Connect with us

ગુજરાત

રૂપાલાની તરફેણમાં સાંજે પાટીદાર સમાજની બેઠક

Published

on

  • વડોદરા બાદ રાજકોટમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ ચોકમાં બેઠકનું આયોજન

પરષોતમ રૂપાલાના વિરોધ વચ્ચે હવે પાટીદાર સમાજ પણ તરફેણમાં ઉતરતા નવા જ સમીકરણો સર્જાયા છે. અગાઉ વડોદરા શહેરમાં પરષોતમ રૂપાલાના સમર્થનમાં બેઠકની જાહેાત બાદ આજે સાંજે રાજકોટમાં સ્પિડવેલ પાર્ટી પ્લોટ ચોકમાં ભાજપના પાટીદાર આગેવાનોના નેજા હેઠળ બેઠક યોજવામાં આવશે. સતાવાર રીતે પાટીદાર સંગઠનો તરફથી નહીં પરંતુ ભાજપના નેજા હેઠળ જ આ બેઠક યોજાવાનું જાણવા મળી રહ્યું છે.

વડોદરાના સમા વિસ્તારમાં પાટીદારોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, ગઇકાલે ક્ષત્રિય સમાજ સાથેની બેઠક નિષ્ફળ રહ્યા બાદ સમાજે પરષોત્તમ રૂૂપાલાની ટિકિટ રદ્દ કરવાની જ માંગ કરી છે. આ બધાની વચ્ચે એક ચર્ચા એવી પણ છે કે, પરષોત્તમ રૂૂપાલા વડોદરાથી ચૂંટણી લડશે. આ ચર્ચા શરૂૂ થવાની સાથે જ હવે વડોદરામાં પાટીદાર સમાજની એક બેઠકનું આયોજન કર્યું છે. આ બેઠકમાં પાટીદાર સમાજના આગેવાનો ચૂંટણી સંબધિત ચર્ચા કરી શકે છે.

આ દરમિયાન હવે રાજકોટમાં પરષોત્તમ રૂૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજની બેઠક મળશે. વિગતો મુજબ આ બેઠકમાં સૌરાષ્ટ્રની પાટીદાર સંસ્થાઓના ટ્રસ્ટીઓ અને નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. રાજકોટમાં આજે મોડી સાંજે કડવા અને લેઉવા પાટીદારની સંયુક્ત બેઠક યોજાનાર છે. સ્થાનિક ચર્ચા મુજબ લોકસભા ચૂંટણીની રણનીતિ નક્કી કરવા પાટીદારો બેઠક કરશે.ક્ષત્રિય સમાજ અને ભાજપની બેઠકને લઈ જ્યોતિ ટિલવાની સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. જેમાં તેઓએ રાજકોટ લોકસભાનાં ઉમેદવાર પરષોત્તમ રૂૂપાલાની તરફેણમાં આવ્યા છે. પરષોત્તમ રૂૂપાલાના વિરોધને લઈ કડવા પાટીદાર અગ્રણીઓ હવે મેદાનમાં આવ્યા છે. ભાજપ મહિલા અને કડવા પાટીદાર અગ્રણી જ્યોતિ ટીલવાએ મેસેજ વાયરલ કર્યો હતો. જેમાં તેઓએ કહ્યું કે બે-બે વાર માફી માંગ્યા પછી આટલો ઈશ્યું કરે તે વ્યાજબીના કહેવાય. ચાલો મારા ભાઈઓ અને બહેનો જાગો અને રૂૂપાલાને સાથ આપો. પોસ્ટને લઈ પાટીદાર યુવકોએ પરષોત્તમ રૂૂપાલાની તરફેણમાં કોમેન્ટસ લખી હતી.

ક્ષત્રિય સમાજ સહિત તમામ સમાજનું મને સમર્થન: રૂપાલા

ક્ષત્રિય સમાજ અંગે વિવાદિત નિવેદન આપ્યા બાદ ચર્ચામાં આવી ગયેલા રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પુરષોત્તમ રૂૂપાલાએ દિલ્હીથી પરત આવતા જ તેમેણે એક મોટો દાવો કર્યો છે. તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું કે, ક્ષત્રિય સમાજ સહિત મને તમામ સમાજના લોકોનું પૂરેપૂરું સમર્થન છે. ક્ષત્રિય સમાજ મુદ્દે મારે હવે કંઇ કહેવું નથી. વિવાદને ભડકાવવાનો મારો કોઈ આશય નથી પુરુષોત્તમ રૂૂપાલાએ જણાવ્યું હતું કે, હું દિલ્હી કેબિનેટની મિટિંગમાં ગયો હતો. કેબિનેટ અંગેની વિગતો કેબિનેટના અમારા નિયમો મુજબ બ્રિફિંગ કરવાની થતી હોય છે. આગેવાનો અત્યારે બેઠક કરી રહ્યા છે. એમાં હું ટિપ્પણી કરું એ યોગ્ય ના કહેવાય. અમારા સમર્થનમાં માત્ર પાટીદાર નહિ, પરંતુ તમામ સમાજ છે. ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મારી સાથે સમર્થન પણ જાહેર કર્યું છે. મેં અગાઉ પણ નામ આપ્યા છે અત્યારે પણ નામ આપી શકું છું, પરંતુ અત્યારે આ વિવાદમાં આગ હોમવાનું કામ મારો આશય નથી.

કચ્છ

કચ્છ અને ખંભાળિયા પંથકમાં 0ાા થી 2 ઇંચ વરસાદ

Published

on

By

  • ભારે પવન સાથે વરસાદ અને કરા પડતા ખેતીના પાકને ભારે નુકસાન ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા

હમામાન વિભાગની આગાહીના પગલે સૌરાષ્ટ્ર કચ્છના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો જેમા આસ કરીને કચ્છમાં છેલ્લે બે દિવસથસ ઝાપટા સ્વરૂપે પડી રહેલા વરસાદે જોર પકડતા ગઇ કાલે અંજાર સહિતાન ગ્રામ્ય વિસ્તારોમા ભારે વરસાદ ખાબકતા બે ઇંચ પાણી વરસી ગયુ હતુ જયારે ખંભાળિયા અને ભાણવડ પંથકમાં વિજળીના કડાકા-ભડાકા સાથે ભારે ઝાપટા અને અમુક સ્થળે કરા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી તો બીજી તરફ કમોસમી વરસાદ થી ખેતીને ભારે નૂકશાન થતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે.

કચ્છમા બે દિવસથી પડી રહેલા સતત વરસાદથી એક તરફ ખેડુતો ચિંતીત બન્યા છે ત્યા રવિવારે અંજારમા ખાબકેલા વરસાદે શહેરમા દહેશત સર્જી હતી સદ્દનશીબે ભારે પવન સાથે પડેલા વરસાદથી મોટુ નુકશાન થયુ ન હતુ પરંતુ બીજા દિવસે ખાબકેલા સત્તાવાર 56 ખખ વરસાદે શહેરમાં ભારે મુશ્કેલી સર્જી હતી અને શહેરના અનેક વિસ્તારોમા પાણી વહી નિકળ્યા હતા વરસાદને કારણે અંજારમા ચાલી રહેલ સ્વામીનારાયણ મંદિરનો ઉત્સવ એક દિવસ ટુંકાવી પુર્ણ જાહેર કરવામા આવ્યો છે તો બીજી તરફ કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને ભારે નુકશાનની ચિંતા સેવાઇ રહી છે. અંજાર ઉપરાંત આજે ભુજ,રાપર સહિત કચ્છના અનેક વિસ્તારોમા ભારે પવન અને ક્યાક કરા સાથે વરસાદ પડ્યો હતો તો ગુજરાતના અન્ય જીલ્લામા પણ વરસાદે મુશ્કેલી સર્જી હતી હજુ એક દિવસ રાજ્યના અન્ય જીલ્લામા વરસાદની સંભાવના છે
હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલે રવિવારે બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. અને ખંભાળિયા તથા ભાણવડ પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.

ખંભાળિયા તાલુકાના ભાણવડ માર્ગ પર આવેલા મોટી ખોખરી, ભાણખોખરી સહિતના ગામોમાં રવિવારે બપોરે કમોસમી વરસાદી ઝાપટા વરસ્યા હતા. આ પછી આશરે ત્રણેક વાગ્યે ભાણવડ તાલુકામાં પણ વાતાવરણ પલટાયું હતું. તેઝ ફૂંકાતા પવનો સાથે ભાણવડ તાલુકાના ગુંદા ગામે કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેના પગલે ગુંદા ગામના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. આ ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદના કારણે થોડો સમય ભયનો માહોલ પ્રસરી ગયો હતો.કેટલાક વાડી વિસ્તારમાં કરા પણ વરસ્યા હતા. જો કે કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

Continue Reading

ગુજરાત

દેશની 190થી વધુ સંસ્થામાં PGપ્રવેશની CUETનું પરિણામ જાહેર

Published

on

By

  • 5,77,400 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, 157 વિષયમાં ટોપર્સ જાહેર, ગુજરાત વિદ્યાપીઠમાં પ્રવેશ માટે 6540 ચોઈસ

દેશની 190થી વધારે યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં ચાલતાં પોસ્ટ ગ્રેજ્યુએશનના કોર્સમાં પ્રવેશ માટે લેવાયેલી કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ (CUET)નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગતવર્ષની સરખામણીમાં ચાલુવર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં સામાન્ય વધારો નોંધાયો છે. ચાલુવર્ષે કુલ 768414 વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવ્યા પછી 577400 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જે પૈકી 75.14 ટકા વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા.

દેશની તમામ 39 સેન્ટ્રલ યુનિવર્સિટીઓ, 39 સ્ટેટ યુનિવર્સિટીઓ, 15 સરકારી સંસ્થાઓ અને પ્રાઇવેટ-ડીમ્ડ મળીને 97 સંસ્થાઓ મળી કુલ 190 સંસ્થાઓમાં પ્રવેશ માટે પી.જી.કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવી હતી. ગત 11મી માર્ચથી લઇને 28મી માર્ચ સુધી દેશના 262 શહેરો, 9 દેશ બહારના શહેરોમાં મળીને 572 સેન્ટરો પરથી નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા પરીક્ષા લેવામાં આવી હતી. અંગ્રેજી અને હિન્દી માધ્યમમાં લેવાયેલી પરીક્ષામાં 18 હજાર પ્રશ્નો, 15 દિવસ અને 44 શીફ્ટમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ પરીક્ષામાં 768414 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતુ જે પૈકી 577400 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 20 થર્ડ જેન્ડર ઉમેદવારોએ પણ પરીક્ષા આપી હતી. કેટેગરી પ્રમાણે સૌથી વધુ જનરલ કેટેગરીમાં 289039, એસ.સી.માં 84661, એસટીમાં 55974, ઓબીસીમાં 269830, ઇડબલ્યુએસ કેટેગરીમાં 68910 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વર્ષ 2022થી પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સમાં પ્રવેશ માટે કોમન એકઝામ જાહેર કરવામાં આવી હતી.વર્ષ 2022માં 607648 પૈકી 334997 એટલે કે 55.13 ટકા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આજ રીતે વર્ષ 2023માં 877492 રજિસ્ટ્રેશન પૈકી 539776 એટલે કે 61.51 ટકા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેની સામે ચાલુવર્ષે 768414 રજિસ્ટ્રેશન પૈકી 577400 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપતાં 75.14 ટકા હાજરી નોંધાઇ હતી. આમ, સરેરાશ દરવર્ષે 10 ટકા વિદ્યાર્થીઓનો વધારો જોવા મળી રહ્યો છે. પરીક્ષા દરમિયાન મોટાભાગના વિદ્યાર્થીઓને કાયમી એડ્રસની બાજુમાં જ પરીક્ષા સેન્ટર આપવામાં આવ્યું હતુ. ડાયાબીટીસની બીમારી ધરાવતાં વિદ્યાર્થીઓ માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. હાલમાં પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. જુદા જુદા 157 વિષયોમાં ટોપર્સ આવેલા વિદ્યાર્થીઓના નામ સાથેની યાદી પણ જાહેર કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં આ પરિણામના આધારે જુદી જુદી યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ દ્વારા પ્રવેશની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ગૂજરાત વિદ્યાપીઠમાં ચાલતાં પોસ્ટ ગ્રેજ્યુએશનના કોર્સમાં પી.જી.કોમન એન્ટ્રન્સ ટેસ્ટના માધ્યમથી પ્રવેશની ફાળવણી કરવામાં આવે છે.ગતવર્ષે વિદ્યાપીઠમાં માત્ર 157 વિદ્યાર્થીઓ પ્રવેશ લીધા હતા. વિદ્યાપીઠમાં હાલમાં પી.જી.ની અંદાજે એક હજાર બેઠકો પર પ્રવેશ માટે ચાલુવર્ષે 6540 વિદ્યાર્થીઓએ ચોઇસ આપી હતી. જોકે, આ વિદ્યાર્થીઓ પૈકી કેટલાએ પરીક્ષા આપી અને કેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ લેશે તે મહત્વનું છે. ગૂજરાત વિદ્યાપીઠમાં આગામી 18મી એપ્રિલથી પ્રવેશ માટેનું કાઉન્સેલિંગ શરૂૂ કરવામાં આવશે.

કયા વિષયમાં કેટલા વિદ્યાર્થીએ પરીક્ષા આપી
એલએલબી- 48251
એમબીએ -74116
પોલિટીકલ સાયન્સ- 30242
અંગ્રેજી -22756
બી.એડ.- 16597
લાઇફ સાયન્સ -24268
ઝુઓલોજી- 14965
ફિઝિક્સ- 13325
કોમ્પ્યુટર સાયન્સ -32963
કેમિસ્ટ્રી -15966

Continue Reading

ગુજરાત

ધાનાણીને લોહીથી તિલક કરી શુભેચ્છા પાઠવતા જેની ઠુમ્મર

Published

on

By

  • રાજકોટમાં રૂપાલા સામે ચૂંટણી જંગમાં ઉતરતા પહેલા ધાનાણીનો હુંકાર

રાજકોટ સીટ ગુજરાતમાં સૌથી હાઈપ્રોફાઈલ હોવાનું જણાય છે. જો કે ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ ગુજરાતમાંથી ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ ક્ષત્રિયની નારાજગી વચ્ચે કોંગ્રેસ પાર્ટીએ દિગ્ગજ નેતા પરેશ ધાનાણીને રાજકોટથી મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસ દ્વારા રાજકોટથી ઉમેદવાર જાહેર કરાયા બાદ ધાનાણીએ કવિતા દ્વારા ભાજપ અને રાજકોટના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂૂપાલા પર આકરા પ્રહારો કર્યા છે.

ધાનાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર રાજકોટની ચૂંટણીને સ્વાભિમાનની લડાઈ ગણાવી હતી. ધાનાણીએ લખ્યું છે કે રાજકોટમાં આંતરિક વિખવાદને કારણે રૂૂપાલાજીને ભારે મુશ્કેલી પડી છે. હું તેમને અમરેલી પરત લાવવા રાજકોટ જાઉં છું.ધાનાણીએ વધુમાં લખ્યું છે કે, રાજકોટની લડાઈ કોઈ એક વ્યક્તિ સામે નથી પરંતુ અહંકારની અને બંધારણ અને સ્વાભિમાનને બચાવવાની લડાઈ છે. તાજેતરમાં જ ક્ષત્રિય સમાજની મહિલાઓએ જૌહર કરવાની ધમકી આપી હતી ત્યારે ધાનાણીએ કહ્યું હતું કે અમારી બહેનોએ જૌહર કરવાની કોઈ જરૂૂર નથી. ધાનાણીએ 2002ની અમરેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે પરષોત્તમ રૂૂપાલાને હરાવ્યા હતા. આ પછી રૂૂપાલા હવે ચૂંટણી લડી રહ્યા છે. રૂૂપાલાના નિવેદનથી નારાજ ક્ષત્રિયોના આંદોલન વચ્ચે કોંગ્રેસે ધાનાણીને મેદાનમાં ઉતાર્યા છે. રૂૂપાલા કડવા પાટીદાર છે જ્યારે ધાનાણી લેઉવા પાટીદાર છે. રાજકોટ બેઠક પર લેઉવા પાટીદારોની સંખ્યા વધુ છે. પરષોત્તમ રૂૂપાલાની જેમ પરેશ ધાનાણી પણ અમરેલીના રહેવાસી છે.

રાજકોટમાંથી ઉમેદવાર જાહેર થયા બાદ કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ જેનીબેન ઠુમ્મરે પરેશ ધાનાણીને પોતાના લોહીથી તિલક કરી અસ્મિતા લડાઈમાં જીતની શુભેચ્છા પાઠવી હતી. જેનીબેન ઠુમ્મર અમરેલી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. જેનીબેન ઠુમ્મરે સેફ્ટી પીનનો ઉપયોગ કરીને પોતાની આંગળીમાંથી લોહી કાઢીને પરેશ ધાનાણીના કપાળ પર લગાવી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ધાનાણીએ જણાવ્યું હતું કે આ લડત રાજકોટના સ્વાભિમાન માટેની છે. મને આ યુદ્ધ જીતવાનો વિશ્વાસ છે. ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂૂપાલા 16 એપ્રિલે ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા છે જ્યારે પરેશ ધાનાણી 18મી એપ્રિલે ઉમેદવારી નોંધાવશે. ગુજરાતમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે નોમિનેશનની છેલ્લી તારીખ 19 એપ્રિલ છે.

કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના નિવેદનથી નારાજ ક્ષત્રિય સમાજે આજે રાજકોટમાં ઓળખ સંમેલન બોલાવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે તેવી અપેક્ષા છે. ક્ષત્રિય સમાજની માગ છે કે ભાજપ રૂૂપાલાને ટિકિટ રદ કરે.ક્ષત્રિય સમાજ આંદોલનની સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાના જણાવ્યા અનુસાર મામલો હવે ઘણો આગળ વધી ગયો છે. ક્ષમા માટે કોઈ જગ્યા નથી.

Continue Reading

Trending