Connect with us

Uncategorized

ક્રિકેટ મેચની નકલી ટિકિટનો રેલો રાજકોટમાં

Published

on

પ્રતિષ્ઠિત પરિવારના પુત્રનું નામ ઉછળતા ભારે ચકચાર, નકલી માટે અસલી ટિકિટ આપી કે જાણતા-અજાણતા નકલી ટિકિટ ખરીદી?

અમદાવાદમાં આગામી શનિવારે રમાનાર ભારત-પાકિસ્તાન વચ્ચેના વન-ડે મેચની ગઈકાલે અમદાવાદથી પકડાયેલ 150 જેટલી નકલી ટિકિટોનું પગેરૂ રાજકોટ નિકળ્યાનું અને રાજકોટના એક સખ્સ પાસેથી ટિકિટો અમદાવાદમાં વેચાઈ હોવાનું જાણવા મળે છે. જો કે, આ ઘટના દબાવવા ભારે ધમપછાડા થઈ રહ્યા છે.

મળતી માહિતી મુજબ અમદાવાદમાં બોડકદેવ વિસ્તારમાંથી ભારત-પાક. મેચની નકલી ટિકિટોના જથ્થા સાથે ચાર શખ્સો ઝડપાયા હતા. આ ચારેય શખ્સોએ નકલી ટિકિટ બનાવવા માટે અસલી ટિકિટ રાજકોટના એક નબીરા પાસેથી મેળવી હોવાનું બહાર આવી રહ્યું છે. અને રાજકોટના શખ્સે ડુપ્લીકેટ ટિકિટો મેળવી અન્ય મિત્રોને વેચી હોવાનું ખુલ્યું છે.

જો કે, આ યુવકને જાણતા લોકોનું કહેવું છે કે, તે પોતે ડુપ્લીકેટ ટિકિટોનો ભોગ બન્યો છે. આ યુવકે મિત્રો માટે ટિકિટ ખરીદી હતી પરંતુ પોલીસે નકલી ટિકિટોનું કૌભાંડ પકડતા ખબર પડી હતી કે, પોતે પણ છેતરાયેલ છે અને જે મિત્રોને ટિકિટ આપી છે તે પણ નકલી છે.

આ ઘટના હાલ ટોક ઓફ ટાઉન બની ગઈ છે. રાજકોટનો યુવક પ્રતિષ્ઠીત પરિવારમાંથી આવે છે. અને ક્રિકેટ ક્ષેત્ર સાથે જ સંકળાયેલ હોવાથી પરિવારની હાલત કફોડી થઈ ગઈ છે.હાલ પોલીસે નકલી ટિકિટ બનાવીને વેચનારાઓને ઝડપી લીધા છે અને નકલી ટિકિટ ખરીદનારાઓને તેડું મોકલ્યું છે ત્યારે રાજકોટના યુવકને પણ પોલીસે તેડુ મોકલ્યું હોવાનું જાણવા મળે છે.

મળતી માહિતી પ્રમાણે રાજકોટના આ યુવાને અમદાવાદના અમુક મિત્રોને ટિકિટ આપી હતી. આ ટિકિટો નકલી નીકળતા મામલો પ્રકાશમાં આવ્યો છે. જો કે, હજુ સુધી પોલીસ કાંઈ બોલતી નથી અને હજુ નકલી ટિકિટ છાપનાર શખ્સો રિમાન્ડ પર હોય, પુછપરછ ચાલી રહ્યાનું જણાવી રહી છે. આ ઘટનામાં આગામી એક બે દિવસમાં જ દુધનું દુધ અને પાણીનું પાણી થઈ જાય તેવી શકયતા છે. જો કે હાલ મોઢા તેટલી વાતો થઈ રહી છે.

Uncategorized

જાહેરમાં થૂંકતા વધુ 10 બેશરમો પકડાયા, ફટકારાયો દંડ

Published

on

સ્વચ્છતાએ જ સેવા અભિયાનના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા સઘન સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત આજે પણ સીસીટીવી કેમેરામાં કેદ થયેલા જાહેરમાં થુકતા 10 બેશરમોને ઈમેમો ફટકારી જાહેરમાં ગંદકી ફેલાવતા અનેકચરો ફેંકતા 33 નાગરિકોને દંડ ફટકાર્યો હતો. તેમજ અલગ અલગ દુકાનોમાંથી 3.6 કિગ્રા પ્રતિબંધીત પ્લાસ્ટીક જપ્ત કરી ન્યુસન્સ પોઈન્ટ પરથી વધુ 23.3 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.
રાજકોટ શહેરમા સફાઇ અંગે જાગૃતિ આવે અને શહેર ને પ્લાસ્ટીક મુકત કરવા, સફાઈ અંગે ની ફરિયાદો નાં ઝડપી નિવારણ તેમજ લોકો માં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા ન્યુસન્સ પોઈન્ટ ખાતે કચરો ફેંકતા લોકો ને તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટીક વાપરનારા, જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓને તેમજ જાહેરમાં પાન-ફાકી ખાઈ થુંકનારને સીસીટીવી કેમેરાનાં માધ્યમ દ્વારા ઝડપી લઇ દંડ વસુલાત ની કામગીરી હાથ ધરવામાં આવેલ છે, જે અંતર્ગત 10 વ્યક્તિઓને સીસીટીવી કેમેરા મારફત જાહેરમાં પાન-ફાકી ખાઈને થુંકતા તેઓ ને ઈ-ચલણ દ્વારા દંડ કરવામાં આવેલ છે.
કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના કુલ 1000 કેમેરા દ્વારા દિનભરમાં 1444 લોકેશન ચેક કરવામાં આવેલ, જે અંતર્ગત કુલ 454 સફાઈ કામદારો ની સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ છે, જે દરમ્યાન તા.06-12-2023 નાં રોજ 1(એક) સફાઈ કામદાર યદુનંદન ચોકપાસે ખુલ્લા પ્લોટમાં કચરો ફેકતાં ઝ્ડપી લીધા હતા અને તેમની પાસેથી દંડ લેવામાં આવેલ હતો. અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની સફાઈ બાબતની 17 ફરિયાદો સીસીટીવી ક્ધટ્રોલ રૂૂમ દ્વારા ફરિયાદી બની કરવામાં આવેલ હતી. આ ફરિયાદો નું ફોલોઅપ જે તે વિસ્તારનાં સેનીટરી ઇન્સ્પેકટર પાસેથી મેળવી 24 કલાકમાં ફરિયાદનુ નિવારણ કરવામાં આવેલ છે.
સ્વચ્છતા એ જ સેવા અભિયાનના ભાગરૂૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત રાજકોટ શહેરને પ્લાસ્ટીક મુકત કરવા તથા લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે આજે રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ત્રણેય ઝોનમાં ઝુંબેશના રૂૂપમાં સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ત્રણેય ઝોનમાં જાહેરમાં ગંદકી ફેલાવતા અને કચરો ફેંકતા કુલ 33 નાગરિકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવેલ અને 3.6 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું.

Continue Reading

Uncategorized

મોરબી, બોટાદ, દ્વારકા, રાજુલા, પાલીતાણામાં બનશે એરપોર્ટ

Published

on

By

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે એવિએશન સેક્ટરના વિકાસ અને એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થકી ટુરિઝમ, રિજિયોનલ કનેક્ટિવિટી, ટ્રેડ એન્ડ કોમર્સ તથા જોબ ક્રિએશનને વેગ આપવા એક નક્કર પગલું ભર્યું છે. આ હેતુસર રાજ્ય સરકારના સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટ અને એરપોર્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયા વચ્ચે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ખજ્ઞઞ કરવામાં આવ્યા હતા.
આ ખજ્ઞઞ અનુસાર, ગુજરાત સરકાર એરપોર્ટ ડેવલપમેન્ટ માટે જરૂૂરિયાત મુજબની જમીન, વીજળી, પાણી, ફાયર સિક્યોરિટી જેવી યૂટિલિટી સેવાઓ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને પૂરી પાડશે.
એરપોર્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયા રાજ્યનાં ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ એરપોર્ટ ડેવલપમેન્ટની કામગીરી તથા વિસ્તરણની કામગીરી કરશે અને તે માટે થતો ખર્ચ પણ ભોગવશે. એટલું જ નહીં, એરપોર્ટના ઓપરેશન્સ અને મેન્ટેનન્સની કામગીરી, માસ્ટર પ્લાનિંગ, ડિઝાઇનિંગ પણ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કરશે. આ કામગીરી તથા ખજ્ઞઞની અન્ય બાબતોના સંચાલન માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ચેરમેનના વડપણમાં 10 સભ્યોની રાજ્યસ્તરીય સંકલન સમિતિની રચના કરવામાં આવશે.
આ કમિટીમાં ગુજરાત સરકારના નાગરિક ઉડ્ડયન સચિવ, મહેસુલ સચિવ, સિવિલ એવિએશન ડાયરેક્ટર તથા ગુજસેઇલના સી.ઇ.ઓ સહિત એરપોર્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયાના અને રાજ્ય સરકારના સંબંધિત વિભાગના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવશે. નાગરિક ઉડ્ડયન અને ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપુત તથા ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આ ખજ્ઞઞ પર ગુજરાત સરકાર વતી ગુજસેઇલના સી.ઈ.ઓ અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વતી એક્ઝિક્યુટિવ ડિરેક્ટરે હસ્તાક્ષર કર્યા હતા.રાજ્યમાં જે 11 જેટલા સ્થળોની સૂચિત ગ્રીનફિલ્ડ એરપોર્ટની વિકાસ કરવા માટે ઓળખ કરવામાં આવી છે તેમાં અંકલેશ્વર, મોરબી, રાજપીપળા, બોટાદ, દ્વારકા, ધોરડો, રાજુલા, દાહોદ, અંબાજી, ધોળાવીરા તથા પાલીતાણાનો સમાવેશ થાય છે. આ સ્થળોએ ટેકનિકલ ફિઝિબિલિટી અને જમીનની ઉપલબ્ધિની સંભાવનાઓ ચકાસીને તેના આધારે રાજ્ય સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એરપોર્ટ ડેવલપ કરવા માટે જરૂૂરીયાત મુજબ આગળ વધશે. આ ઉપરાંત જે હયાત એરપોર્ટમાં વિસ્તરણની જરૂૂરીયાત છે તેમાં ભાવનગર, કંડલા, પોરબંદર, સુરત, વડોદરા અને કેશોદના એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના એરપોર્ટ સમાવિષ્ટ છે.મહેસાણા, અમરેલી અને માંડવીની રાજ્ય સરકારની એર સ્ટ્રીપના વિસ્તરણની પણ જરૂૂરીયાત સુનિશ્ચિત કરવામાં આવી છે.
એટલું જ નહીં, વડનગર, સિદ્ધપુર અને કેવડિયા ખાતે ટેક્નો-ઇકોનોમિક ફિઝિબિલિટી તથા જમીનની ઉપલબ્ધતાના આધારે રાજ્ય સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસાવવાની સંભાવનાઓ પણ ચકાસશે.

Continue Reading

Uncategorized

રાણપર ગામે દૂધની ડેરીમાં તોડફોડ કરી, આગ ચાંપી : એક શખ્સ સામે ફરિયાદ

Published

on

By

ભાણવડથી આશરે વીસ કિલોમીટર દૂર રાણપર ગામે રહેતા અને દૂધની ડેરી ચલાવતા રામભાઈ કેશુભાઈ ઓડેદરા નામના 32 વર્ષના મેર યુવાન તેમજ આરોપી શકદાર ઈસમ એવા રાણપર ગામના સામત ભુરાભાઈ રાણાવાયાના પરિવાર વચ્ચે જમીનના રસ્તા બાબતે ઘણા સમયથી મન દુ:ખ ચાલતું આવતું હતું. જેથી આશરે બે મહિના પહેલા આરોપી શકદાર શખ્સ દ્વારા ફરિયાદી રામાભાઈ ઓડેદરાની ડેરીમાં ચોરી કરવામાં આવી હોવા અંગેની ફરિયાદ કરવામાં આવી હતી.
આ પછી પોતાના વિરુદ્ધ કરવામાં આવેલી ચોરીની ફરિયાદ પરત ખેંચી લેવા તેમજ ડેરી બંધ કરી દેવાનું કહી, રામભાઈ મેરને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની તેમજ તેમની ડેરીમાં અપપ્રવેશ કરીને ડેરીમાં રાખવામાં આવેલું રૂૂપિયા 15,000 ની કિંમતનું કોમ્પ્યુટર, રૂૂ. 5,000 ની કિંમતનું પ્રિન્ટર, રૂૂ. 42,000 ની કિંમતનું ફેટ મશીન, રૂૂ. 6,000 ની કિંમતનું સ્ટ્રીરર, રૂૂપિયા 5500 ની કિંમતનો વજન કાંટો, કપાસિયાની ગુણી વિગેરે કોઈ જ્વલનશીલ પદાર્થ છાંટીને સળગાવી નાખતા આ ડેરીમાં કુલ રૂૂપિયા 74,100 નું નુકસાન થયાનું જાહેર થયું છે.
આ સમગ્ર બનાવ અંગે ભાણવડ પોલીસે સામત ભુરાભાઈ રાણાવાયા સામે આઈપીસી કલમ 427, 436, 454, 457, 504 506 (2) તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. કારાવદરા દ્વારા હાથ ધરવામાં આવી છે.
ઓખામાં યુવાનને મારી નાખવાની ધમકી: ત્રણ સામે ફરિયાદ
ઓખાના મારુતિ નગર વિસ્તારમાં રહેતા અયુબભાઈ હનીફભાઈ સંઘાર નામના 28 વર્ષના યુવાનને આ જીતેશભા, સીદીયાભા, તથા અન્ય એક શખ્સ મળી ત્રણ શખ્સોએ હાથમાં પહેરેલા કળા વડે માર મારી, ઇજાઓ કર્યાની તથા બિભત્સ ગાળો કાઢીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ઓખા મારીને પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Continue Reading

Trending