એક જ માંડવે વર્ષો પછી સાળીને બનાવી ઘરવાળી

ભીંડ તા.11
ઘણીવાર લગ્ન સાથે જોડાયેલા વિચિત્ર કિસ્સા સામે આવે છે. એવો જ એક કિસ્સો મધ્યપ્રદેશના ભીંડમાં જોવા મળ્યો જ્યાં લગ્ન મંડપમાં દુલ્હા સાથે બે દુલ્હન બેઠી હતી. દુલ્હાએ બે બહેનો સાથે લગ્ન કર્યા. વ્યક્તિએ પહેલા તેની પત્નીની બહેન સાથે લગ્ન કર્યા અને પછી તે જ લગ્ન મંડપમાં બીજી વાર પત્ની સાથે લગ્ન કર્યા.
આ અનોખા લગ્નની ચર્ચા દરેક જગ્યા પર થઈ રહી છે. દિલીપ નામના આ વ્યક્તિએ 9 વર્ષ પહેલા તેના લગ્ન વિનીતા સાથે થયા હતા. વિનીતા ભીંડ જિલ્લાની મેહગામ જનપદની ગુદાવલી ગામની સરપંચ છે. તેના ત્રણ બાળકો છે. વિનીતાએ ખુદ તેના પતિના બીજા લગ્ન માટે હા પાડી હતી. જેના પછી દિલીપે સાળી સાથે લગ્ન કર્યા હતા. રચના વિનીતાની કઝિન છે. દિલીપના બીજા લગ્ન વખતે જયમાલા સ્ટેજ પર બંને દુલ્હન હાજર હતી. તેણે બે દુલ્હનના ગળામાં હાર પહેરાવ્યો અને બે પત્નીઓ સાથે સ્ટેજ પર બેઠો.
દિલીપનું કહેવું છે કે પહેલી પત્ની વિનીતાની તબિયત સારી નથી રહેતી અને બાળકો નાના-નાના છે જેના કારણે તેમની સંભાળ રાખવા માટે તેણે બીજા લગ્ન કરવા પડ્યા. ત્યારે દિલીપ તેની સાળી રચનાને પસંદ કરતો હતો. એવામાં બીજા લગ્નની વાત થઈ ત્યારે દિલીપે પત્નીને રચના સાથે લગ્નની વાત કરી અને તેણે હા પાડી ત્યારે હસી-ખુશીથી લગ્ન પૂરા કર્યા.

રિલેટેડ ન્યૂઝ