T-20 વર્લ્ડ કપ 2022 સુધી પોસ્ટપોન

નવી દિલ્હી તા.28
કોરોના વાઇરસને લીધે છેલ્લા ઘણા સમયથી ક્રિકેટ પૂરી રીતે ઠપ થઇ ગયું છે. અત્યારે કોઇને ખબર નથી કે ફરી ક્યારે ક્રિકેટ રમાશે. ક્રિકેટર્સ અને ફેન્સ માટે એક સારા અને એક ખરાબ સમાચાર આવ્યા છે. ટી20 વર્લ્ડકપ 2022 સુધી પોસ્ટપોન થયો છે પરંતુ આ ઓક્ટોબરમાં આઈપીએલ રમાવાની સંભાવના વધી ગઇ છે. મળતા સમાચાર મુજબ બ્રોડકાસ્ટર ઇચ્છે છે કે, 2021 ટી20 વર્લ્ડકપ ભારતમાં જ થાય. આ વર્ષે કોઇ મેચ લાઇવ ના રમાવાના કારણે ખેલના રેવન્યૂને સૌથી વધારે અસર થશે. આઇ.સી.સીનો રેવન્યૂ બ્રોડકાસ્ટના અધિકારથી આવે છે. ટી20 વર્લ્ડકપ 2022માં ઓસ્ટ્રેલિયામાં યોજાશે. રિપોર્ટની માનીએ તો 25 સપ્ટેમ્બરથી 1 નવેમ્બર વચ્ચે આઈપીએલના આયોજનની રણનીતિ પર વાતચીત થઇ છે. એક ફ્રેંચાઇઝીના એક અધિકારીએ કહ્યું છે કે, રણનીતિ પર ચર્ચા ચાલી રહી છે. વાત એ છે કે, વધારે પડતી ફ્રેન્ચાઇઝી વિદેશી ખેલાડીઓ
સાથે જ
આઈપીએલ રમવા ઇચ્છે
છે. કેરળના એક અધિકારીએ કહ્યું હતું કે, જો વિદેશી ખેલાડીઓ લીગમાં નહી આવે તો આઈપીએલ બીજી વિજય હજારે ટ્રોફી બનીને રહી જશે. તો હવે ટી20 વર્લ્ડકપ અને આઈપીએલની તારીખો ક્યારે



ફાઇનલ થાય છે તે જોવું રહ્યું.
ઓસ્ટ્રેલિયા સામેની ભારતની
ટેસ્ટ સિરિઝ ડિસેમ્બરમાં
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 ટેસ્ટ મેચની સીરિઝના આયોજનની જાહેરાત કરવામાં આવી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ
બુધવારે સીરિઝના શેડ્યૂલની જાહેરાત કરી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણીની પહેલી મેચ બ્રિસ્બેનમાં 3 ડિસેમ્બરે રમાશે. ટેસ્ટ સીરિઝના શેડ્યૂલ પ્રમાણે આ વખતે ટીમ ઈન્ડિયા પર્થમાં કોઈ પણ ટેસ્ટ મેચ રમશે નહીં, જ્યાં ટીમ ઈન્ડિયાને પાછલા પ્રવાસ પર હારનો સામનો કરવો પડ્યો હતો. તમને જણાવી દઈએ કે વર્ષ 2018-19માં ભારતે પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાને તેની ધરતી પર હરાવ્યું હતું. વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે તે સીરિઝ 2-1થી જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયા દ્વારા જાહેર કરાયેલ ટેસ્ટ સીરિઝના શેડ્યૂલ મુજબ, પ્રથમ ટેસ્ટ 3 ડિસેમ્બરથી બ્રિસ્બેનમાં રમાશે. આ પછી બીજી ટેસ્ટ એડીલેડમાં 11 ડિસેમ્બરથી યોજાશે. ત્રીજી ટેસ્ટ મેલબોર્નમાં 26 ડિસેમ્બરથી યોજાશે. સીરિઝની ચોથી અને છેલ્લી ટેસ્ટ મેચ 3 જાન્યુઆરીથી સિડનીમાં રમાશે.





રિલેટેડ ન્યૂઝ