Connect with us

Business

એલન મસ્કનો મોટો નિર્ણય; હવે 29મીએ લૉન્ચ નહીં થાય Blue Tick સબ્સક્રિપ્શન પ્લાન, જાણો કારણ

Published

on

સોશિયલ મીડિયા હેન્ડલ ટ્વિટર પર બ્લૂ ટિક માટે હવે કંપનીના નવા માલિક એલોન મસ્ક દ્વારા દરેક માટે ચૂકવણી કરવામાં આવી છે. લાંબી ચર્ચા બાદ આખરે એલોન મસ્ક થોડા સમય પહેલા પેઇડ સબસ્ક્રિપ્શન સાથે બ્લુ ટિક લાવ્યો હતો, પરંતુ તમામ પ્રકારની ખામીઓને કારણે તેને ટાટા-બાય-બાય કહેવું પડ્યું હતું. જે બાદ એલોન મસ્કે યુઝર્સને જાણકારી આપી હતી કે બ્લૂ ટિકને ફરીથી લોન્ચ કરવામાં આવશે. એટલું જ નહીં, એલોન મસ્કે બ્લુ ટિકના રિલોન્ચની તારીખ પણ નક્કી કરી હતી, પરંતુ હવે ફરી એકવાર બ્લુ ટિકને અભેરાઈએ ચડાવી દેવામાં આવી છે. જી હાં, ટ્વિટરના માલિક અને દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કે થોડા કલાકો પહેલા ટ્વીટ કરીને નવી જાણકારી આપી છે.

https://twitter.com/elonmusk/status/1594861031670820864?s=20&t=f29kDFNF5GSIPP6jKilErA

 

Advertisement

બ્લુ ટિકની ચૂકવણીની વ્યવસ્થા માટે પણ મસ્કની ટીકા કરવામાં આવી હતી. આથી મસ્કે તેને અટકાવીને કહ્યું હતું કે, બ્લુ ટિક બેજને નકલી કે ફેક એકાઉન્ટની ઓળખની વ્યવસ્થા કર્યા બાદ જ રીલોન્ચ કરવામાં આવશે. મસ્કે ટ્વિટ કર્યું હતું કે હવે વ્યક્તિઓ અને કંપનીઓ અથવા સંસ્થાઓ માટે કદાચ અલગ અલગ રંગ ‘ટિક’ હશે. આ સમયે બ્લુ ટિકને ફરીથી લોન્ચ કરવામાં આવી રહ્યું નથી કારણ કે કંપની નકલી એકાઉન્ટ્સ પર કડક કાર્યવાહી કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર નથી. ભવિષ્યમાં બ્લૂ ટિકને પણ કંપનીઓ માટે અલગ કલરમાં લાવી શકાશે.

એલોન મસ્કે અન્ય એક ટ્વીટમાં બ્લુ ટિકના ફરીથી લોંચ વિશે વાત કરી હતી. એલોન મસ્કે કહ્યું હતું કે ટ્વિટર ૨૯ નવેમ્બરના રોજ બ્લુ ટિક પેઇડ સબ્સ્ક્રિપ્શન ફરીથી શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. તમને જણાવી દઇએ કે, બ્લૂ ટિકની ચૂકવણી થઇ હોવાથી કેટલાક ફેક એકાઉન્ટમાં બ્લુ ટિક મળવાની વાત થઇ હતી. નકલી એકાઉન્ટમાં એલન મસ્ક અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નામનો ખુલાસો થયો હતો.

Advertisement
Continue Reading
Advertisement

Breaking News

રિપોર્ટ : આ વર્ષે 8000 કરોડપતિઓએ છોડ્યો દેશ, ચીન અને રશિયા પછી ભારત આ મામલે ત્રીજા નંબર પર

Published

on

By

 

કોરોના કાળમાં દેશ છોડીને જતા અમીરોની ગતિમાં ઘટાડો ફરી એકવાર ઝડપી બન્યો છે. 10 લાખ ડોલર કે તેથી વધુની નેટવર્થ ધરાવતી વ્યક્તિઓ ફરીથી દેશ છોડવા માટે રસ દાખવી રહી છે. રશિયા, ચીન અને ભારત 2022 માં સૌથી વધુ ધનિક ગુમાવનારા દેશોમાં ટોચના 3 દેશો છે. આ દેશોના કરોડપતિઓ સૌથી વધુ સ્થળાંતર કરી ગયા છે. આ સમયગાળા દરમિયાન ચીનમાંથી 15,000 કરોડપતિઓ હિજરત કરી ગયા છે, જ્યારે રશિયામાંથી 10,000 કરોડપતિઓ હિજરત કરી ગયા છે. આ વર્ષે અત્યાર સુધીમાં 8000 કરોડપતિઓ ભારતમાંથી હિજરત કરી ચૂક્યા છે. ગ્લોબલ કન્સલ્ટન્ટ હેનલી એન્ડ પાર્ટનર્સના રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે.

એક રીતે જોવા જઈએ તો ભારતીય ઉદ્યોગપતિઓ વિશ્વના ટોચના અમીરોની યાદીમાં વધી રહ્યા છે ત્યારે મોટી સંખ્યામાં ભારતીય અમીરોનો પણ દેશ પ્રત્યે મોહભંગ થઈ રહ્યો છે. બિઝનેસ ઇનસાઇડરમાં પ્રકાશિત હેનલી એન્ડ પાર્ટનરના અહેવાલ અનુસાર ભારત સહિત ઘણા દેશોના કરોડપતિઓ પોતાનો દેશ છોડીને અન્ય દેશોમાં સ્થાયી થવાને પ્રાથમિકતા આપી રહ્યા છે. જો કે રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યુ છે કે દેશમાં જીવન સ્તર સુધર્યા બાદ દેશ છોડીને જનારા આ અમીર ફરી પોતાના દેશ પરત ફરી શકે છે.

Advertisement

રિપોર્ટ મુજબ રશિયા, ચીન અને ભારત સિવાય હોંગકોંગ એસએઆર, યુક્રેન, બ્રાઝીલ, મેક્સિકો, બ્રિટન, સાઉદી અરબ અને ઇન્ડોનેશિયા જેવા દેશોમાંથી પણ કરોડપતિઓ હિજરત કરી ચૂક્યા છે. તેમની સંખ્યા સતત વધી રહી છે. રિપોર્ટ અનુસાર રશિયા સાથે યુદ્ધનો માર સહન કરી રહેલા યુક્રેનથી 2022ના અંત સુધીમાં 42 ટકા લોકો હિજરત કરી શકે છે.

હેનલી એન્ડ પાર્ટનર્સના રિપોર્ટ મુજબ વર્ષ 2022માં અત્યાર સુધીમાં વિશ્વના તમામ દેશોમાંથી લગભગ 88,000 હાઈ નેટવર્થ ધરાવતા લોકોએ અન્ય દેશોમાં સ્થાયી થવાનું પસંદ કર્યું છે. ભારત-રશિયા અને ચીન ઉપરાંત હોંગકોંગના 3000 લોકો, યુક્રેનના 2800 કરોડપતિઓ દેશ છોડીને ચાલ્યા ગયા છે. બ્રિટનના 1500 લોકો દેશ છોડીને ચાલ્યા ગયા છે, આ લિસ્ટમાં તે સાતમા નંબર પર છે. આ સાથે જ કરોડપતિઓ જે દેશોમાં પોતાનું નવું લોકેશન શોધી રહ્યા છે તેમાં યુએઈ, સિંગાપુર અને ઓસ્ટ્રેલિયા ટોપ પર છે. રિપોર્ટ અનુસાર, પોતાનો દેશ છોડનારા કરોડપતિઓમાંથી 4000 આ વર્ષે યુએઈમાં, 3500 ઓસ્ટ્રેલિયામાં અને 2800 સિંગાપોરમાં સ્થાયી થયા છે.

Advertisement
Continue Reading

Breaking News

વોટ્સએપે ડેટા લીકનો કર્યો ઇનકાર,દાવો પાયાવિહોણો કોઈ પુરાવા રહિત ગણાવ્યો

વોટ્સએપના પ્રવક્તાએ કહ્યું છે કે વોટ્સએપમાંથી ‘ડેટા લીક’ના કોઈ પુરાવા નથી. સાયબર ન્યૂઝ પર લખવામાં આવેલો દાવો પાયાવિહોણા સ્ક્રીનશોટ પર આધારિત છે.

Published

on

બે અબજથી વધુ યુઝરબેઝ ધરાવતું વોટ્સએપ ડેટા અને પ્રાઈવસીને લઈને ફરી એક વખત મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે.સાયબરન્યૂઝના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે લગભગ 500 મિલિયન વોટ્સએપ યુઝર્સનો ડેટા ઓનલાઈન લીક થયો છે. જો કે, હવે કંપનીએ એક નિવેદન જારી કરીને તેનો સંપૂર્ણ ઇનકાર કર્યો છે. વોટ્સએપના પ્રવક્તાએ કહ્યું છે કે વોટ્સએપમાંથી ‘ડેટા લીક’ના કોઈ પુરાવા નથી. સાયબર ન્યૂઝ પર લખવામાં આવેલો દાવો પાયાવિહોણા સ્ક્રીનશોટ પર આધારિત છે.

જો કે સોશિયલ મીડિયા કંપનીએ હજી સુધી આ વિશે કંઈપણ પુષ્ટિ કરી નથી, રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે તેણે બહુવિધ ડેટા સેમ્પલ તપાસ્યા છે અને જાણવા મળ્યું છે કે લીક સાચું છે. રશિયા, ઇટાલી, ઇજિપ્ત, બ્રાઝિલ, સ્પેન અને વધુ સહિત 80 થી વધુ દેશોને લીક થવાના અહેવાલ છે. આ યાદીમાં ભારત પણ સામેલ છે. ટ્વિટર હેન્ડલ દ્વારા એક ચાર્ટ શેર કરવામાં આવ્યો હતો, જે દર્શાવે છે કે 60 લાખથી વધુ લોકોનો ડેટા ઓનલાઈન લીક થયો છે.

હાલમાં, તે જાણી શકાયું નથી કે હેકરે લાખો સક્રિય વોટ્સએપ યુઝર્સના ફોન નંબર કેવી રીતે એકઠા કર્યા. રિપોર્ટ સૂચવે છે કે આમાં વોટ્સએપની ભૂલ ન હોઈ શકે અને હેકર “સ્ક્રેપિંગ” નામની પ્રક્રિયાનો ઉપયોગ કરી રહ્યો હોઈ શકે છે. આવી સ્થિતિમાં સાયબર હુમલાને બદલે અલગ-અલગ વેબસાઈટ પરથી ડેટા મેળવવામાં આવે છે. તેથી એવી શક્યતા છે કે ફોન નંબરો વેબ પેજ પરથી મેળવ્યા હશે.

Advertisement

લીક થયેલ ડેટાનો ઉપયોગ હેકર્સ સ્પામિંગ, ફિશીંગના પ્રયાસો, ઓળખની ચોરી અને અન્ય સાયબર ક્રિમિનલ પ્રવૃત્તિઓ માટે કરી શકે છે. સ્ત્રોત દાવો કરે છે કે ડેટાબેઝમાં તેમનો નંબર છે કે નહીં તે કોઈ શોધી શકશે નહીં, પરંતુ યુઝર્સ તેમની અવગણના કરીને કૌભાંડના પ્રયાસોને ટાળવાનો પ્રયાસ કરી શકે છે.

Advertisement
Continue Reading

Breaking News

શેરબજારમાં 408 પોઇન્ટની તેજી, સેન્સેક્સ, નિફ્ટી ઓલટાઇમ હાઇ

Published

on

સેન્સેક્સ 62,701, નિફ્ટી 18,611ની નવી ઊંચાઇએ : ધર્મજ ક્રોપ ગાર્ડ, યુનિપાર્ટસ ઇન્ડિયાના ઇશ્યૂ ઓપન

ગત સપ્તાહે અમેરિકાના ત્રણેય સુચકાંકોમાં સાપ્તાહિક ધોરણે વધારો થયા બાદ ભારતીય શેર બજારમાં સાપ્તાહિક કામકાજના પ્રથમ દિવસે આજે બજારમાં પ્રારંભિક સ્તરે 334 પોઇન્ટના પ્રત્યાઘાતી ઘટાડા બાદ ફરી 408 પોઇન્ટનો ત્વરિત સુધારો જોવા મળતા બપોર સુધીમાં બન્ને તરફી 742 પોઇન્ટની અફડા તફડી જોવા મળી હતી. આજે બજારમાં એકંદરે તેજીમય માહોલ વચ્ચે સેન્સેક્સ ઊંચામાં 62,701 અને નિફ્ટી 18,611 અત્યાર સુધીની ઓલ ટાઇમ હાઇ સપાટીએ અથડાઇ ગયા હતા.
એસ એન્ડ પી ગ્લોબલ રેટિંગ્સે ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતના આર્થિક વિકાસ અનુમાનને ઘટાડીને ફૂગાવાનો દર સાત ટકાએ રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે ત્યારે તેની અસર શેર બજાર પર જોવા મળી રહી છે. ગત સપ્તાહે 62,293ની સપાટીએ બંધ થયેલી બજાર આજે 62,016ના મથાળે ખુલી 61,959ની સપાટીએ ઘટી એક તબક્કે 62,701 પોઇન્ટ સુધી વધી હતી. પ્રારંભિક તબક્કાની કામગીરી વચ્ચે જ સેન્સેક્સમાં 334 પોઇન્ટનો ઘટાડો થયા બાદ સેન્સેક્સ ઝડપભેર 408 પોઇન્ટ ઉછળ્યો હતો, એક તબક્કે બપોર સુધીમાં 742 પોઇન્ટની અફડાતફડી નોંધાઇ હતી. જાણકારોએ જણાવ્યું હતું કે, આજે ધર્મજ ક્રોપ ગાર્ડ અને યુનિપાર્ટસ ઇન્ડિયાના આઇપીઓ ખુલતા જ રોકાણકારો દ્વારા આઇપીઓને લઇને આકર્ષણ જોવા મળી રહ્યું છે. આજે ટોપ-30ના વધેલા શેરોમાં રિલાયન્સ, એશિયન પેઇન્ટ્સ, બજાજ ફાઇનાન્સ, મારૂતિ, સનફાર્મા, વિપ્રો, બજાજ ફિનસર્વ, અલ્ટ્રાસેમકો, આઇસીઆઇસીઆઇ બેન્ક, કોટક બેન્ક, નેસલે ઇન્ડિયા, પાવરગ્રીડ, એનટીપીસી, આઇટીસી, ટાઇટન, એક્સિસ બેન્ક, એમએન્ડએમ, ભારતી એરટેલ અને ટીસીએસનો સમાવેશ થતો હતો, તો હિન્દુયુનિલિવર, એલટી, એચસીએલટેક, એસબીઆઇએન, ટાટા સ્ટીલ, એચડીએફસી સહિતની સ્ક્રિપ્ટનો સમાવેશ થતો હતો. શેરબજારના નિશ્ણાતો એવું પણ જણાવી રહ્યા છે કે, હાલ બજારની જે રીતની ચાલ જોવા મળી રહી છે તે જોતા ટુંકસમયમાં નિફ્ટી 19,000ની સપાટી ક્રોષ કરે તો નવાઇ નહીં.

Advertisement
Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ