Connect with us

ગુજરાત

પ્રથમ વખત ચૂંટાયેલા નિમુબેનને લોટરી લાગી, પાટીલને પ્રમોશન

Published

on

કેન્દ્રીય કેબિનેટમાં અમિત શાહ, જે.પી. નડ્ડા અને ડો. મનસુખ માંડવિયા રિપીટ, એસ. જયશંકર રિપીટ

સાંસદ તરીકે હેટ્રિક મારનાર પૂનમબેન અને સાતમી વખત ચૂંટાયેલા મનસુખ વસાવા ગાડી ચૂક્યા

રાજકોટના કદાવર સાંસદ પરસોત્તમ રૂપાલાને ક્ષત્રિય આંદોલન નડી ગયું


દેશમાં ત્રીજી વખત મોદી સરકારની શપથવિધિ થઈ ગઈ છે તેમાં ગુજરાતમાંથી રાજ્યસભામાં ચૂંટાયેલા એસ. જયશંકરને રિપીટ કરાયા છે. જ્યારે રાજ્યસભામાં ચૂંટાયેલા ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાને કેબિનેટમાં સ્થાન મળ્યું છે. તો લોકસભામાંથી ચૂંટાયેલા અમિત શાહ અને મનસુખ માંડવિયા પણ ફરી કેબીનેટમંત્રી બન્યા છે. જ્યારે સૌના આશ્ર્ચર્ય વચ્ચે ભાવનગરમાં પ્રથમ વખત જ ચૂંટાયેલા નિમુબેન બાંભણિયાને રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા છે તો ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનો પણ કેબીનેટમાં દબદબાભેર પ્રવેશ થયો છે.


નવા કેન્દ્રીય કેબિનેટની રચનાથી ગુજરાતમાં રાજકીય સમિકરણો બદલાયા છે. સતત ત્રીજી વખત ચૂંટાયેલા જામનગરના પૂનમબેન માડમની એન્ટ્રી નિશ્ર્ચિત મનાતી હતી પરંતુ તેના સ્થાને નિમુબેન મેદાન મારી ગયા છે. જ્યારે સાતમી વખત ચૂંટાયેલા ભરૂચના સાંસદ મનસુખ વસાવા વધુ એક વખત ગાડી ચૂકી ગયા છે.જ્યારે એક સમયે કેન્દ્રીય કેબીનેટમાં દબદબો ધરાવતા રાજકોટના સાંસદ પરસોતમ રૂપાલાને ક્ષત્રિય સમાજનું આંદોલન નડી ગયાનું મનાય છે.


મોદી સરકાર 200માં ગુજરાતના સાત સાંસદો કેન્દ્રીયમંત્રી મંડળમાં હતા પરંતુ ગઠબંધનની મજબુરી સાથે સતારૂઢ થયેલી મોદી સરકાર 3-0માં છ પ્રધાનોએ શપથ લેતા ગુજરાતનું એક પ્રધનપદ ઘટ્યું છે.

અમિત શાહ
અમિત શાહ ફરી એકવાર કેન્દ્રીય મંત્રી તરીકે શપથ લીધા છે. તેઓ 2019માં દેશના ગૃહમંત્રી રહી ચુક્યા છે. ગાંધીનગર લોકસભાથી બીજી વાર મેદાને ઉતર્યા હતા અને રેકોર્ડ બ્રેક જીત મેળવી છે. 2019માં અમિત શાહ 5 લાખથી વધુ મતની સરસાઈથી જીત્યા હતા ત્યાર આવખતે તેના કરતો મોટો રેકોર્ડ બનાવ્યો છે. તેમણે 2019માં ગૃહમંત્રી તરીકેના કાર્યકાળમાં અનેક મહત્વના નિર્ણય લીધા હતા. કલમ 370 દૂર કરવાનો ઐતિહાસિક નિર્ણય તેમના કાર્યકાળમાં લેવાયો હતો. અગાઉ રાજ્યસભા સાંસદ તરીકે રહ્યા અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષપદે રહ્યા છે.


ડો.મનસુખ માંડવિયા
મનસુખ માંડવિયા ફરી એકવાર કેન્દ્રીય મંત્રી બન્યા છે. જેઓ 2019માં આરોગ્ય અને પરિવાર કલ્યાણના મંત્રી રહી ચુક્યા છે અને કેમિકલ અને ફર્ટિલાઈઝર વિભાગનો પણ હવાલો સંભાળ્યો હતો તેમજ 2002માં પાલિતાણા બેઠકથી પહેલીવાર વિધાનસભામાં ચૂંટાયા હતાં. 2002માં રાજ્ય સરકારમાં સૌથી યુવા ધારાસભ્ય હતા. તો 2012માં પહેલીવાર રાજ્યસભામાં ચૂંટાયા અને 2016માં કેન્દ્ર સરકારમાં મંત્રી બન્યા હતા. 2018માં ફરી રાજ્યસભામાં ચૂંટાયા અને અત્યારે પહેલીવાર લોકસભા લડીને જીત્યા છે.


સી.આર. પાટીલ
નવસારી બેઠકના ભાજપના સાંસદ સી.આર. પાટીલની રાજકીય કારકિર્દીની વાત કરીએ તો 1989માં ભાજપમાં જોડાયા હતા. 1995થી 1997 ૠઈંઉઈના ચેરમેન રહ્યાં હતાં. તો 1998માં ૠઅઈક વડોદરાના ચેરમેન બન્યા હતાં. 2008માં સુરતમાં ભાજપમાં ખજાનચી બન્યા અને 2009માં લોકસભા સાંસદ બન્યા હતાં. 2010માં તેઓ ડિસ્ટ્રીક્ટ વિલેજ ડેવલેપમેન્ટ એજન્સી ચેરમેન રહ્યાં હતાં. તો 2014માં બીજી વખત સાંસદ બન્યા અને 2019માં ત્રીજી વખતે અને 2024માં આ વખતે તેઓ ચોથીવાર ચૂંટણી લોકસભાની જીત્યાં છે. સાથો સાથ તેઓ 2020થી તેઓ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની જવાબાદી નિભાવી રહ્યાં છે. હવે મોદી 3.0 સરકારમાં કેન્દ્રીય મંત્રી તરીકેના શપથ લીધા છે


જે.પી. નડ્ડા
જે.પી.નડ્ડા વર્તમાનમાં ગુજરાતથી રાજ્યસભાના સાંસદ છે. સાથો સાથ તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કાર્યરત પણ છે. 1991થી 1994 દરમિયાન ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ રહ્યાં તો 2014માં ભાજપના મહાસચિવ તરીકે જવાબદારી સંભાળી હતી. 2020માં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપાઈ અને પ્રેમકુમાર ધુમલની સરકારમાં મંત્રી રહ્યાં હતાં. 2010માં ધુમલ સાથે મતભેદ થતાં રાજીનામું આપ્યું હતું. 2019માં ભાજપના ઉત્તરપ્રદેશના પ્રભારી તરીકેની જવાબદારી સંભાળી હતી. હવે તેઓ કેન્દ્રીય મંત્રી બન્યા છે


એસ. જયશંકર
એસ.જયશંકર તેઓ ગુજરાતથી રાજ્યસભાના સાંસદ છે. 2019માં મોદી સરકારમાં વિદેશમંત્રી રહ્યાં તેમજ વિદેશનીતિને મજબૂત રીતે દુનિયા સમક્ષ રાખી છે. મહત્વના પ્રસંગે દેશનો પક્ષ દુનિયા સમક્ષ રાખ્યો છે. 2019માં ગુજરાતથી રાજ્યસભા સાંસદ બન્યા છે હવે ફરી એકવાર કેન્દ્રીય મંત્રીના શપથ લીધા છે.


નીમુબેન બાંભણિયા
58 વર્ષીય નીમુબેન બાંભણીયા ઇ.જભ, ઇ.ઊમ સુધીનો અભ્યાસ કરેલો છે. જેમની રાજકીય સફર વાત કરીએ તો તેઓ ભાવનગરમાં 2 વાર મેયર તરીકે રહી ચુક્યા છે. 2011થી 2016 સુધી તેઓ ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમના ડિરેક્ટર તરીકે તેમજ ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ હતાં. નિષ્ણાંતોના મતે તેમને ભાજપ ટિકિટ આપવા પાછળનું મૂળ કારણ હતો કોળી સમાજનો અગ્રણી મહિલા નેતા ચહેરો, સાથો સાથ બિન વિવાદિત છબી ધરાવે છે. તેઓ કેન્દ્રીય મંત્રી તરીકેના શપથ લીધા છે.

ગુજરાત

નીટ પરીક્ષાની તપાસ માટે CBIની ટીમ ગોધરામાં

Published

on

By

સરકિટ હાઉસ ખાતે જવાબદારોની પૂછપરછ શરૂ


પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આવેલી જય જલારામ શાળા ખાતે નીટ પરીક્ષામાં પાસ કરાવવાના મામલાના પડઘા દેશભરમાં પડ્યા હતા. ત્યારે ગોધરા ખાતે આ મામલે તાલુકા પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ હતી. તેમજ આ મામલે કેટલાક પાંચ જેટલા આરોપીઓને પકડી પાડવામા આવ્યા હતા. જોકે આ મામલે હવે રાજ્ય સરકાર સમગ્ર મામલાની તપાસ ઈઇઈંને સોંપવાનો નિર્ણય કર્યો છે. ત્યારે આજરોજ ગોધરા શહેરના સર્કીટ હાઉસ ખાતે ઈઇઈંની આવી પહોંચી હતી અને સમગ્ર મામલે પૂછપરછ શરૂૂ કરી છે. આ સાથે પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી પણ ગોધરા સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતાં.


સમગ્ર ભારત દેશમા ચકચાર જગાવનાર ગઊઊઝ ઞૠ -2024ની તારીખ 5 મે, 2024ના રોજ લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિઓ અંગે ડાયરેક્ટર, ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન ભારત સરકાર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવેલી છે. આ અંગેની તપાસ સી.બી.આઇ. દ્વારા કરવામાં આવી રહી છે. આ પરીક્ષામાં થયેલી ગેરરીતિ અંગેની ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મથકમાં તારીખ 8 મે, 2024ના રોજ નોંધવામાં આવી છે.
આ સમગ્ર બાબતમાં વિસ્તૃત તપાસ થઈ શકે તે માટે ગોધરા તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી ઋઈંછની તપાસ પણ રાજ્ય સરકારે સી.બી.આઇ.ને સોંપવાનો નિર્ણય કર્યો છે. ત્યારે આજરોજ ગોધરા શહેરના સર્કિટ હાઉસ ખાતે ઈઇઈંની ટીમ આવી પહોંચી હતી. સાથે સાથે પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી પણ ગોધરા સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચ્યા હતાં. આ તપાસમાં મોટા ખુલાસો થવાની શક્યતા છે.


નીટ પેપર લીક કેસમાં દેશભરમાં ભભૂકેલા આક્રોશ પછી કેન્દ્ર સરકારે કાર્યવાહી કરવાનું શરૂૂ કર્યું છે. આ કેસમાં શિક્ષણ મંત્રાલયની ફરિયાદ પછી સીબીઆઈની એન્ટ્રી થઈ ગઈ છે, જેણે પહેલી એફઆઈઆર નોંધીને તપાસ શરૂૂ કરી છે. આ પરીક્ષામાં થયેલી ગેરરીતિ અંગેની ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મથકમાં તારીખ 8 મે, 2024ના રોજ નોંધવામાં આવી છે. આ સમગ્ર બાબતમાં વિસ્તૃત તપાસ થઈ શકે તેવા હેતુથી ગોધરા તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી ઋઈંછની તપાસ પણ રાજ્ય સરકારે સી.બી.આઇ.ને સોંપવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગે આ સંદર્ભમાં નોટિફિકેશન પણ જારી કર્યું છે. આમ રાજ્ય સરકારે લાંબા સમય બાદ સીબીઆઈને કોઈ કેસની તપાસ સોંપી હોય એવું બન્યું છે. આ તપાસને લઈ હવે સીબીઈની ટીમ ગુજરાત દોડી આવી છે.

Continue Reading

ગુજરાત

ચોમાસામાં રસ્તાનું ખોદકામ કરવું ભારે પડયું, બંધ કરાવવા અધિકારીઓને દોડાવતા ચેરમેન

Published

on

By

ચોમાસાની શરૂઆત વચ્ચે શરૂ થયેલા કામો તાત્કાલિક બંધ કરાવાયા


મનાપા દ્વારા આચારસંહિતાના કારણે અનેક કામો પેન્ડિંગ રાખ્યા હતા જે તાજેતરમાં શરુ કરયા બાદ ખાસ કરીને પાઇપલાઇનો નાખવા માટે ખોલ કામ ચાલુ કરેલ જેના ઉપર વરસાદ વરસ્તા શહેરભારમાં કીચડનું સામ્રાજય સર્જાતા ફરિયાદોના પગલે સ્ટે. ચેરમેન જયમીન ઠાકરે તાત્કાલીક અધિકારીઓ સાથે મિંટીગ યોજી વરસાદ બંધ થયે આ પ્રકારના કામો ચાલુ કરવાના આદેશ આપ્યા હતા


રાજકોટ મહાનગરપાલિકાના જુદા-જુદા વિસ્તારોમાં હાલ ડી.આઇ. પાઇપલાઇન નાંખવાની કામગીરી તથા ડ્રેનેજ લાઇન નાંખવાની કામગીરી ઉપરાંત પેચવર્કની કામગીરી કરવામાં આવી રહી છે. જુદા-જુદા વિસ્તારોમાંથી આવેલ લોકફરીયાદો મુજબ ચાલુ વરસાદમાં રાહદારીઓને પસાર થવામાં અગવડતા પડી રહી છે, તેમજ રસ્તા પર પાઇપલાઇન નાંખવા માટે કરવામાં આવેલ ખોદકામ થી રાહદારીઓને જોખમ ઉપસ્થિત ન થાય તે માટે અગમચેતીના પગલાં બાબતે ચર્ચા માટે આજરોજ તા.24/06/2024 રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઇ ઠાકરના અધ્યક્ષસ્થાને મહાનગરપાલિકાના ત્રણેય ઝોનના સીટી એન્જીનીયરઓ સાથે બેઠક યોજવામાં આવેલ. જેમાં વર્ષાઋતુને અનુલક્ષીને રસ્તા પરથી


પસાર થતા રાહદારીઓને જોખમ ઉભુ ન થાય અને કોઇપણ જાનહાની નિવારી શકાય તે માટે હાલ ડી.આઇ. પાઇપલાઇન તથા ડ્રેનેજ લાઇન નાંખવા માટે ખોદકામ તાત્કાલિક અસરથી બંધ કરવા જયમીનભાઇ ઠાકર દ્વારા સુચના પાયેલ હતી. વિશેષમાં, ચાલુ વરસાદમાં વાતવરણમાં રહેલ ભેજના કારણે ડામરનું બોન્ડીંગ કપચી સાથે યોગ્ય રીતે થઇ શકે તેમ ન હોઇ તેમજ હાલ ડામર કામ-પેચવર્ક બંધ રાખવા તેમજ ઓછામાં ઓછા આઠથી દસ દિવસ વરસાદ બંધ રહે ત્યારબાદ પેચવર્કના કામ શરૂૂ કરવા સૂચના આપવામાં આવેલ. આ બેઠકમાં ત્રણેય ઝોનના સીટી એન્જીનીયરઓ પરેશ અઢીયા, અતુલ રાવલ તથા કુંતેષ મહેતા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Continue Reading

ગુજરાત

ABVPએ પૂતળું બાળી યુનિ.ને તાળાબંધી કરી, પોલીસ જોતી રહી

Published

on

By

યુનિવર્સિટી-કોલેજોમાં પ્રવેશ માટે સરકાર દ્વારા કોમન પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યુ છે. આ જીસીએએસ પોર્ટલમાં ખામિ સર્જાઇ રહી હોવાથી વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે. રાજકોટ એબીવીપી દ્વારા આજે પોર્ટલ અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પૂતળાનું દહન કરવામાં આવ્યુ હતું અને આવેદનપત્ર આપી રજૂઆત કરી યુનિવર્સિટીને તાળાબંધી કરવામાં આવી હતી. આ વિરોધ પ્રદર્શનમાં યુનિવર્સિટીને તાળાભંધી કરવા છતા અને પૂતળાનું દહન કરવામાં આવ્યુ હોવા છતા પોલીસ મૂકપ્રેક્ષક બની જોઇ રહી હતી. જ્યારે અન્ય વિદ્યાર્થી સંગઠનના વિરોધ પ્રદર્શનમાં ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવતી હોય તેવુ અન્ય વિદ્યાર્થી સંગઠનોના કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો છે. (તસવીર : મુકેશ રાઠોડ)

Continue Reading

Trending