ક્રાઇમ
IPS હસમુખ પટેલનું ફરી બન્યું ફેક ફેસબુક એકાઉન્ટ, અધિકારીએ કરી આ અપીલ

આઈપીએસ હસમુખ પટેલનું ફરી એક વખત ફેક ફેસબુક એકાઉન્ટ બન્યું છે. તેમણે આ અંગેની માહિતી ટ્વિટ કરીને આપી છે. તેમણે આ ટ્વિટ લખ્યું છે કે, મારા ફોટા વાળું બનાવટી facebook એકાઉન્ટ બનાવી મેસેજ મોકલવાનું ધ્યાન પર આવેલ છે જે અંગે ગુનો દાખલ કરવાની કાર્યવાહી ચાલી રહી છે આ એકાઉન્ટ પરથી કોઈ પણ મેસેજ મળે તો તેને જવાબ આપશો નહીં. જાણવા મળ્યું છે કે આ અંગે સિનિયર પત્રકાર દિનેશ અનાજવાલાએ કહ્યું, મારા પર મેસેજ આવતા તુરંત હસમુખ પટેલને જાણ કરી હતી.
આ પહેલા પણ આઈપીએસ હસમુખ પટેલનું ફેક ફેસબુક એકાઉન્ટ બન્યું હતું. સપ્ટેમ્બર, 2023માં હસમુખ પટેલનું ફેક ફેસબુક એકાઉન્ટ બન્યું . તેમણે ટ્વિટ કરીને આ માહિતી આપી હતી
ક્રાઇમ
શહેરમાં વધુ એક ક્લબ ઝડપાઈ, વિજય પ્લોટમાં ઘોડીપાસાના પાટલા ઉપર દરોડો

શહેરમાં અગાઉ લીમડાચોક પાસે, અમીન માર્ગ અને કુબલિયા પરામાં પોલીેસે જુગારની રેઈડ પાડી જુગારીઓને પકડી લીધા હતા. ત્યારે પોલીસે વધુ એક રેઈડ કરી છે. જેમાં ગોંડલ રોડ પર આવેલા વિજય પ્લોટમાં ચાલી રહેલા જુગાર પર પોલીસે દરોડો પાડી સાત શખ્સોને ઝડપી લીધા હતા તેઓ પાસેથી રૂૂપિયા 23 હજારની રોકડ જપ્ત કરવામાં આવી હતી.
વધુ વિગતો મુજબ,શહેર ડીસીબી ઝોન-2 સુધીર દેસાઈની એલસીબીની ટીમના પીએસઆઈ આર.એચ.ઝાલા અને ધર્મરાજસિંહ ઝાલા નાઓને ખાનગી રાહે બાતમીના આધારે ગોંડલ રોડ વિજય પ્લોટ શેરી નં.15 ના ખુણેથી જાહેરમાં દરોડો પાડી ધોડીપાસા વતી પૈસાની હારજીતનો જુગાર રમતા મુસ્તાક હુશેનભાઇ સમા(રહે.સાગર રેસીડેન્સી જાલોરી હોલ વાળી ગલી જગાવારા ચોરા જેતપુર),ઇન્દુભાઇ લક્ષ્મણભાઈ મેવાડા(રહે. ગુંદાવાડી શેરી નં.8/12 નો ખુણો ભારત ડેરીની પાછળ રાજકોટ),અજય મનોજભાઈ સોલંકી(રહે. લોહાનગર મ. પરા ગોંડલ રોડ),ભાવેશ વિનોદભાઈ મકવાણા (રહે. લોહાનગર મ પરા રામાપીરના મંદિર પાસે રાજકોટ),હિરેન રસીકભાઇ આડેસરા(રહે. કોઠારીયા રોડ વિવેકાનંદ નગર શેરી નં.14),જાહિદ અબ્દુલભાઈ મીનીવાડીયા (2હે. લેઉવા પટેલ સોસાયટી શેરી નં.2/4 નો ખુણો કોઠારીયા રોડ) અને અશ્વીન મગનભાઇ મકવાણા (રહે. ભુતખાના ચોક વિજય પ્લોટ શેરી નં.25 ગોંડલ રોડ)ને પકડી લીધા હતા. આરોપીઓ પાસેથી રૂૂ.23,160 ની રોકડ જપ્ત કરી હતી.પકડાયેલા તમામની પૂછપરછ કરતા તેઓ બધા મિત્રો સાથે તેઓ ભેગા થયા અને બાદમાં જુગાર રમવાનો પ્લાન બનાવી જુગાર રમવા બેસી ગયા હતા.ઉલ્લેખનીય છે કે,ચારેક દિવસ પૂર્વે રાજકોટના લીમડા ચોક પાસે એવરેસ્ટ બિલ્ડીંગના નવમાં માળે ઘોડીપાસાની કલબ પર એ ડીવીઝન પોલીસે દરોડો પાડી 20 શખ્સોને ઝડપી લીધા હતા.આ જુગારના દરોડામાં ઓફિસની ચાવી આપનાર પારસ ઠેબાને પકડવા તજવીજ ચાલી રહી છે.ત્યારે આ જુગારમાં પોલીસ દ્વારા પહેરો દેવામાં આવતો હોવાની પણ ચર્ચા થઈ રહી છે.
ક્રાઇમ
નરેગા કૌભાંડમાં જવાબદાર અધિકારીઓ સામે FIR નોંધવા હાઇકોર્ટનો આદેશ

મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજનાના ભંડોળના દુરુપયોગ માટે સરકારી અધિકારીઓ સામે સત્તાવાળાઓ દ્વારા કાર્યવાહીના અભાવની ગંભીર નોંધ લેતા, ગુજરાત હાઇકોર્ટે ગુરુવારના રોજ તાપી જિલ્લામાં કૌભાંડની તપાસનો આદેશ આપ્યો હતો, અને નિર્દેશ આપ્યો હતો કે, આ અંગે ઋઈંછ નોંધવામાં આવે. ગુજરાત હાઈકોર્ટના નિર્દેશો વર્ષ 2019માં દાખલ કરવામાં આવેલી પીઆઈએલના જવાબમાં આવ્યા હતા.
અરજદારના એડવોકેટ અર્ચિતા પ્રજાપતિએ રજૂઆત કરી હતી કે, 36 જોબ કાર્ડ પર ગછઊૠઅ ફંડની વહેંચણીમાં રૂૂપિયા 1.5 લાખની ઉચાપત મળી આવી હતી. કૌભાંડનો પર્દાફાશ થયા બાદ અધિકારીઓએ રૂૂપિયા 1.37 લાખની વસૂલાત કરી હતી. પ્રજાપતિએ જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાની માંગ કરી હતી.
ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ માયીની ખંડપીઠે જિલ્લા કાર્યક્રમ સંયોજકને રક્ષણ આપવા બદલ સત્તાવાળાઓની ઝાટકણી કાઢી હતી અને પૂછ્યું હતું કે, શા માટે સામેલ અધિકારીઓ સામે પગલાં લેવામાં આવ્યાં નથી. તેમની સંડોવણી વિના, આ થઈ શક્યું ન હોત. ગુજરાત હાઇકોર્ટે પૂછ્યું કે, શું તમે તમારી પોતાની ઓફિસને સેનિટાઇઝ કરી છે? તમે તેઓ પાસેથી વસૂલાત કરી છે, જેમને ગેરકાયદેસર રીતે ચુકવણી કરવામાં આવી હતી. તે તમારા અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. શું તમે તમારા અધિકારીઓને ઓળખ્યા છે?
જ્યારે કોર્ટને કહેવામાં આવ્યું હતું કે, પોલીસને કૌભાંડ વિશે જાણ કરવામાં આવી છે, ત્યારે કોર્ટ ગુસ્સે થઈ હતી અને મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, તમે એવી દલીલ કરી શકતા નથી કે, તમારા અધિકારીઓ તેમની ફરજો નિભાવી શકતા નથી. જો તેઓ પરિસ્થિતિને સંભાળવામાં અસમર્થ હોય, તો બીજું કોણ કરશે? જો પોલીસ તમારા અધિકારીઓને સાંભળતી નથી, તો તમે કેવી રીતે અપેક્ષા કરશો કે, પોલીસ સામાન્ય માણસની વાત સાંભળે?
ખંડપીઠે ગ્રામીણ વિકાસ કમિશનરને સૂચના આપી હતી કે, તેઓ યોજનાના અમલીકરણ અને દેખરેખમાં દરેક સ્તરે અધિકારીઓની ભૂમિકા શોધવા માટે તપાસ અધિકારીની નિમણૂક કરીને જાહેર ભંડોળના દુરુપયોગની તપાસ શરૂૂ કરે.વિભાગને આદેશ આપવામાં આવ્યો છે કે, તેઓ જિલ્લા, તાલુકા અને પંચાયત સ્તરે તમામ અધિકારીઓને નોટિસ આપે, તેમની સુનાવણી કરે અને 24 જાન્યુઆરી સુધીમાં હાઈકોર્ટમાં તપાસ અહેવાલ સુપરત કરે. આ દરમિયાન ગુજરાત હાઈકોર્ટે જેની ભૂમિકાઓ છે, તે તમામ ભૂલ કરનારા લોકો સામે એફઆઈઆર કરવાનો આદેશ આપ્યો છે. જાહેર નાણાંની ઉચાપતના મામલામાં પહેલાથી જ મળી આવ્યા છે.
ક્રાઇમ
બેંગલુરુમાં 15 શાળાઓને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વિદ્યાર્થીઓ, સ્ટાફને બહાર કાઢ્યા

બેંગલુરુમાંથી એક મોટા સંચાર સામે આવી રહ્યા છે. બેંગલુરુમાં 15 શાળાઓને બોમ્બની ધમકી મળી છે. આ ધમકી આ શાળાઓને ઈમેલ દ્વારા મોકલવામાં આવી છે. બસવેશ્વરનગરમાં નેપાળ અને વિદ્યાશિલ્પા સહિત સાત શાળાઓ અને યેલાહંકા વિસ્તારમાં આવેલી અન્ય ખાનગી શાળાઓને બોમ્બની ધમકીના ઈમેલ મળ્યા છે. પોલીસે તરત જ પરિસ્થિતિનો જવાબ આપ્યો, સાવચેતીના પગલા તરીકે ધમકીઓ મેળવનાર શાળાઓમાંથી વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા અને તપાસ શરૂ કરી. કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારના નિવાસસ્થાનની સામે આવેલી એક પ્લે સ્કૂલને પણ બોમ્બની ધમકીનો ઈમેલ મળ્યો હતો.
પોલીસ તમામ સ્કૂલોમાં તપાસ કરી રહી છે, હજુ સુધી કંઈ મળ્યું નથી. એવું લાગી રહ્યું છે કે તે ફેક કોલ છે, પોલીસે શોધ ચાલુ રાખી છે. ગયા વર્ષે પણ, બેંગલુરુની ઘણી શાળાઓને સમાન ઇમેઇલ ધમકીઓ મળી હતી, પરંતુ તે બધી અફવાઓ સાબિત થઈ હતી. આ ધમકી ત્યારે પ્રકાશમાં આવી જ્યારે શાળાના સ્ટાફે સવારે તેમનો મેલ ચેક કરવા માટે તેમના ઈમેલ એકાઉન્ટ ખોલ્યા. બેંગલુરુ પોલીસ કમિશનર બી દયાનંદે કહ્યું કે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ શાળા પરિસરમાં તપાસ કરી રહી છે. બોમ્બની ધમકી મેળવનાર એક શાળાએ વાલીઓને સંદેશો મોકલ્યો હતો કે સુરક્ષાના કારણોસર બાળકોને ઘરે પાછા મોકલવામાં આવી રહ્યા છે. ચિંતિત વાલીઓ તેમના બાળકોને સુરક્ષિત રીતે ઘરે પાછા લાવવા માટે શાળા પરિસરની બહાર રાહ જોતા જોવા મળ્યા હતા.
બેંગલુરુમાં શાળાઓ અને સંસ્થાઓને પહેલેથી જ ધમકીઓ મળી ચુકી છે
અગાઉ, 19 જુલાઈ, 2022 ના રોજ, બેંગલુરુમાં 30 શાળાઓને આવી જ ધમકી આપવામાં આવી હતી. 8 એપ્રિલ 2022ના રોજ 6 શાળાઓને ધમકીભર્યો સંદેશો પણ મોકલવામાં આવ્યો હતો. આ તમામ ધમકીઓ નકલી નીકળી. ગયા નવેમ્બરમાં, બેંગલુરુના હોસુર રોડ પર સ્થિત ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS)ની ઓફિસને બોમ્બની ધમકી મળી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે નોકરીમાંથી કાઢી મૂકવામાં આવેલા ભૂતપૂર્વ કર્મચારીએ ગુસ્સામાં આ ધમકી આપી હતી. આવા જ એક કિસ્સામાં, 20 મે, 2022 ના રોજ, એક અજાણી વ્યક્તિએ ફોન કરીને બેંગલુરુના કેમ્પેગોડા ઇન્ટરનેશનલ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી.
KIA અધિકારીઓએ જણાવ્યું હતું કે સવારે 3.30 વાગ્યે એક અજાણ્યા વ્યક્તિએ એરપોર્ટ પોલીસ કંટ્રોલ રૂમના 112 નંબર પર ફોન કર્યો હતો. તેણે માત્ર એટલું જ કહ્યું કે ‘ત્યાં બોમ્બ બ્લાસ્ટ થશે’ અને કોલ ડિસ્કનેક્ટ કરી દીધો. પોલીસ અને સુરક્ષા કર્મચારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી સમગ્ર એરપોર્ટનું નિરીક્ષણ કર્યું હતું. બોમ્બ સ્કવોડ અને ડોગ સ્ક્વોડને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. એરપોર્ટના તમામ ટર્મિનલ અને પોઈન્ટ પર કડક ચેકિંગ કરવામાં આવ્યું હતું. પરંતુ ક્યાંય વિસ્ફોટક સામગ્રી મળી આવી ન હતી. બાદમાં જાણવા મળ્યું કે તે એક છેતરપિંડી કોલ હતો.
-
Sports2 weeks ago
કોહલી-રોહિત નહીં આ ખેલાડી છે ઓસ્ટ્રેલિયન ટીમ માટે ખતરનાક, કાંગારુ કેપ્ટને કર્યો ખુલાસો
-
LIFESTYLE1 month ago
દિવાળી પહેલા JIO નો મોટો ધમાકો: ઓછી કિંમત ને વધારે ફિચર્સ સાથે 4G મોબાઇલ કર્યો લૉન્ચ, જુઓ કેવા છે ફીચર્સ
-
પોરબંદર1 month ago
પોરબંદર પંથકના ખેડૂત નાં રૂા. 50 હજાર સેરવી લેનાર ત્રણ ઝડપાયા
-
પોરબંદર1 month ago
સગર સમાજની ભગીરથ જનકલ્યાણ યાત્રાનું ભાણવડ ખાતે આગમન
-
પોરબંદર1 month ago
ગાંધવી સમુદ્ર કિનારે તથા ભાણવડ પાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ
-
પોરબંદર1 month ago
આરોગ્યની જાળવણી માટે ખેડૂતોએ મિલેટ્સ ધાન્યોનું વાવેતર વધારવું જોઇએ: પર્યાવરણ મંત્રી
-
સુરેન્દ્રનગર1 month ago
સુરેન્દ્રનગરમાં રેલવે પાટા ઉપર કુદરતી હાજતે બેઠેલા વૃદ્ધને નીંદર ચડી જતા ટ્રેન અડફેટે ચડ્યા
-
પોરબંદર2 months ago
માણાવદરમાં વીજતારમાં ફસાયેલી પતંગ લેવા જતા તરૂણને કરંટ લાગ્યો