Site icon Gujarat Mirror

અલનીનો આવે તો પણ ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે છે: જયપ્રકાશ માઢક

જ્યારે વર્ષાૠતુ 2026ના પ્રારંભિક બે માસ બાદ અલનીનોની ઘટના સક્રિય બનવાની અને તેને કારણે ભારતીય મોન્સૂનમાં અડચણો આવવાની ચર્ચા વેગ પકડી રહી છે ત્યારે જ્યોતિષશાસ્ત્રી શ્રી જયપ્રકાશ માઢકે જણાવ્યુ હતુ કે મોન્સૂન 2026 હજૂ દીર્ઘકાલિન આકલનનો વિષય છે એટલેકે હજૂ ચોમાસાને બહુ વાર છે તેથી કોઈપણ પરિણામ પર પહોંચવુ હજૂ વહેલુ થશે કારણકે જળવાયુ માં બહુ જ પરિવર્તન આવી ગયુ છે અને મોસમ કે કૂદરત અકળ બની ગઇ છે તેથી આગળ શું થાય એ કહેવુ ઘણીવાર અનિશ્ચિત જેવુ બની રહે છે. તેમણે ઊમેર્યુ હતુ કે અલનીનો સક્રિય બને તો પણ ઈંઘઉ એટલેકે ઈન્ડિયન ઓશન ડાઈપોલ જેવા પરિબળો સકારાત્મક બને તો અલનીનોની અસરને ખાળી પણ શકતા હોય છે. જેમકે 1997 માં આમ બન્યુ હતુ.આ વખતે મોન્સૂન સીઝનમાં ઈન્ડિયન ઓશન ડાઈપોલ માત્ર ન્યૂટ્રલ કે નેગેટિવ ન રહેતાં વચ્ચે વચ્ચે પોઝિટિવ પણ બનશે જેથી વચ્ચે વચ્ચે સારા વરસાદ આપી શકશે.

વળી આ વખતે મજબૂત અલનીનો બનશે એવુ નથી પણ નિર્બળ પ્રકારનો અલનીનો બનશે એવુ લાગે છે કારણકે મજબૂત અલનીનો તો દર 6 થી 8 વર્ષના અંતરાલે બને છે.2002, 2009, 2015 અને 2023માં મજબૂત અલનીનો બન્યા હતા જ્યારે 2004 ,2026 ,2018 માં નબળા અલનીનો બનેલા. નબળા અલનીનોમાં વરસાદ થાય જ નહિ એવુ નથી હોતુ પણ ક્યાંક સામાન્યથી પાંચ દસ ટકા ઓછો, તો ક્યાંક પૂર આવે એટલો વધુ પણ પડી જાય છે.

જોકે જૂલાઇ ઓગષ્ટ માં અલનીનો આકાર લેવાની શક્યતા 50%થી પણ ઓછી છે,તેથી અનુમાનો હજૂ બદલી પણ શકે છે, છતાં આ વખતે અલનીનો આવી પણ જાય અને ચોમાસુ ઉતાર ચઢાવ વાળુ બની રહે તો પણ તો પણ દ.પ.રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓરિસ્સા, ઉત્તર મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ખૂબ જ સારો વરસાદ થવાની સંભાવના છે.

Exit mobile version