Site icon Gujarat Mirror

ઉત્તરપ્રદેશના કૌશાંબીમાં ગમખ્વાર અકસ્માત: 8 શ્રદ્ધાળુઓના મોત

 

 

ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં આઠ શ્રદ્ધાળુઓના મોત થયા છે. આ બધા મુસાફરો એક જ પિકઅપ ટ્રકમાં મુસાફરી કરી રહ્યા હતા. પિકઅપ ટ્રક હાઇવે પર પાર્ક કરેલા કન્ટેનર ટ્રક સાથે અથડાયું હતું. આ ઘટનાને લઈને ઘટનાસ્થળે અરાજકતા ફેલાઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા હતાં. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

https://x.com/ANI/status/2037501345780076975?s=20

મળતી માહિતી મુજબ, પિકઅપ ટ્રકમાં સવાર તમામ લોકો પ્રયાગરાજના સંગમમાં મુંડન સમારોહમાં ભાગ લેવા ગયા હતા. ત્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે કૌશામ્બી જિલ્લાના હાઈવે પર આ દુર્ઘટના ઘટી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે ટેમ્પો ટ્રાવેલરનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત બચાવ કામગીરી શરૂ કરી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા છે.

અકસ્માત પછી તરત જ સ્થાનિકોઓએ પોલીસને જાણ કરી અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી. માહિતી મળતાં સૈની પોલીસ સ્ટેશન અને હાઇવે પોલીસના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં. અને ઘાયલોને એમ્બ્યુલન્સની મદદથી નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. ગંભીર ઇજાઓ ધરાવતા લોકોને અદ્યતન તબીબી સારવાર માટે પ્રયાગરાજ રીફર કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં આઠ વ્યક્તિઓના મૃત્યુની પુષ્ટિ થઈ છે – જેમાં પાંચ મહિલાઓ અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. બાકીના 25 વ્યક્તિઓને વિવિધ ઇજાઓ થઈ છે.

 

Exit mobile version