એવરગ્રીન ગિફ્ટ

કુહાલેર: ડુંગળીના ભાવ લોકોને રડાવી રહ્યા છે કારણકે 20-40 રૂપિયે વેચાતી ડુંગળીના ભાવ 200 રૂપિયે કિલો સુધી પહોંચી ગયા છે. હવે લોકો સમજી – વિચારીને ડુંગળીનો વપરાશ કરી રહ્યા છે. ડુંગળી એટલી મહામૂલી થઇ ગઇ છે કે, લોકો ભેટમાં આપી રહ્યા છે. તમિલનાડુના કુડ્ડાલોરમાં એક કપલને લગ્નમાં ગિફટમાં ડુંગળી મળી છે.
મીડીયા રીપોર્ટ મુજબ શાહુલ અને સબરીનાના લગ્ન હતા. ત્યારે કપલને તેમના મિત્રોએ એવી ગિફટ આપી કે સૌ આશ્ર્ચર્યચકિત થઇ
ગયા. ફ્રેન્ડસે કપલને ફૂલનો બુકે આપવાને બદલે ડુંગળીનો બુકે આપ્યો. આ બુકે અઢી કીલો
ડુંગળીથી તૈયાર કરવામાં આવ્યું હતું. આ ગિફટ આપતી તસવીર વાયરલ થઇ ગઇ છે.
રિપોર્ટ પ્રમાણે, હૈદરાબાદમાં ડુંગળી 160 રૂપિયે કિલો વેચાઇ રહી છે. જયારે પશ્ર્ચિમ બંગાળમાં ડુંગળીનો ભાવ 140 છે. જો સારી કવોલિટીની ડુંગળી જોઇતી હોય તો, તમિલનાડુમાં 180 રૂપિયા ચુકવવા પડે છે.

રિલેટેડ ન્યૂઝ