Site icon Gujarat Mirror

ગોંડલના પ્રૌઢાએ બીમારીથી કંટાળી એસિડ પી કર્યો આપઘાત

ગોંડલમાં રહેતાં પ્રૌઢાએ બિમારીથી કંટાળી એસિડ પી લીધું હતું. પ્રૌઢાનું સારવારમાં મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ગોંડલમાં આશાપુરા ચોકડી પાસે રહેતા હિનાબેન હરિભાઈ કાંચા નામના 45 વર્ષના પ્રૌઢા પોતાના ઘરે હતાં ત્યારે બિમારી કંટાળી એસીડ પી લીધું હતું. પ્રૌઢાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

બીજા બનાવમાં ભચાઉના સુરજબારી ગામે રહેતી રેશ્માબેન ગુલમહમદભાઈ મુલ્લા નામની 15 વર્ષની સગીરાએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો. સગીરાને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version