Site icon Gujarat Mirror

મિડલ ઈસ્ટના વિસ્થાપિત અગિયાર લાખ ભારતીઓનું સ્વદેશ આગમન

વેસ્ટ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે આ વિસ્તારમાં રહેતા આશરે 1 કરોડ ભારતીયોમાંથી ઘણા લોકો સ્વદેશ પાછા ફરી રહ્યા છે અને ભારતમાં મોટા પાયે રિવર્સ માઇગ્રેશન થઈ રહ્યું છે. ફેબ્રુઆરી 2026ના અંતથી 11.3 લાખથી વધુ મુસાફરો કમર્શિયલ અને વિશેષ ફ્લાઇટ દ્વારા ભારત પાછા ફર્યા છે. સરકાર ભારતીય નાગરિકોના પરત ફરવા માટે સક્રિયપણે સુવિધા આપી રહી છે.

વિમાન ઉપરાંત જમીન માર્ગોથી આર્મેનિયા અને અઝરબૈજાન દ્વારા ભારતીયો સ્વદેશ પાછા ફરે છે. ફ્લાઇટ્સ હજુ પણ કાર્યરત છે, પરંતુ ક્યારેક એકાએક એર-સ્પેસ બંધ કરી દેવામાં આવે છે. દુબઈ અને અબુ ધાબીથી રેગ્યુલર ફ્લાઇટ આવે છે પણ કતરથી ઘણી ઓછી ફ્લાઇટ ઉપલબ્ધ છે. ઇરાક અને ઈરાનથી આવનારી ફ્લાઇટો ઘણી જ ઓછી છે કારણ કે ત્યાં ઍર સ્પેસ વારંવાર બંધ થાય છે.

વિદેશ મંત્રાલયના પ્રવકતાએ જણાવ્યું હતું કે પરિસ્થિિતિ થાળે પડયા બાદ હજુ પણ લાખોની સંખ્યામાં ભારતીઓ મિડલ ઈસ્ટમાંથી પાછા ફરલાની ઝંખના રાખે છે. અવારનવાર યુધ્ધ થાળે પડે કે અટકે એવી આશાએ તેઓ ત્યાં દિવસો પસાર કરી રહ્યાં છે. હજારો કામદારો ગોડાઉન કે ભોંયરા જેવા સ્થળોએ ‘લોકડાઉન’ જેવી સ્થિતિમાં ફસાયેલા છે. કંપનીઓના બાંધકામ, ઉત્પાદન કે મજુરી કામો સ્થગિત હોવાથી રોજગાર પ્રવૃતિ પણ અટકી ગઈ છે.

Exit mobile version