Connect with us

ગુજરાત

સુરતમાં IPLની નકલી ટિકિટ વેચવાનું કૌભાંડ ઝડપાયું: નકલી વેબસાઈટથી લોકોને છેતરતા, 7ની લોકોની ધરપકડ

Published

on

 

સુરતમાંથી IPLની નકલી ટિકિટ ઓનલાઈન વેચવાનું કૌભાંડ મુંબઈ સાયબર સેલ દ્વારા ઝડપાયું છે. મુંબઈ સાયબર સેલે મુખ્ય સૂત્રધાર સહિત 7 આરોપીની કરી ધરપકડ કરી છે. IPLની વેબસાઈટ જેવી જ ડુપ્લિકેટ વેબસાઈટ બનાવી છેતરપિંડી આચરતા હતા. નકલી IPLની વેબસાઇટ બનાવી લોકોને છેતરતા આરોપીની મુંબઇ સાયબર સેલે સુરતથી ઝડપી પાડ્યા છે. સાત આરોપીની ધરપકડ કરવામાં આવી છે. નકલી ટિકિટો વેંચી કમાણી કરી રહ્યા હતા.

IPLની ટિકિટનું ઓનલાઈન વેચાણ પણ શરૂ કરવામાં આવ્યુ છે. ક્રિકેટ રસીકો લાંબી લાઇનોમાં ઉભા રહેવું ન પડે અને ઘરબેઠા ટિકિટ બુક કરાવી શકે તે માટે ઓનલાઇન બુકીગ કરવામાં આવે છે. આના લીધે ગઠિયાઓ પણ સક્રિય બન્યા હતા અને ડુપ્લિકેટ વેબસાઇટ બનાવી અને છેતરપિંડી શરૂ કરી હતી. જો કે મુંબઈ સાયબર સેલ દ્વારા સુરતમાં ઓપરેશન પાર પાડી મુખ્ય સૂત્રધાર સહિત 7 વ્યક્તિની ધરપકડ કરી છે. .

ગુજરાત

ખંભાળિયા નજીક રિક્ષા અકસ્માતમાં ચાલકનું મૃત્યુ: અન્ય મુસાફરો ઇજાગ્રસ્ત

Published

on

By

 

ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 15 કિલોમીટર દૂર કજૂરડાથી દેવળીયા ગામ તરફ જતા માર્ગે એક રીક્ષા છકડો લઈને જઈ રહેલા મહેશભાઈ કિશોરભાઈ મકવાણા નામના 30 વર્ષના યુવાને પોતાનો રીક્ષા પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવતા તેણે રીક્ષા પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેના કારણે રીક્ષા છકડો પલટી ખાઈ ગયો હતો.

આ અકસ્માતમાં મહેશભાઈ મકવાણાને શરીરના જુદા-જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય રીક્ષા સવાર મુસાફરોને નાની મોટી ઇજાઓ થતા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ બનાવ અંગે સંજયભાઈ જયંતીભાઈ મકવાણા (ઉ.વ. 44, રહે. સિક્કા પાટિયા) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે મૃતક છકડા રીક્ષા ચાલક મહેશભાઈ કિશોરભાઈ મકવાણા સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી પી.એસ.આઈ. વી.બી. પીઠીયાએ હાથ ધરી છે.

_________________________

સગાઈ થતી ન હોવાથી નાના આસોટાના યુવાને જિંદગી ટૂંકાવી

ખંભાળિયા તાલુકાના નાના આસોટા ગામે રહેતા ભાવિનભાઈ રામાભાઈ રામાવત નામના 25 વર્ષના યુવાને ગત તા. 12 ના રોજ મગફળીના પાકમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેમને ગંભીર હાલતના સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
મૃતક ભાવિનભાઈની સગાઈ થતી ન હોવાથી તેણે આ પગલું ભર્યું હોવા અંગેની જાણ હેમતભાઈ જાનકીદાસ રામાવત (ઉ.વ. 42, રહે. નાના આસોટા) એ અહીંની પોલીસને કરી છે. જે અંગે પોલીસે જરૂરી નોંધ કરી, આગળની કાર્યવાહી કરી હતી.

_________________________

પતિ સાથે થયેલા ઝઘડા બાદ પત્નીએ ઝેરી દવા પીને આપઘાત કર્યો

ભાણવડ તાલુકાના જંબુસર ગામના વાડી વિસ્તારમાં રહેતા અને મૂળ મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાના જાબર તાલુકાના વતની પ્રભુભાઈ નાનસિંગભાઈ ચૌહાણ નામના 31 વર્ષના શ્રમિક યુવાને હોળીના તહેવારમાં દારૂ પીવા માટે રાખેલા 500 રૂપિયા ખોવાઈ જવા બાબતે તેના પત્ની શીલાબેન ઉર્ફે ભુરીબેન પ્રભુભાઈ ચૌહાણ (ઉ.વ. 30) સાથે બોલાચાલી થઈ હતી.
આ બનાવ બાદ ગત તારીખ 24 માર્ચના રોજ શીલાબેન ઉર્ફે પુરીબેન ચૌહાણએ પોતાના હાથે ઝેરી દવા પી લેતા તેણીનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ મૃતક મહિલાના પતિ પ્રભુભાઈ ચૌહાણએ ભાણવડ પોલીસને કરી છે. જે અંગે ભાણવડ પોલીસે જરૂરી નોંધ કરી છે.

Continue Reading

ગુજરાત

દ્વારકા જિલ્લામાં ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત ખર્ચ નિરીક્ષક દ્વારા નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ

Published

on

By

 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત જામનગર લોકસભા મત વિસ્તાર માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરાયેલ ખર્ચ નિરીક્ષક (એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર) અવિજીત મિશ્રાએ જિલ્લાની મુલાકાત લીધી હતી. ખંભાળિયામાં જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે તમામ નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજી ચૂંટણીલક્ષી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

આ બેઠકમાં તેમણે નોડલ અધિકારીઓની કામગીરી, ખર્ચ મોનિટરિંગ અંતર્ગત નિમવામાં આવેલ ફ્લાઈંગ સ્ક્વોડ, એસ.એસ.ટી, વી.એસ.ટી. ચેક પોસ્ટની વિગતો, ન્યુઝ મોનિટરિંગ સહિતની બાબતોથી ખર્ચ નિરીક્ષણ નોડલ અને જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણીએ પ્રેઝન્ટેશનના માધ્યમથી માહિતગાર કર્યા હતા.
નિરીક્ષક મિશ્રાએ પણ વિવિધ નોડલ અધિકારીઓ દ્વારા હાથ ધરાયેલી કામગીરી તથા તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કોઈપણ ચૂંટણી માટે સચોટ મોનિટરિંગ ખૂબ જ મહત્વનું હોય છે. દરેકને સોંપવામાં આવેલ ફરજો સુપેરે પાર પાડી શાંતિપૂર્ણ વાતાવરણમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય તેવા સંનિષ્ઠ પ્રયાસો હાથ ધરવામાં આવે તે જરૂરી છે.

બેઠક પૂર્વે ખર્ચ નિરીક્ષક મિશ્રાએ જિલ્લા સેવા સદન ખાતે કાર્યરત મીડિયા મોનિટરિંગ સેન્ટર, ખર્ચ દેખરેખ નિયંત્રણ સેલ તથા કંટ્રોલ રૂમની મુલાકાત લઇ જરૂરી નિરીક્ષણ કર્યું હતું તેમજ અત્રે હાથ ધરવામાં આવતી કામગીરીની વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ બેઠકમાં જામનગર લોકસભા મતવિસ્તારના રિટર્નીગ ઓફિસર અને જામનગરના જિલ્લા કલેક્ટર બી.કે. પંડ્યા, અહીંના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર જી.ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, પોલીસ વડા નિતેશ પાંડેય, નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જે.ડી. પટેલ સહિત જિલ્લાના તમામ નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Continue Reading

ગુજરાત

ખંભાળિયામાં આંબેડકર જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ: વિશાળ શોભાયાત્રા નીકળી

Published

on

By

 

ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિની ગઈકાલે રવિવારે ખંભાળિયામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અંતર્ગત અત્રે બુદ્ધ યુવક મંડળ (નવા નાકા) અને જય ભીમ યુવા ગ્રુપ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાબા સાહેબની પ્રતિકૃતિ સાથેની આ શોભાયાત્રા નવાનાકા, ચાંદાણી મસ્જિદ પાસેથી સતવારા વાડ, જોધપુર ગેઈટ, નગર ગેઈટ થઈને ચાર રસ્તા ખાતે બાબાસાહેબના સ્ટેચ્યુ પાસે પહોંચી હતી. જ્યાં પૂજ્ય બાબા સાહેબને ફુલહાર કરી તેમનો જયઘોષ કરવામાં આવ્યો હતો.

આ સાથે સ્વયં સૈનિક દળ (એસ.એસ. ડી.) દ્વારા પણ જંગી રેલી યોજાઇ હતી. જે અહીંના રેલ્વે સ્ટેશન, શારદા સિનેમા રોડ, નગર ગેઈટ થઈને ચાર રસ્તે પૂજ્ય બાબા સાહેબને સલામી આપી, સલાયા ચાર રસ્તા વિસ્તારમાં આવેલી સમાજ વાડી ખાતે સંપન્ન થઈ હતી.

આ શોભાયાત્રામાં જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, રસિકભાઈ નકુમ, પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, ધીરુભાઈ ટાકોદરા, મોરચાના પ્રમુખ પ્રવીણભાઈ જમજોડ વિગેરે પણ જોડાયા હતા.આ શોભાયાત્રાને માર્ગમાં આગેવાનો, કાર્યકરોએ છાસ ઠંડા પીણા વિગેરે સાથે પુષ્પવૃષ્ટિ કરી અને આવકારી હતી. આ આયોજનમાં ગિરધરભાઈ પરમાર (આર. એન્ડ બી.), ગોવિંદભાઈ સોલંકી, ગિરધરભાઈ રાઠોડ, લખુભાઈ ચાવડા સહિત મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરો વિગેરે સહભાગી હતા.
આ ઉપરાંત કલ્યાણપુર તાલુકામાં પણ ગઈકાલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીને ઉજવણીના ભાગરૂપે સમસ્ત જામ કલ્યાણપુર તાલુકા અનુસુચિત જાતિ દ્વારા નિશાળે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

Continue Reading

Trending