Connect with us

પોરબંદર

આરોગ્યની જાળવણી માટે ખેડૂતોએ મિલેટ્સ ધાન્યોનું વાવેતર વધારવું જોઇએ: પર્યાવરણ મંત્રી

Published

on

ભાણવડના માર્કેટિંગ યાર્ડ ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને મિલેટ ડેવલપમેન્ટ યોજના હેઠળ તાલુકા કક્ષાનો કૃષિ મેળો અને કૃષિ પ્રદર્શની મેળો યોજાયો હતો.
વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય તૃણ ધાન્ય વર્ષ એટલે કે ઈન્ટરનેશનલ મિલેટસ યર તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષ ઉજવવાનો મુખ્ય હેતુ ગૌણ ધાન્ય જેવા કે, બાજરો, રાગી, નાગલી, જુવાર, કોદરા, કાંગ, સામો વિગેરે જાડા ધાન્યનું ઉત્પાદન વધારવું, તેનો વપરાશ વધારવો, ખેડૂતોની આવકમાં વધારો થાય તે રીતે સમગ્ર દેશમાં પ્રયત્નો કરવામાં આવ્યા છે. સમગ્ર દેશમાં મીલેટસ વર્ષની ઉજવણીની સાથે ભારતને આંતરરાષ્ટ્રીય તૃણધાન્ય બજારના કેન્દ્ર તરીકે પ્રસ્થાપિત કરવાનો પણ રહેલો છે.
કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ ખેડૂતો સંબોધિત કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય તૃણ ધાન્ય વર્ષ તરીકે જાહેર કર્યું છે. આમ જોઈએ તો તૃણ ધાન્ય પાકોનું વર્ષોથી આપણે વાવેતર કરતા આવ્યા છીએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર પ્રાકૃતિક કૃષિ વ્યાપ વધારવા માટે કટિબદ્ધ છે. નાગરિકોના સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક કૃષિ આવશ્યક બની રહી છે.
આરોગ્યની જાળવણી કરવા માટે પણ આપણા ખેડૂતોએ મિલેટસ ધાન્યોનું વાવેતર વધારવું જોઈએ. ખેડૂતોને આત્મનિર્ભર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા મીલેટસ ધાન્યોના ઉત્પાદનને સતત પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યું છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ ઉપયોગ બંધ કરી પ્રાકૃતિક કૃષિ કરવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. મારી સૌ ખેડૂતોને અપીલ છે કે આપણી આવનારી પેઢી અને આપણા સૌના સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક કૃષિ કરીએ.
કૃષિ વૈજ્ઞાનિક કે.પી. બારૈયાએ ખેડૂતોને માર્ગદર્શિત કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર પ્રાકૃતિક કૃષિ વેગ આપવા પ્રતિબદ્ધ છે. જમીન સ્વાસ્થ્ય જળવાઈ તેમજ નાગરિકો સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે પ્રાકૃતિક કૃષિ આવશ્યક છે. શારીરિક તંદુરસ્તી માટે તૃણ ધાન્ય પાકો પણ એટલા જ મહત્વના છે.
અહીં પ્રાકૃતિક કૃષિ કરતા એક દ્વારા પ્રાકૃતિક ખેતી લગતા પોતાના અનુભવો વર્ણન કર્યું હતું. સૌ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કરવા અપીલ કરી હતી. કાર્યક્રમમાં ખેતીવાડી વિભાગના વિવિધ યોજનાઓના ખેડૂત લાભાર્થીઓને પૂર્વ મંજૂરી પત્રો આપવામાં આવ્યા હતા. પ્રાકૃતિક કૃષિમાં ઉપયોગી ઘન જીવામૃત બનાવવા લાઈવ ડેમો બતાવવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં ખેતીવાડી વિભાગ, બાગાયત વિભાગ, પશુપાલન વિભાગ, આત્મા પ્રોજેક્ટ, વન વિભાગ, આઈ.સી.ડી.એસ., બીજ નિગમ, બિયારણ કંપની તથા માઇક્રો ઈરીગેશન કંપનીના સ્ટોલ ઉપલબ્ધ કરવામાં આવ્યાં હતાં. જેના થકી ખેડૂતોએ વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને આધુનિક ખેતીના ઈનપુટ વિષે માહિતી મેળવી હતી. આ કાર્યક્રમમાં સ્વાગત જિલ્લા ખેતીવાડી અધિકારી આર.બી. ચાવડાએ તેમજ આભારવિધિ વિસ્તરણ અધિકારી (ખેતી) દ્વારા કરવામાં આવી હતી.

ગુજરાત

પોરબંદરના પ્રૌઢનું કલ્યાણપુરના ખીરસરા ગામે હાર્ટએટેકથી મોત

Published

on

By

 

પોરબંદરમાં રોકડિયા મંદિર પાસે રહેતા નલીનભાઈ લાલજીભાઈ સાણીથરા નામના 52 વર્ષના આધેડને ગત તારીખ 12 ના રોજ કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામે હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમને મૂર્છિત હાલતમાં સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ બનાવની જાણ અડવાણા ગામના કિશોરભાઈ પોપટલાલ મોઢા (ઉ.વ. 45) એ કલ્યાણપુર પોલીસને કરી છે.

બારડોલીના આધેડનું કરુણ મૃત્યુ
સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં રહેતા ઈશ્વરભાઈ ભંગદભાઈ રાઠોડ નાના 53 વર્ષના હળપતિ આધેડ શનિવાર તારીખ 13 ના રોજ બપોરના સમયે કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામે એક વાડીમાં સુતા હતા. ત્યારે અહીં જી.જે. 10 બીઆર 8975 નંબરના એક ટ્રેકટરના ચાલક મારખીભાઈ રામશીભાઈ કરમુરે પોતાનું ટ્રેક્ટર આજુબાજુમાં જોયા વગર ગફલત કરી રીતે ચલાવતા આ ટ્રેક્ટરની ટ્રોલીના વ્હીલ ઈશ્વરભાઈ રાઠોડના માથા પરથી ફરી જતા તેમનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર છગનભાઈ ઈશ્વરભાઈ રાઠોડની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે ટ્રેક્ટરની ટ્રોલીના ચાલક મારખીભાઈ કરમુર સામે આઈપીસી કલમ 279, 304(એ) તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

રાજસ્થાની યુવાન ઝડપાયો
રાજસ્થાન રાજ્યના ઉદયપુર જિલ્લાના ગિંગલા તાલુકાના મૂળ વતની અને હાલ ખંભાળિયા તાલુકાના સિધ્ધપુર ગામે રહેતા અને કલર કામ કરતા મુકેશ અંબાલાલ ખીમજી કાલબેલિયા નામના 26 વર્ષના યુવાને પોતાના અંગત ફાયદા માટે તેના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં છુપાવીને રાખવામાં આવેલો 138 ગ્રામ ગાંજાનો જથ્થો એસ.ઓ.જી. પોલીસે પકડી પાડ્યો હતો. આ પ્રકરણમાં પોલીસે રૂા. 1,380 ની કિંમતના ગાંજા સાથે આરોપી મુકેશ કાલબેલિયાની અટકાયત કરી, તેની સામે એન.ડી.પી.એસ. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. આ પ્રકરણ અંગે આગળની તપાસ ખંભાળિયાના પી.એસ.આઈ. આઈ.આઈ. નોયડા દ્વારા હાથ ધરવામાં આવી છે.

Continue Reading

પોરબંદર

ભાણવડમાં બેભાન યુવાનનું સારવાર મળે તે પહેલાં જ મોત

Published

on

By

ભાણવડ વિસ્તારમાં આવેલી વાલ્મિકી કોલોની ખાતે રહેતા રાકેશભાઈ કિશોરભાઈ ઢાકેચા નામના 26 વર્ષના વાલ્મિકી યુવાન કે જે અશક્ત હોય, જેના કારણે તે પડી જતા મૂર્છિત હાલતમાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જે અંગેની જાણ મૃતકના મોટાભાઈ સાગર ઢાંકેચાએ ભાણવડ પોલીસને કરી છે. ખંભાળિયા તાલુકાના મોટા માંઢા ગામે રહેતા કવિતાબેન ભરતભાઈ પંચમતીયા નામના પરિણીતા રસોઈ બનાવતી વખતે અકસ્માતે દાઝી જતા તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હોવાની જાણ મૃતકના પતિ પરાગભાઈ તુલસીદાસ પંચમતીયાએ સ્થાનિક પોલીસને કરી છે. મૃતક મહિલાનો લગ્ન ગાળો 14 વર્ષનો હતો.
પાંચ શખ્સો ઝડપાયા
ખંભાળિયા તાલુકાના સલાયા નજીકના પરોડીયા વાડી વિસ્તારમાંથી પોલીસે જાહેરમાં ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા જીવણ લાખા કારીયા, ખેરાજ નાથા ભાચકન, દેવાણંદ વજા ભાચકન, હરીશ રામ ભાચકન અને દેવાણંદ અજા ભાચકન નામના પાંચ શખ્સોને ઝડપી લઇ, રૂપિયા 4,350 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Continue Reading

પોરબંદર

ઝેરી દવા પી જતા ટિંબડીના આધેડનું મૃત્યુ

Published

on

By

ભાણવડ તાલુકાના ટિંબડી ગામે રહેતા મનસુખભાઈ ગોવાભાઈ સાદીયા નામના 50 વર્ષના આધેડએ શનિવારે તેમની બીમારી અથવા કોઈ અકળ કારણોસર ઝેરી દવા પી લેતા તેમને મૂર્છિત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ બનાવની જાણ મૃતકના પુત્ર કિશન સાદીયાએ સ્થાનિક પોલીસને કરી છે.

Continue Reading

Trending