Site icon Gujarat Mirror

જસદણના જસાપરના ખેતરમાં મોટર ચાલુ કરવા જતા ખેડૂતનું વીજશોકથી મોત

જસદણ તાલુકાના જસાપર ગામમાં ખેતરમાં પાણીની મોટર ચાલુ કરતી વખતે વીજકરંટ લાગવાથી એક ખેડૂતનું મોત થયું છે. મૃતકનું નામ રમેશ લીંબાભાઈ કથેરીયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રમેશભાઈ કથેરીયા રોજની જેમ પોતાના ખેતરમાં ખેતીકામ માટે ગયા હતા. ખેતરમાં પાણીની મોટર ચાલુ કરવા જતાં અચાનક વીજપ્રવાહ પસાર થવાથી તેમને ગંભીર વીજકરંટ લાગ્યો હતો. વીજકરંટ લાગતા તેઓ ઘટનાસ્થળે જ જમીન પર ઢળી પડ્યા હતા. આ બનાવની જાણ થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગંભીર હાલતમાં રમેશભાઈને તાત્કાલિક જસદણની નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.

મૃતદેહને પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી માટે જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જસદણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આ મામલે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. વીજ સલામતીમાં બેદરકારી કે ટેક્નિકલ ખામીને કારણે આ અકસ્માત થયો છે કે કેમ, તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

Exit mobile version