પશ્ર્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડના ગુજરાત ગેસ લીમીટેડના બીલ કલેક્શન એજન્સી એસોસીએશન દ્વારા બીલ કલેક્શન સેન્ટર પર સ્માર્ટ મીટરના રીચાર્જની સુવિધા ચાલુ કરવા માંગ કરવામાં આવી છે.
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા જુના મીટર બદલાવી અને નવા સ્માર્ટ મીટર ફીટ કરવાની ઝુંબેશ ઉપાડવામાં આવેલ છે અને તે અંતર્ગત અસંખ્ય જગ્યાએ સ્માર્ટ મીટર લગાડવામાં આવેલ છે અને હાલ પણ સ્માર્ટ મીટરના ફાયદા સમજાવી સ્માર્ટ મીટર લગાડવાનું ચાલુ છે.
સ્માર્ટ મીટર ફીટ થયેલા ગ્રાહક ને મુખ્ય તકલીફ બિલ ભરવા અંગેની છે, કંપનીએ બિલનું ઉઘરાણું થઈ શકે તે માટે વિવિધ સ્થળોએ પ્રાઇવેટ બીલ કલેક્શન સેન્ટરો ખોલેલા છે અને આ સેન્ટરોમાં કંપનીના પ્રોગ્રામની જેમ જ ઓનલાઇન પ્રોગ્રામ આપેલો છે, પરંતુ સ્માર્ટ મીટરના બિલ સ્વીકારી શકાય તેવો સ્માર્ટ કરવામાં ઘણા સમયથી વિલંબ થઈ રહ્યો છે, સ્માર્ટ મીટરના બિલો લઈને અસંખ્ય ગ્રાહકો રોજ પ્રાઇવેટ બીલ કલેક્શન સેન્ટરોમાં ધક્કા ખાય છે પરંતુ ત્યાં તે સ્વીકારી શકાતા ન હોવાથી ફરજિયાત કંપનીની ઓફિસે દૂર સુધી ગ્રાહકોને જવું પડે છે, સ્માર્ટ મીટરના બિલ ભરવા અંગે છેલ્લા આઠ/નવ મહિનાથી ગ્રાહકોનો પડડિત તકલીફ અંગે પ્રાઈવેટ બિલ કલેક્શન સેન્ટરના સંચાલકો કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર સાહેબને ઘણા સમયથી લેખિત અને મૌખિક રજૂઆત કરેતા રહેલ છે પરંતુ કોઈ યોગ્ય પ્રતિસાદ મળેલ નથી. તેમ પીજીવીસીએલ ગુજરાત ગેસ લી. બીલ કલેક્શન એજન્સીએસો.ની યાદીમાં જણાવાયું છે.