી અર્થે જાળીયા ગામે આવ્યો હતો અને માસુમ બાળક પરિવાર સાથે સુતો હતો ત્યારે નિંદ્રાધીન માસુમ બાળકને દીપડાએ ગરદનથી પકડી ભાગ્યો હતો જેના કારણે માસુમ બાળકને ગરદનના ભાગે ઈજા પહોંચી હોવાનું અને પુત્રને બચાવવા ગયેલા પિતા ફેન્સીંગ તારમાં ફસાતા ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે અમરેલી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અમરેલી

કાળઝાળ ગરમી વચ્ચે કચ્છ અને અમરેલી સહિતના જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ, ખેડૂતોની ચિંતામાં વધારો

Published

on

By

 

ગુજરાતના ઘણા વિસ્તારોમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. જેને લઇને રાજ્યના હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાક સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. ત્યારે આ આગાહીને લઈને આજે અમરેલી અને કચ્છ જિલ્લામાં પવન સાથે ક્યાંક ધોધમાર તો ક્યાંક હળવો વરસાદ પડ્યો. ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જામતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખાસ કરીને ખેડૂતોને કેરીના પાકમાં નુકસાસની ભીતિ જોવા મળી રહી છે.

આજે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર પછી અમરેલી અને કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. જેમાં અમરેલી, ધારી અને ગીરના પાતળા, તરશિંગડા, રાજસ્થળી, ગઢીયા અને ચાવંડ સહિતના આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે. બીજી તરફ કચ્છના ભુજ તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે. રાપર, અંજાર તાલુકામાં પણ કમોસમી વરદા ખાબક્યો હતો. લોડાઈ, ખેંગારપર, મોખાણા, નાડાપા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ગાજવીજ સાથે ભારે વરસાદ પડતાં કચ્છના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાક ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છુટાછવાયા હળવા વરસાદની શક્યતા છે, જેમાં આજે 13 એપ્રિલના રોજ સાબરકાંઠા, બનાસકાંઠા, મહીસાગર, અરવલ્લી, દાહોદ અને કચ્છમાં છુટાછવાયા વરસાદની શક્યતાઓ છે. જ્યારે આવતીકાલે 14 એપ્રિલના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છમાં હળવો વરસાદ વરસી શકે છે. 48 કલાક બાદ રાજ્યભરમાં મહત્તમ તાપમાનનો પારો ઉચકાતા ગરમીનો અનુભવ થશે. હવામાન વિભાગની આગાહી અનુસાર બે દિવસ બાદ રાજ્યભરનું મહત્તમ તાપમાન રાઈઝિંગ ટેન્ડેન્સીમાં રહેતા બેથી ચાર ડિગ્રી જેટલો વધારો થઈ શકે છે.

Continue Reading

અમરેલી

લીલિયાના કુતાણા ગામે પતિના હાથે પત્નીની હત્યા: ચકચાર

Published

on

By

અમરેલીના લીલીયા તાલુકાના કુતાણા ગામે પતિએ પત્નીની હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ અમરેલીના લીલીયા તાલુકાના કુતાણા ગામે ભાગ્યું રાખી મજૂરી કરતા જેસરના કાનજીભાઈ સોલંકી અને તેમના પત્ની તથા બાળકો રહેતા હતા ગત રાત્રે પતિ કાનજી તથા પત્ની મંજુલા વચ્ચે આગલા ઘરના છોકરાને પૈસા આપવા બાબતે ઝઘડો થતાં જે હત્યા સુધી પહોંચી ગયો હતો અને બોથળ પદાર્થ વડે કાનજીએ તેની પત્ની મંજુલાની હત્યા કરી નાખી હતી. અમરેલી ડીવાયએસપી ચિરાગ દેસાઈના જણાવવાનું સર સાવરકુંડલાના જેસર ગામના પરિવાર કુટાણા ખાતે વાડીએ ભાગ્યું રાખી મજૂરી કરતો હતો આ કેસની તપાસ લીલીયા પીએસઆઇ ગોહિલ ચલાવી રહ્યા છે.બેકારી બેરોજગારી જેવા પ્રશ્નોના કારણે અમરેલી જિલ્લામાં તકરાર તથા આત્મહત્યના કેસ વધી રહ્યા છે.

Continue Reading

અમરેલી

અમરેલી આગ ઠારવા આવેલા મુખ્યમંત્રીની બેઠકમાં ભાજપના બે નેતાની ગેરહાજરી

Published

on

By

લોકસભાની ચૂંટણીના અમરેલીના ઉમેદવારને લઈને થયેલા વિરોધમાં ભાજપના કાર્યકરો વચ્ચે એક વખત મારામારી પણ થઈ ચૂકી હતી.આ પ્રગટેલી આગને ઠારવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પ્રથમ ગઈકાલે જુનાગઢ અને આજે સવારે 9:30 કલાકે અમરેલી દોડી આવ્યા હતા લોકસભાના ઉમેદવારની જાહેરાત થતા જ અમરેલી તેમજ જુનાગઢ ની બેઠકો માટે થયેલા નામની જાહેરાત પછી ભાજપનો આંતરિક વિકાસ જૂથબંધી સામે આવી હતી આજે સવારે મુખ્યમંત્રી સીધા હોટલ લોડ્સ પહોંચ્યા હતા ત્યાં પસંદ કરેલા કાર્યકરો વચ્ચે બંધ બારણે મીટીંગ યોજવામાં આવી હતી જેમાં અમરેલીના ભાજપના પીઠ નેતા દિલીપભાઈ સંઘાણી તથા લોકસભાના અમરેલીના ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ ચુડાસમા ની સૂચક ગેરહાજરી દેખાઈ આવી હતી આ અંગે વધુ જાણવા મળતી વિગતો મુજબ અમરેલીના કદાવર અને સહકારી આગેવાન તેમજ પીઠ નેતા દિલીપભાઈ સંઘાણી ની ગેરહાજરી ઘણું કહી જતી હતી.

Continue Reading

Trending