Site icon Gujarat Mirror

એસટી બસપોર્ટમાં બેભાન હાલતમાં પ્રૌઢનુું મોત: હાર્ટએટેકથી મૃત્યુ

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાનુ પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ એક મૃત્યુ નીપજ્યુ હતુ. એસટી બસપોર્ટમાં બેભાન થઇ જતા પ્રૌઢને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ અહીં તેનુ મોત નીપજ્યુ હતુ. આ અંગે પોલીેસે જરૂરી કાર્યવાહી કરી વાલી-વારસની શોધખોળ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ એસટી બસપોર્ટમાં પ્રૌઢ બેભાન થઇ જતા તેમને સારવાર માટે સિવિલ હોસિેપટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા ફરજ પરના તબીબે જોઇ તપાસી તેમને મરણ ગયાનુ જાહેર કર્યુ હતુ. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમા મૃતક પાસેથી મળેલા ડોક્યુમેન્ટના આધારે તેની ઓળખ મળતા તેઓ પ્રકાશભાઇ શાંતિલાલ સોની (ઉ.વ.59)હોવાનુ જાણવા મળ્યુ હતુ જેથી પોલીસે મૃતકના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં પ્રૌઢનુું હાર્ટએટેક આવી જતા મૃત્યુ થયાનું જાણવા મળ્યુ છે.

Exit mobile version