એક કબૂતરથી આખું ઓસ્ટ્રેલિયા ફફડે, બોલો!

નવી દિલ્હી તા.16
ઓસ્ટ્રેલિયાની સરકાર અમેરિકાથી આવેલા એક સફેદ કબૂતરથી આ સમયે જૈવિક સુરક્ષા માટે ખતરો મહેસૂસ કરી રહી છે. ઓસ્ટ્રેલિયા સરકારનું માનવું છે કે એક કબૂતરના આવવાથી બીમારીઓ આવી શકે છે. જ્યારે આ કબૂતર એમેરિકાથી ઓસ્ટ્રેલિયા 13 હજાર કિમીની યાત્રા કરીને આવ્યું છે. તો ચાલો જોઈ લઈએ આ સફેદ કબૂતરની સ્ટોરી. સમાચાર એજન્સી એપીના રિપોર્ટ પ્રમાણે ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં આ સફેદ કબૂતર અમેરિકાના ઓરેગોનમાં કબૂતરોની રેસમાં સામેલ હતું. પરંતુ તે રેસ દરમિયાન હારી ગયું હતું. તેનું નામ જો છે. તેના પગમાં એક બ્લૂ કલરની પટ્ટી બાંધેલી છે. આ પટ્ટી રેસમાં તેની ઓળખ માટે બાંધવામાં આવી હતી. આ કબૂતર 13 હજાર કિમીની યાત્રા કરીને 26 ડિસેમ્બરના રોજ મેલબોર્ન પહોંચ્યું છે.
જોકે ઓસ્ટ્રેલિયાના કૃષિ વિભાગે હજુ સુધી એ નથી બતાવ્યું કે જો તેની પટ્ટી નકલી છે તો તેને
મારવામાં આવશે કે નહીં. પરંતુ સફેદ કબૂતર જો પર ઓસ્ટ્રેલિયાઈ સરકાર નજર રાખી રહી છે. ગુરુવારે ઓસ્ટ્રેલિયાઈ સરકારે કહ્યું હતું કે આ કબૂતરને ઓસ્ટ્રેલિયામાં રહેવાનો કોઈ હક નથી. તેના કારણે ઓસ્ટ્રેલિયામાં ખાદ્ય સુરક્ષા અને જંગલી પક્ષીઓની આબાદીને ખતરો થઈ શકે છે.
ઓસ્ટ્રેલિયાઈ કૃષિ વિભાગે સ્પષ્ટ રીતે પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે સફેદ કબૂતર જો ઓસ્ટ્રેલિયામાં એક જૈવિકખતરો છે. આ અમારી પોલ્ટ્રી ઈન્ડ્સ્ટ્રી અને ઓસ્ટ્રેલિયાઈ પક્ષીઓ માટે ખતરો છે. પરંતુ મેલબોર્ન નિવાસી કેવિન સેલિબર્ડે કહ્યું છે કે સફેદ કબૂતર જો ઘણું પ્રેમાળ છે. તે અમારી છત પર રહે છે. તેનાથી
કોઈને ખતરો નથી.
બે રાષ્ટ્ર વચ્ચે મનોમંથન!
આ સફેદ કબૂતર જોની યાત્રા અને તેના પગમાં બાંધેલી બ્લૂ કલરની પટ્ટીના આધારે ઓસ્ટ્રેલિયાઈ સરકાર એ માની રહી છે કે આ કબૂતર બીમારી ફેલાવી શકે છે. માટે આ
કબૂતરને મારી નાખવામાં આવે. પરંતુ આ પહેલા અમેરિકામાં ઓક્લાહોમા સ્થિત એમેરિકન રેસિંગ પિજન યુનિયનના સ્પોર્ટ ડેવલોપમેન્ટ મેનેજર ડિયોન રોબર્ટ્સનું કહેવું છે કે કબૂતરના પગમાં બાંધેલી પટ્ટી નકલી છે.
તેણે વધુમાં કહ્યું છે કે ઓસ્ટ્રેલિયામાં જે કબૂતર મળ્યું છે તે અમેરિકાના બ્લૂ પટ્ટીવાળા કબૂતરોથી અલગ છે. કારણ કે તે કબૂતરને અમે ટ્રેસ નથી કરી શકતા જે રેસમાંથી ગાયબ થયું છે. જો આ
રેસવાળું કબૂતર હોતે તો અમે તેને પટ્ટીથી ઓળખી નાખતે. આ નિશ્ચિત રીતે ઓસ્ટ્રેલિયાનું જ કબૂતર છે. અમેરિકામાં તેનું ઘર નથી.

રિલેટેડ ન્યૂઝ